SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે વિશ્વકલ્યાણની વાટે પણ કહી શકાય છે. પાણીનો અનાવશ્યક વ્યય, વૃક્ષો - છોડવાઓનો અનાવશ્યક ઉપભોગ આ બધું મહાવીરની અહિંસામાં અરણીય કાર્ય છે. ધ્વનિ, વાયુ-પ્રદૂષણ અને જળ-પ્રદૂષણની સમસ્યાનું સમાધાન માત્ર વનસ્થલીનું નિર્માણ જ નથી. તેનું સમાધાન છે વ્યાવસાયીકરણની આંધળી પ્રવૃત્તિ પર નિયંત્રણ. શું આ મુક્ત માનસિકતા અને મુક્ત ભોગના વાતાવરણમાં સંયમની વાત વિચારી શકાય એમ છે ખરી ? શું સંયમનો અર્થ સમજ્યા વગર આપણે પર્યાવરણના પ્રદૂષણને ઘટાડી શકીશું ખરા ? પર્યાવરણનું પ્રદૂષણ આરોગ્યને પ્રભાવિત કરી રહ્યું છે. અધિક આવશ્યકતા, અધિક માગ, અધિક ખપત અને અધિક ઉપભોગ પર્યાવરણ-પ્રદૂષણનાં કારક તત્ત્વો છે. આ વૈજ્ઞાનિક અને વિકાસના યુગમાં આવશ્યકતા તેમ જ ઉપભોગને ઘટાડવાની વાત કહેવી એ જાણે અપરાધ જેવું લાગે છે. આપણે સચ્ચાઈ સામે ક્યાં સુધી આંખમમીંચામણાંની રમત રમતા રહીશું ? આખાય યથાર્થને સ્વીકારવું જ પડશે. પર્યાવરણ વિજ્ઞાનનું એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે - લિમિટેશન, પદાર્થો ઓછા છે અને ઉપભોગતાઓ અધિક છે. આ સમસ્યાનું સમાધાન છે - સંયમ. વૃક્ષ પર્યાવરણના પ્રદૂષણને ઘટાડે છે. આ દૃષ્ટિએ બગીચાઓ અને જંગલોનું મહત્ત્વ અધિક છે. પ્રદૂષણના સ્ત્રોત નિરંતર વધી રહ્યા છે અને તે વધતા જ રહેશે તો બિચારાં વૃક્ષો ક્યાં સુધી પ્રદૂષણને ઘટાડતાં રહેશે ? મૂળ સમસ્યા પ્રદૂષણ ઘટાડનારી મનોરચનાની છે. સમાજની મનોરચના પ્રદૂષણ વધારનારી છે અને આપણો મુદ્દો છે. તેને ઘટાડવાનો. આજનો માણસ માત્ર શારીરિક આરોગ્યની જ ઉપેક્ષા નથી કરી રહ્યો, તે માનસિક અને ભાવાત્મક આરોગ્યની પણ ઉપેક્ષા કરી રહ્યો છે. સ્વસ્થ શરીર તો સ્વસ્થ મન - આ સત્યને જોવાનું એક પાસું છે. તેનું બીજું પાસું છે - મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર અને મન બંનેનું આરોગ્ય આધ્યાત્મિક આરોગ્યનું કારણ બને છે. પદાર્થની ભાષાનો સમજદાર માણસ શું અહિંસાની આ ભાષાને સમજવાનો પ્રયત્ન કરશે ખરો ? ભગવાન મહાવીરે પર્યાવરણનો આધાર જ માત્ર નથી આપ્યો, તેની ક્રિયાન્વિતીનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકતી હોય તે જીવની હિંસા ન કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપભોગ અનિવાર્ય છે, તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા આવશ્યક છે. આજે પૃથ્વીનું વધારે પડતું દોહન થઈ રહ્યું છે. તેનાથી જગતનું સંતુલન વેરવિખેર થઈ રહ્યું છે. ઊર્જાના સોત સમાપ્ત થઈ રહ્યા છે. ખનિજ ભંડારો ખાલી થવા લાગ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં સક્રિય બન્યા છે. સાથેસાથે ઉપલબ્ધ સ્રોતોની સમાપ્તિથી પણ ચિંતિત છે. પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. એવી આશંકા છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ બની જશે. જંગલો ને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેનાં પરિણામો અનેક પ્રદેશો અત્યારે ભોગવી રહ્યા છે. વરસાદની ઊણપનું બહુ મોટું કારણ વૃક્ષોનું નિકંદન માનવામાં આવી રહ્યું છે. ઇછા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસાને ભડકાવી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ છિન્નભિન્ન કર્યું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિ છે તો સાથેસાથે તે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થ સીમિત છે, ઉપભોક્તા અધિક છે અને ઈચ્છા અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે - ઇચ્છાનો સંયમ કરી, તેમાં કાપકૂપ કરો. જે ઇચ્છા પેદા થાય તેને તે જ સ્વરૂપે સ્વીકારી ન લેવી, પરંતુ તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો ને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુ ને વધુ સાધનો રજૂ કરવા ઇચ્છે છે, જે અગાઉ ક્યારેય નથી બન્યા તેવા પદાર્થો ઈચ્છે છે. એક તરફ લોકોનો સુવિધાવાદી દૃષ્ટિકોણ બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની હોડ શરૂ થઈ ગઈ છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ કંઈક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો અને પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયાં છે. આવી સ્થિતિમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ બગડ્યું છે. આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે, પરંતુ આ પ્રદૂષણ દૂર થાય કઈ રીતે ? સુવિધાવાદી આંકાક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યાને ન જ ઉકલી શકાય. શ્રમણ સંસ્કૃતિ એ ઉપભોગ નહીં પણ ઉપયોગની સંસ્કૃતિના આચરણ પર ભાર મૂક્યો છે જેથી કુરતી સંપત્તિનો બેફામ દુર્વ્યય અટકશે. વીતરાગી પ્રભુ મહાવીરે પ્રરૂપેલ માર્ગનું આચરણ પર્યાવરણ સંતુલન માટે જરૂર સહાયક થઈ શકે.
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy