SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસા વિશ્વકલ્યાણની વાટે લેતાં આવ્યાં છો અને વધારામાં આ છોકરાંવ સાથે માથાકૂટ.” મારાં બા કહેતાં. ‘ભાભી, મનગમતાં કામમાં તો થાક ઊતરી જાય.' બા હસીને કહેતાં. અમારા માટે તો ફૈબાનું આગમન એટલે ઘરઆંગણે ફૂટેલા વાત્સલ્યવીરડાનું અમૃતપાન. ચૈત્ર માસમાં આયંબિલની ઓળી આવે. આયંબિલ તપમાં રસ વિનાનો લુખ્ખો આહાર દિવસમાં એક સમય જ લેવાનો હોય. ફૈબા નવેનવ દિવસનું વિધિસહ આયંબિલ તપ કરે. વારાફરતી અમને એકેક ભાંડરડાને એકેક આયંબિલ કરાવે. એક દિવસ ફ્રેબા સાથે હું ઉપાશ્રયની આયંબિલ શાળામાં આયંબિલ કરવા ઘરેથી નીકળતો હતો. ફ્રેબા કહે, તારી બચતપેટીમાંથી આઠ આના લઈ લે. મને એમ કે વળતા કલિંગર, પતાસા કે એવો કાંઈ ભાગ લેવાનો હશે. આયંબિલ કર્યા પછી ફૈબાએ પોતાના બટવામાંથી એક રૂપિયાનો સિક્કો કાઢી ઉપાશ્રયની દાનપેટીમાં નાખ્યો અને મને કહ્યું કે, 'પેલા આઠ આના આ પેટીમાં નાખી દે.’ મેં તેમ કર્યું. પછી મને કહે કે, આયંબિલ શાળામાં આપણે જમ્યાં એટલે કાંઈક દાન કરવું જોઈએ. વળી તપ સાથે ત્યાગનું મહત્ત્વ સમજાવ્યું. ઉપાશ્રયનાં પગથિયાં ઊતરતાં ફૈબાના વેવાઈ અમીચંદભાઈ મળી ગયા. દૃઢધર્મી શ્રાવક ઉપાશ્રયની બાજુમાં જ રહે. ફૈબાને કહે કે, ‘શિવકુંવરબેન, ઓળી પૂરી થયા પછી એક દિ મારે ઘરે જમવાનું રાખો.' ‘ભાઈ, હું બધાને મળવા ઘરે આવી જઈશ, પણ જમવાનું નહીં બને.' ફૈબાએ જવાબ આપ્યો. વિસ્મયથી અમીચંદભાઈ કહે, 'કેમ ?' ‘એક મહિના માટે મારે પચ્ચકખાણ છે (બાધા છે). મારે ત્રીજા ચૂલાનું ના ખપે. એક ચૂલો ભાઈના ઘરનો, બીજો ઉપાશ્રયની આયંબિલ શાળાનો. હવે ત્રીજા ચૂલાનું નહિ ખપે. આવતે વખતે આવીશ ત્યારે વાત.' આપણી સાંપ્રત જીવનશૈલીનું નિરીક્ષણ કરીએ ત્યારે વિચાર આવે કે દરરોજ આપણે કેટલા ચૂલાનું ખાઈએ છીએ ? સવારે ઘરનું. બપોર પછી ઑક્સિની ચા, સાંજે કોઈક હોટલમાં નાસ્તો, ક્યારેક સ્ટોલ પરનું, ક્યારેક માર્કેટની ગાદી પર આવેલી ભેળ, દરરોજ આપણે કેટલા ચૂલાનું ખાતા હોઈશું ? - ફૈબા તો હવે હયાત નથી. ક્યારેક બીજી વાર બહારનું ખાવાનું બને ત્યારે ચોક્કસ ફૈબાના શબ્દોના ભણકારા સંભળાય, ‘ભાઈ! મારે ત્રીજા ચૂલાનું ન ખપે...!' છે ' ૧૩૩ જૈન ધર્મમાં અહિંસાને વિશિષ્ટ સ્થાન છે. માનવીની પ્રત્યેક સાધનામાં અહિંસાનું એક એવું મધુર સંગીત વહેતું રહે છે કે માનવને આનંદવિભોર કરી મૂકે છે. મહાવીર ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે, કારણકે અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહની ભાવનાનું સર્જન થાય છે. જીવન પ્રત્યે ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આચારભૂમિ અહિંસા છે. ભગવાન મહાવીરની આ અહિંસાનો પ્રભાવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમાં ઠેરઠેર જોવા મળે છે. ભગવાન મહાવીરની અહિંસા ઉપભોગની નહિ, પણ ઉપયોગની સંસ્કૃતિમાં માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ અપાર કરુણા છે માટે તેના ઉપયોગમાં પણ વિવેક અને ઝયણાની ભગવાને પ્રરૂપણા કરી છે. ગાંધીજી માટે લીમડાની ચટણી બનાવવા માટે એક આશ્રમવાસી આખી ડાળખી લઈ આવ્યા. ગાંધીજીએ એક અઠવાડિયા સુધી ચલાવી. ગાંધીજી પાણીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરતા. એક ભાઈએ ગાંધીજીને કહ્યું કે, બાજુમાં જ સાબરમતી ખળખળ વહી જાય છે તો પાણી વાપરવામાં આટલી કંજૂસાઈ કેમ કરો છો ? ગાંધીજીએ જવાબ આપ્યો, “આ નદી મારા પિતાશ્રીની માલિકીની નથી. આ સરિતાના જળ પર મારા પ્રત્યેક દેશવાસીનો અધિકાર છે.” પ્રકૃતિના ઘટકોના બેફામ દુરુપયોગ સામે ગાંધીજી લાલ બત્તી ધરતા. નિરંકુશ - ૧૩૪
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy