SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે પણ નિષેધ કર્યો છે. કોલાહલના કારણે થતાં ધ્વનિ પ્રદૂષણ સામે મૌનનો મહિમા પ્રગટ કર્યો છે. આમ, જૈન ધર્મનાં વ્રતો ને સિદ્ધાંતો પર્યાવરણના સંતુલનમાં સહાયક બને છે. આ જગતમાં હું એકલો નથી, માત્ર મારું જ અસ્તિત્વ નથી. આ પર્યાવરણ વિજ્ઞાનનું મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. માટી, પાણી, અગ્નિ, વાયુ ને છોડ-વૃક્ષોનું રક્ષણ કરવું એટલે પોતાના અસ્તિત્વનું રક્ષણ કરવું. તેમના પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષણનો અર્થ છે જીવનને જોખમમાં નાખવું. કારખાનાનો કચરો અને પ્રદૂષિત પાણી, માટી અને જળ બંનેને દૂષિત કરી રહ્યાં છે. પ્રદૂષણનાં કારણોને માણસ જાણે છે છતાં તે પ્રદૂષણમાં વૃદ્ધિ કરી રહ્યો છે. તેની પાછળ તેનું અજ્ઞાન કામ કરી રહ્યું છે. તેનું બીજું કારણ છે-આધ્યાત્મિક સ્વાસ્યની ઊણપ. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા જૈન ધર્મના સંદર્ભ પર આચાર્ય મહાપ્રજ્ઞના વિચારો ચિંતનપ્રેરક છે. - ભગવાન મહાવીરે કહ્યું : માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ તમામમાં જીવન છે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વનો અસ્વીકારનો અર્થ છે - પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર. પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર વ્યક્તિ જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દૃશ્ય અને અદેશતમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. અચેતન જગતના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. આ જગતમાં રહેનારી પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનની ઓઢણી ઓઢેલી છે. જીવ જીવને પ્રભાવિત કરે છે, તેમ અજીવને પણ પ્રભાવિત કરે છે. આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે, તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે. અન્યનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાને સ્વીકારનાર માણસ જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરી શકે છે. અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસામાં અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત અત્યંત પ્રાચીન છે. ચૈત્યવૃક્ષની પરંપરા મહાવીર સાથે વનસ્થલીનું નામ જોડાયેલું છે. વનમાં રહેનાર માણસે નગર વસાવ્યું. ૭૩ કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ વનમાં જે ઉપલબ્ધ છે તે નગરમાં નથી. આ અનુભૂતિએ વળી પાછું નગરને વનસ્થલી સાથે જોડવ્યું છે. વૃક્ષો અને માણસને ક્યારેય અલગ પાડી શકાતાં નથી. વૃક્ષો દ્વારા ઑક્સિજનની પૂર્તિ થતી રહે છે. તેનાથી આપણું શારીરિક આરોગ્ય જળવાઈ રહે છે. તે આધ્યાત્મિક આરોગ્યના વિકાસમાં પણ સહાયક નીવડે છે. મહાવીર પોતાના સાધનાકાળમાં અનેક વૃક્ષો નીચે રહ્યા હતા. વૃક્ષોનો એક વર્ગ છે - ચૈત્યવૃક્ષ. જેની આસપાસ ચોતરો હોય, ચબૂતરો બનાવેલો હોય તેને ચૈત્યવૃક્ષ કહેવામાં આવે છે. આ એક અભિગમ છે. આ શબ્દનો બીજો અર્થ આ પ્રમાણે છે. જેનું સાન્નિધ્ય ચિત્તને આફ્લાદિત કરનારું અથવા તો ચેતનાને જગાડનારું હોય તે ચૈત્યવૃક્ષ છે. ચૈત્યવૃક્ષની પરંપરા ચેતના સાથે જોડાયેલી છે. પીપળો, અશોક, શાલ-આવાં વૃક્ષોનો ચેતનાના જાગરણ સાથે ગાઢ સંબંધ છે. તેમની ઉપેક્ષા પોતાના અસ્તિત્વની ઉપેક્ષા કરતાં જરાય ઓછી નથી. જૈનોના તમામ તીર્થકરોના દીક્ષા અને કેળવજ્ઞાનની પ્રાપ્તિના પ્રસંગો (કલ્યાણકો) વન અને વૃક્ષ સાથે જોડાયેલા છે. અજિતનાથને શક્રમુખ ઉદ્યાનમાં સપ્તપર્ણ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. તીર્થંકર સંભવનાથને સહસ્સવનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું. આદિનાથ પ્રથમ તીર્થંકર ઋષભદેવને શટમુખ ઉદ્યાનમાં વટવૃક્ષ (વડલા) નીચે કેવળજ્ઞાન થયું. પાર્શ્વનાથ ભગવાનને આશ્રમપદ ઉદ્યાનમાં અશોકવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીને શ્યામવનમાં શાલવૃક્ષ નીચે કેવળજ્ઞાન થયું. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન પછી સમવસરણમાં બિરાજી ચૈત્યવૃક્ષ નીચે પ્રથમ દેશના આપી. ચરમતીર્થકર મહાવીરસ્વામી ગુણશીલ આદિ ચૈત્ય વગેરે. ઉદ્યાનોમાં શેષકાળમાં વાસ કરતા અને ઉદ્યાનમાં ચાતુર્માસ અર્થે રોકાતા. આમ જૈન તીર્થકરોનો વૃક્ષો-વન અને પ્રકૃતિ સાથેનો અતૂટ નાતો અભિપ્રેત છે. મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દીના પ્રસંગ પછી મહાવીર વનસ્થલીનું કાર્ય શરૂ થયું. દિલ્હી માત્ર હિન્દુસ્તાનની જ રાજધાની નથી, પ્રદૂષણની પણ રાજધાની છે. અનેક પાર્ક અને વનસ્થલી હોવા છતાં તે બે દસકા પછી રહેવાયોગ્ય નહીં હોય એમ પ્રતીત થયા કરે છે. આવા સંજોગોમાં મહાવીર વનસ્થલીનું શું વિશેષ મહત્ત્વ હશે એ પણ એક પ્રશ્નાર્થચિહ્ન છે. આનું સમાધાન આપણે મહાવીરના જીવનદર્શનમાંથી શોધવાનું - પામવાનું છે. - પ્રદૂષાગની સમસ્યા મહાવીર અહિંસાના મહાન પ્રવક્તા હતા. તેમના અહિંસાવિજ્ઞાનને પર્યાવરણવિજ્ઞાન
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy