SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે કામ વિશ્વકલ્યાણની વાટે સમાન, પતાકા સમાન, પૂંઠાં સમાન અને કંટક સમાન એ ચાર પ્રકારના માનવામાં દર્પણ સમાન માનવી શ્રાવકશ્રેષ્ઠી છે. જ્ઞાનીઓએ આ માનવીનું આ ચાર પ્રકારમાં અલગ વિભાજન કરીને આપણને દર્પણ જેવા માનવ બનવાની પ્રેરણા આપી છે. ધજા, પૂંઠાં કે કંટક જેવા ન જ બનીએ અને આત્મનિરીક્ષણ કર્યા પછી આમાંના આપણા સ્વદોષનું દર્શન કરી, એ દૂર કરીશું તો આપણા આત્મગુણોનો વિકાસ સાધી શકીશું. જૈન ધર્મમાં અષ્ટમંગલને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત (ગવળી), વર્ધમાન (સંપુટ), ભદ્રાસન, પૂર્વકળશ, મીનયુગલ અને દર્પણ આ બધાંને માંગલિક પ્રતીકો ગપ્યાં છે. આમાં આઠમું મંગલ દર્પણ છે જે કેવળી પ્રરૂપિત ધર્મનું પ્રતીક ગણવામાં આવે છે અને તે જ આત્મનિરીક્ષણની પ્રેરણા આપે છે. માટે જ જ્ઞાનીઓએ માનવીને દર્પણતુલ્ય બનવાનો પુરુષાર્થ કરવાની પ્રેરણા આપી છે. અંધાપો આપણો આત્મા કર્મોનાં બંધનથી બંધાયેલો છે. આપણે સૌ મુક્તિપંથના પ્રવાસીઓ છીએ. કર્મનાં આ બંધનો તોડવા માટે સર્વપ્રથમ તો એ બંધનનું સ્વરૂપ જાણવું પડશે. સ્વરૂપ જાણ્યા પછી એ બંધન તોડવાનો સમ્યફ પુરુષાર્થ કરવો પડશે. કર્મબંધનનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. ખરાને ખોટું માનવું અને ખોટાને ખરું માનવું, અનિત્યને નિત્ય, અશુદ્ધને શુદ્ધ કે દુ:ખને સુખ માનવું એટલે મિથ્યાત્વ. આ માન્યતાઓને છોડીએ તો જીવનમાંથી મિથ્યાત્વની વિદાય થાય અને કર્મબંધનની પ્રક્રિયાનું સાતત્ય તૂટે અને કર્મબંધન અટકે. મિથ્યાત્વના સ્વરૂપને સમજીશું તો મિથ્યાત્વ છોડવામાં સરળતા રહેશે. કોઈ વ્યક્તિ કુળપરંપરાગત ધર્મ પાળે. સાચા અર્થમાં એ ધર્મ ન હોય. અંધશ્રદ્ધા કે કુરૂઢિનું પોષણ થતું હોય છતાંય સત્યાસત્યનો વિવેકબુદ્ધિથી વિચાર કર્યા વિના વળગી રહે તે મિથ્યાત્વ છે. આ મોહ છે અને મોહનીય કર્મની શક્તિ એટલી પ્રબળ હોય કે તેના કારણે ખરા ધર્મની કસોટી થઈ શકતી નથી. વળી કેટલાક મૂઢતાને કારણે સત્ય ધર્મ પારખવાની બુદ્ધિ ધરાવતા નથી અને પુરુષાર્થ પણ નથી કરતા તો વળી કેટલાક તો સમજી ગયા હોય છે કે મારી ધર્મમાન્યતા કે કલ્પના ખોટી છે. છતાં નિજ અહને કારણે ખોટી તાર્કિક દલીલો કરી કુમતને સિદ્ધ કરવાનો અવળો પુરુષાર્થ કરે છે. પુરુષોનાં વચનમાં સંશય કરી મિથ્યાત્વની પુષ્ટિ કરે છે. કેટલાક લોકો લોકપરંપરાના સંદર્ભે લોકસંજ્ઞાના પ્રવાહમાં તણાઈને મિથ્યાત્વને ૮૨ ૮૧
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy