SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વકલ્યાણની વાટે છું. જેમ સવારનું રાંધેલું અનાજ સાંજે બગડી જાય છે, ગંધાઈ જાય છે તેમ પગલથી બનેલું અને અન્નથી પોષણ પામેલું આ શરીર એકસરખું સારું-સુંદર રહેવાનું નથી. સડન-પાન અને વિધ્વંસ તેનો સ્વભાવ છે. તેથી શરીર બીમાર પડે છે કે આત્મા તે વિચારવાયોગ્ય છે. બન્નેની બીમારી અલગઅલગ છે. પહેલા તો આત્માની ભ્રાંતિને ટાળવી જોઈએ. તેનો ઈલાજ છે “ઓષધ વિચાર ધ્યાન". હું કોણ છું ? શું છું અને શરીર શું છે તેનું ચિંતન જ જરૂરી છે. હું આ દેહરૂપી ભાડૂતી ઘરમાં રહું છું. સમય આવ્યે ખાલી કરવું પડે. દેહદેવળમાં બિરાજિત દેહ-કર્મ અને રાગાદિ ભાવોને જાણનાર ચૈતન્ય આત્મા છું એ જાણી સ્વરૂપમાં સમાઈ જવું. ચક્રવર્તીની સમગ્ર સંપત્તિ કરતાં સ્વરૂપ રમણતાનો એક સમય વધારે કીમતી છે. જ્ઞાનીએ કહ્યું છે કે, જ્યારે એમ લાગે કે શરીર નિમકહરામ થઈ ગયું છે ત્યારે આત્માએ જાગૃત થઈ પોતાનો માલ બચાવી લેવો જોઈએ. - જ્યારે ઘર બળતું હોય ત્યારે સૌથી મૂલ્યવાન પદાર્થને આપણે ઘરની બહાર કાઢીએ છીએ. માત્ર ચેતનતત્ત્વ જ મૂલ્યવાન છે. આવાં શરીર તો આ જીવે અનંતવાર ધારણ કર્યો ને છોડવાં. પૂર્વભવથી સંબંધો અને શરીર છોડીને જ આવ્યા છીએ તો હવે નવું શું? પુદ્ગલનું બનેલ શરીર પાછું પુદ્ગલને સોંપવું છે. માટે જ મહાપુરુષો અંતિમ સમયે પુદ્ગલને વીસરાવી દે છે. આપણને શરીર કાઢી મૂકે ત્યારે હારી, હતાશ થઈ રોતારોતા જવું પડે છે. અનિચ્છાએ જવું પડે છે ત્યારે જ્ઞાનીનો આત્મા બોલે છે, મારો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં છું, શરીર મને શું કામ કાઢી મૂકે, હું જ શરીરનો ત્યાગ કરું છું. આવા સકામ અને પંડિતમરણે મરનારને જન્મ-મૃત્યુથી મુક્તિ મળે છે. આત્મજ્ઞાન એ કાળનો કાળ છે. દેહનો નિવાસ શાશ્વત નથી. તીર્થકરોને પણ અમર શરીર મળ્યાં નથી, માટે હું આત્મનિષ્ઠાપૂર્વક દેહ છોડીશ. હું આત્મા છું, શરીર નથી તે ભાવમાં સતત રહીશ. સંલેખના વ્રત ગ્રહણ કરવું એટલે “સંવર' ભાવમાં આવવું. વ્રતમાં આવતા નિર્મળ જીવનચર્યા શરૂ થાય છે જે આવતાં કર્મોને રોકવાની પાળ સમાન છે. આસ્રવ (કર્મનો આવતો પ્રવાહ) તો બંધ થાય છે, પણ સાધનામાં આગળ વધતા કર્મની નિર્જરા પણ થાય છે. કાકા કાકા વિશ્વકલ્યાણની વાટે કામ અહીં સાધક સતત અનુપ્રેક્ષામાં રમમાણ રહે છે. બાર ભાવના અને ચાર પરાભાવના આ સોળ ભાવનાનું ચિંતન શુભમાંથી શુદ્ધ તરફ જવાનો રાજમાર્ગ છે. સંસારભાવના, અશરણભાવના અને અનિત્યભાવના વૈરાગ્યપ્રેરક બને છે. અંતે આ ભાવના-અનુપ્રેક્ષાનું ચિંતન સાધકને અજન્મા બનાવી શકે. જન્મની વેદના વિશે આપણે કલ્પના કરતાં નથી, કારણકે તે તો પરભવની, આવતા ભવની વાત છે. આપણે માત્ર મૃત્યુની વેદના વિશે વિચારીએ છીએ, કારણ તે આ ભવમાં જ વેદવાની છે. મત્યુની વેદનારૂપી વૃક્ષનું બીજ તો જન્મ છે, જે દિવસે આપણે જન્મથી છુટકારો મેળવશું તે ક્ષણે જ જન્મ-મરણની શૃંખલામાંથી મુક્તિ મળી જશે. છેલ્લે સાધક ક્ષમાપના, પાપસ્થાનો અને અતિચારોની આલોચના સાથે ચાર મંગલ શરણાનો સ્વીકાર કરી કાયાની માયા વિસારી સંથારાસહ સમાધિમરણ-પંડિતમરણને પામે છે. ભારતીય દર્શન સાહિત્યમાં મૃત્યચિંતન દ્વારા પ્રાપ્તિનાં સાધનો અને માર્ગ બતાવ્યાં છે. અંતિમ સમય સુધારવા સત્ય, અહિંસા અને સદાચારમય જીવનશૈલી પર ભાર મૂક્યો. આ તમામ દર્શનમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સુંદર સમન્વય થયો છે. સપુરુષોએ બતાવેલ માર્ગ પર શ્રદ્ધા અને વિવેક સાથે ચાલવાનો પુરુષાર્થ કરીશું તો સમાધિમરણનું દિવ્ય દ્વાર અવશ્ય ખૂલશે. - ૩૯
SR No.034396
Book TitleVishva Kalyanni Vate
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy