SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે ઘણાને એક એવો પ્રચ્છન્ન ભય હોય છે કે, ધર્મઆધારિત સમાજરચનાથી સમાજ આળસુ થઈ જશે, માત્ર ભાગ્ય પર નિર્ભર બની શકે, પરંતુ શ્રીકૃષ્ણથી માંડીને ભગવાન મહાવીર સુધીના ધર્મપ્રવર્તકોએ પોતાની દાર્શનિક વિચારધારામાં પુરુષાર્થને પ્રધાનતા આપી છે. ધર્મચિંતકો અને સમાજસુધારકો આ વિચારધારાના યોગ્ય અર્થઘટનથી જરૂર જાગૃતિ લાવી શકે. ધર્મની ભાષા બધા સમજી શકે. હૃદયને ચોટ લગાવે, વિચાર કરતાં કરી મૂકે તેવી ભાષા તે ધર્મની ભાષા છે. માનવચિત્તમાં ધર્મે ઊંડાં મૂળિયાં નાખ્યાં છે. શ્રદ્ધાના બળે એક સદાચારી આદર્શ સમાજની રચના થઈ શકે. સરકારી કાયદા કરતાં આત્માનું અનુશાસન અદ્ભુત અને સચોટ છે. શુભ વિચારનાં આંદોલનો સામી વ્યક્તિ પાસે જરૂર પહોંચે છે. અશુભ વિચારનાં આંદોલનો સામેવાળા પાસે જાય, તેનું ખરાબ કરે કે ન કરે, પરંતુ અશુભ વિચાર કરનારનું તો જરૂર ખરાબ કરે. સારા વિચારનાં આંદોલનો સમાજ માં મૈત્રીભાવ પ્રગટાવશે. આમ શુભ ચિંતન ચિંતામણિ સમાન છે. હવે તો ઘણાં સ્થળે સદ્ભાવના વિચાર આંદોલનનાં મંડળો પણ સ્થપાયાં છે. આપણે લાગણીના દુષ્કાળમાં જીવતા હોઈએ અને સમાજ જીવનમાં ધર્મ પ્રગટે તો હુંફ-ઉષ્માનું સર્જન થાય અને માનવગુણોના વિકાસનો વિસ્તાર થાય. ધર્મ પ્રદર્શન કે નિર્બળતા ઢાંકવાનું સાધન બને તેના કરતાં આંતરિક ઉન્નતિનું સાધન બને તે અતિમહત્ત્વનું છે. ચારિત્રશીલ સાધુ-સાધ્વી પરત્વે શ્રદ્ધા પ્રતિષ્ઠિત થતાં લોકશ્રદ્ધા બળવતર બને તે અધ્યાત્મની દિશા ઊઘડે. અહિંસા અને સત્ય જેવાં શાસ્વત મૂલ્યો પર આધારિત સમાજ રચાય તેવા સમાજની સંગીન ઈમારત જ ટકી શકશે. ત્રીજો ચૂલો ફૈબાના આગમન સાથે જ જાણે ઘરનું વાતાવરણ બદલાઈ જાય. ધર્મની વસંતઋતુ ખીલે, સંસારસરિતા ગૃહદ્વારે ખળખળ કરતી વહેતી હોય. તપસ્વી સાધ્વી જેવો ફૈબાનો દેહ, રસપરિત્યાગ અને દ્રવ્ય જીવનમાં વણાયેલાં. દ્રવ્ય તપ એટલે ચોક્સ નક્કી કરેલી થોડી વાનગીઓ જ જમવામાં લેવી. દા. ત. દસ દ્રવ્યથી શરૂ કરતા જમવામાં એકએક દ્રવ્ય ઘટાડતું જવું, તેવા તપને દ્રવ્ય તપ કહે છે. સાદગીપૂર્ણ ધર્મયુક્ત જીવન. સાથેસાથે કર્મયોગી પરિશ્રમવાળી જીવનચર્યા આળસનું નામ નહીં. ફૈબા ચૈત્ર-વૈશાખમાં અમારા ગામ ખાંભામાં આવે. સાવરકુંડલા એમનું સાસરું. ભર્યભાદર્યું એમનું કુટુંબ. સમૃદ્ધ હોવા છતાં સંયમિત જીવન. નિરાભિમાની, સરળતા અને સૌમ્યતાના ભાવો તેમના મુખારવિંદ પર રમતા રહે. - સવારે બે સામાયિક કરે. દરરોજ કાંઈક ને કાંઈક નવી વાનગી - વડી, પાપડ, ચોળાફળી બનાવે, ગોદડા સીવી દે, રાત્રે પ્રતિક્રમણ ર્યા પછી સ્તવનો, ભજન ગવડાવે અને અમને બધાં બાળકોને ભેગાં કરી ધર્મપ્રેરક કથાવાર્તા સંભળાવે. બપોરે અમે બહાર રમતાં હોઈએ ત્યારે પકડીને ઘરમાં લાવે અને કહે કે, બહુ તડકો છે, ટાઢે પહોરે રમજો, ચાલો... તમારી પરીક્ષા પૂરી થઈ, હવે તમે તમારા ચોપડા અને કપડાંના કબાટ સાફ કરી ગોઠવો. સ્વચ્છતાના આગ્રહી. ઝયણા ધર્મ વિશે સમજાવે. ‘શિવકુંવરબેન થોડા દિ રોકાવા આવ્યાં છો તો આરામ કરો. જાણે કામ સાથે જ ૧૩૨ ૧૩૧
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy