SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે જ અવધાનથી સાવધાન એકીસાથે એક કરતાં વધુ વસ્તુને સ્મૃતિમાં ધારણ કરવી - યાદ રાખવી એને ‘અવધાન' કહે છે. મતિની નિર્મળતાને કારણે આવી શક્તિ પ્રગટ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ શતાવધાન સિદ્ધિ કરીને મનઃશક્તિનો આશ્ચર્યજનક પ્રભાવ, એના પ્રયોગો કરીને પ્રગટ કર્યો હતો. મુનિ સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી)માં નાનપણથી ઘણી વસ્તુ યાદ રાખવાની સહજશક્તિ હતી જ, હવે એમણે એવું સાંભળ્યું કે, અમુક જણ શતાવધાનના પ્રયોગ કરે કાકા કાલકા વિશ્વકલ્યાણની વાટે જ સાચા જવાબ આપવાના હોય છે. હવે બન્યું એવું કે, મુનિ સૌભાગ્યચંદ્રને અવધાનના પ્રયોગો બતાવી જુવાનોને આકર્ષવાની, તેઓને સંયમ અને બ્રહ્મચર્ય દ્વારા ચિત્તની એકાગ્ર શક્તિ વધારવાના માર્ગે લઈ જવાની હોંશ જાગી. તે ઉત્સાહથી અવધાનના પ્રયોગો બધે ખાસ બતાવવા લાગ્યા. આ જોઈને ગુરુદેવને લાગ્યું : ‘અવધાન બતાવવાની વૃત્તિ વધશે તો એમાંથી અહંકારનું ભૂત વળગશે ! અહે જાગશે તો એની ભક્તિધારા ડહોળાઈ જશે. ચિત્તવૃત્તિ ચંચળ થઈ જશે. આમ થાય તો અવધાનશક્તિ દ્વારા આત્મશક્તિનો ઉત્કર્ષ કરવાની વાત બાજુએ રહી જશે ! ‘આવા અસાધારણ અવધાન-પ્રયોગથી લોકો આશ્ચર્ય પામે, પ્રશંસા પણ કરે, પરંતુ લોકોને ધર્મમાર્ગે વાળવા માટે તો આંતરતત્ત્વની ઉપલબ્ધિ જોઈએ. અવધાન તો એની પાસે તુચ્છ જેવાં છે ! અન્ય સિદ્ધિઓ પણ નહિવત્ છે.' ‘આમ આકર્ષાય છે આત્માની શક્તિ દ્વારા. માણસ ભલે બુદ્ધિથી અંજાય છે, પ્રભાવિત થાય છે, પણ પલટાય છે તો આત્માની શક્તિથી.' તેથી ગુરૂદેવ એક બાજુથી મુનિ સૌભાગ્યને પ્રોત્સાહિત કરી સમાજમાં એમની શક્તિને આગળ લાવતા હતા, છતાં વચ્ચેવચ્ચે મીઠી ટકોર કરીને આ બધી શક્તિ આત્માનો ગુપ્ત ભંડાર ખોલવામાં, અધ્યાત્મવિદ્યાનો રંગ લગાડવામાં વપરાય એ માટે પ્રેરતા હતા. - ૧૯૩૩માં અજમેર મુકામે સ્થાનકવાસી જૈન સાધુઓનું સંમેલન ભરાયું હતું. એ વખતે નાનચંદ્રજી મહારાજશ્રીને કેટલાક આર્યસમાજી વિદ્વાનો મળવા આવ્યા. તેમણે મહારાજશ્રીને વિનંતી કરી કે, મુનિ સૌભાગ્યચંદ્રના અવધાન પ્રયોગો અજમેરમાં ગોઠવો તો સારું. એટલે ત્યાંના દયાનંદ સરસ્વતી હૉલમાં એ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો. | મુનિ સૌભાગ્યની વિદ્વત્તા, સ્મૃતિ, મેધાશક્તિ જોઈને ઘણા જાણીતા વિદ્વાનો, પંડિતો ચકિત થઈ ગયા. તેઓએ મુનિ સૌભાગ્યને ‘ભારતરત્ન’ની પદવી આપી. ત્યાર બાદ અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈ સ્કૂલના આચાર્ય બળવંતરાય ઠાકોરના પ્રમુખપણા હેઠળ મુનિ સૌભાગ્યના અવધાન પ્રયોગો ક્યુપીટર થિયેટરમાં યોજવામાં આવ્યા. શહેરના સુપ્રતિષ્ઠિત સજ્જનો અને વિદ્વાનો હાજર હતા. ત્યાં પુછાયેલા પ્રશ્નોમાંથી થોડાક અહીં આવ્યા છે. એ પરથી કેવા સવાલો પૂછવામાં આવે છે એનો કંઈક ખયાલ આવશે. ૧. ગુજરાત કૉલેજના સંસ્કૃતના પ્રોફેસર અત્યંકરે એક સંસ્કૃત શ્લોકનું અર્ધમાગધીમાં ભાષાંતર પદ્યમાં કરવા કહ્યું. ૨. મા. રામનારાયણ વિ. પાઠકે સંસ્કૃત પાદપૂર્તિ પરથી સંસ્કૃત શ્લોક બનાવવા કહ્યું. ૩. પ્ર. ડૉ. ચંબકલાલ દવેએ ક્રિકેટ પર સંસ્કૃત શ્લોક રચવા કહ્યું. ૪. પ્રા. ડૉ. અનંતરાય રાવળે ‘વાદે વાદે જાય તે તત્ત્વબોધઃ' એ વિષય પર ૪૨ સાંભાગ્યચંદ્રજીને પણ થયું : ‘લાવને હું પણ અવધાનના પ્રયોગ કરી જોઉં.' તેમણે શરૂમાં આઠ અવધાન, પછી વધતાં પચીસ, પાંત્રીસ એમ વધારે ને વધારે અવધાન સહજ રીતે કરી બતાવ્યાં. ગુરુદેવે પણ એમની શક્તિને વધાવી. પછી તો ઈ.સ. ૧૯૩૨ માં સૌભાગ્યચંદ્રજીએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલીક જગ્યાએ જેમ કે ધાંગધ્રામાં પાંત્રીસથીય વધારે અવધાનના પ્રયોગ કરી બતાવ્યા. યુવાન વર્ગ અને અન્ય લોકો એ અભુત શક્તિ જોઈને મુનિશ્રીની પ્રશંસા કરવા લાગ્યા. આ જોઈને ગુરુદેવે એમને પ્રોત્સાહન આપવા જાણે ટકોર કરતા હોય એમ કહ્યું : હજ સો તો પૂરાં કર. એ પહેલાં બતાવ-બતાવ શું કરે છે ?' ગુરુદેવને મન એમ હતું કે સૌભાગ્યમુનિ લઘુ શતાવધાની નહિ, પણ ગુરુ શતાવધાની થાય તો સારું. શતાવધાનમાં એકસાથે સો જુદી જુદી બાબતો અંગે પૂછવામાં આવતા પ્રશ્નોના ૪૧
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy