SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે પોષતા હોય છે. જે અસત્ અને વિરુદ્ધ માન્યતાને વળગી હિંસાચાર, મહાઆરંભ અને સમારંભ દ્વારા કર્મબંધનનું કારણ નિપજાવે છે. સુદેવ, સદ્ગર અને સુધર્મથી વિપરીત માન્યતાને કારણે આમ બને છે. જેણે રાગ અને દ્વેષને નિર્મળ ક્યાં તે સુદેવ છે. જે જીવનમાં સમતા રાખવાનું સૂચન કરી વિશ્વકલ્યાણની વાંછના કરે તે સુધર્મ અને જે પોતે તરે અને અન્યને તારે તે જ કલ્યાણમિત્ર સર. આ ત્રણમાં શ્રદ્ધા દૃઢ થવાથી જીવનમાંથી મિથ્યાત્વ જશે. એક નૌકા સમુદ્રકિનારે લાંગરી હતી. રાત પડી એટલે સફર શરૂ કરવા નાવિકે નૌકામાં બેસી હલેસાં મારવાનું શરૂ કર્યું. આખી રાત હલેસાં માર્યા. સવાર પડયું. નાવિકે જોયું તો આશ્ચર્ય ! નૌકા ત્યાંની ત્યાં જ હતી, બંદરગાથી જરા પણ આગળ વધેલ નહિ. કારણ..... લંગરથી નૌકા છૂટી પડી ન હતી. કિનારે લંગર સાથે બંધાયેલ જ હતી. આપણો જીવ મિથ્યાત્વનું લંગર છોડે તો જ આત્મા તરફથી સફર શરૂ થાય. વળી કેટલાક મિથ્યાત્વને આપણે આ મિથ્યા છે, એમ જાણતા હોવા છતાં છોડતા નથી, કારણકે એમાં આપણો સ્વાર્થ હોય છે. આપણી અનુકૂળતા અને મમત્વને કારણે આપણે મિથ્યાત્વને પોષતા હોઈએ છીએ. મિથ્યાત્વના ચશ્માં ઉતારી ખુલ્લી દૃષ્ટિથી જોવાની આપણી હિંમત નથી. આ વાતને જ્ઞાનીપુર સુંદર દૃગંતથી સમજાવી છે. એક ગામના શેઠને પોતાની ઉમરલાયક કન્યાનો વિવાહ કરવો છે. પુત્રી કુરૂપ છે. કોઈ મુરતિયા તેને પસંદ કરતા નથી. શેઠ ઉપાય વિચાર છે. એક અંધ યુવાનને કહે છે, તારે લગ્ન કરવાં છે ? અંધ યુવાન કહે, શા માટે મશ્કરી કરો છો ? હું અંધ છું, મારી સાથે કોણ પોતાની કન્યા પરણાવે ? શેઠ કહે, હું મારી પુત્રી જોડે તારો વિવાહ કરું. સુરદાસ ખુશ...! પુત્રી અને અંધ જમાઈ શેઠને ઘરે સુખેથી રહે છે. આંખ નથી એટલે રૂપકુરૂપનો તે યુવાનને ભેદ નથી. તે પોતાની પત્નીને પ્રેમ કરે છે. એક વાર શેઠને ત્યાં તેનો મિત્ર પરદેશથી આવે છે. કહે છે કે, હવે તો તબીબી વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે હું ઉપચાર કરી તારા જમાઈને દૃષ્ટિ અપાવી શકું છું. શેઠ કહે, જરૂર નથી. મિત્ર કહે, કેમ ? શેઠ કહે, મારો જમાઈ દૃષ્ટિહીન છે ત્યાં સુધી મારી પુત્રીને કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ વાંધો નથી. તે ચાલ્યા કરશે. પ્રેમ કરશે. આંખો મળતાં કુરૂપ પત્નીને જોઈ કદાચ પ્રેમ કરતો અટકી પણ જાય. એની દૃષ્ટિ મારી પુત્રીના સુખ માટે જોખમ છે. આપણે પણ અજ્ઞાનના અંધારામાં મિથ્યાત્વને પ્રેમ કરી રહ્યા છીએ. જ્ઞાનનાં પ્રજ્ઞાચક્ષુ મળે તો કદરૂપા મિથ્યાત્વને છોડી સમક્તિ તરફ વળીએ. એક વ્યક્તિને ખીર બહુ ભાવે, થાળીમાં પીરસાણી. તેને પેટની વ્યાધિ હતી, તે કારણે તેને વૉમિટ થતાં તે ખાધેલી ખીર થાળીમાં પડી. એક વાટકામાં ખીર ભરી લીધી અને એક અંધ સુરદાસને તે ખીર આપી. વમેલી ખીર જેણે વમન દૃશ્ય જોયું છે તેને આ ખીર કુત્સિત, સૂગવાળી લાગી, પરંતુ સુરદાસે ખાઈ લીધી. કારણકે તેને ખબર નથી. તેણે આ દૃશ્ય જોયું નથી, કારણ તેની પાસે આંખ નથી, બસ અજ્ઞાનનો અંધાપો લઈને ફરતાં આપણું પણ કંઈક આવું જ છે. જ્ઞાનીઓ પાસે સમ્યક દૃષ્ટિ છે તેથી તેઓ આ સંસારનાં સુખોથી અલિપ્ત રહેશે. યુગપુરુષ શ્રીબ્દજીએ કહ્યું છે, સકળ જગત તે એંઠવત્ અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન.” આમ જ્ઞાની માટે આખો સંસાર વમનના વાટકા સમાન છે. સર તો આપણને જ્ઞાન આપવા તત્પર છે. એમનો હાથ તો આપણા તરફ લંબાયેલો જ છે. આપણે એ હાથ પકડી લેવાનો પુરુષાર્થ કરીશું તો કર્મદળમાંથી બહાર નીકળી શકીશું. સપુરુષોનાં વચનો નકશાની રેખાઓ જેવાં હોય છે. જ્ઞાનીનો ઉપદેશ નકશો છે. જો તેમણે ચીંધ્યા માર્ગે ચાલીએ તો લક્ષ સુધી પહોંચાય. તેમનાં વચનામૃતો માત્ર વાંચવાં કે સાંભળવાથી આગળ નહીં વધાય, આચરણમાં મૂકવાં પડશે, પ્રયોગ કરવો પડશે. અનુભૂતિમાં આવશે તો સફળ થઈશું. નકશો જોયા કરવાથી લક્ષે નહીં પહોંચાય. લક્ષે પહોંચવા તો સ્વયં સક્ર કરવાનો પુરુષાર્થ કરવો પડશે. ૮૩ ૮૪
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy