SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ * સાત્વિક સહચિંતન ર પ્રત્યેક સાંસારિક પ્રાણી પોતાના મર્યાદિત વ્યક્તિગત રૂપમાં અપૂર્ણ છે. એમની પૂર્ણતા આસપાસના સમાજ અને સંઘમાં અભિપ્રેત છે. આને કારણે જ જૈન સંસ્કૃતિ જેટલી આધ્યાત્મિક સાધના પ્રતિ ઢળેલી છે તેટલી જ ગ્રામનગર તરફ ઢળેલ છે. ઠાણાંગ સૂત્રના દશમા અધ્યયનમાં રાષ્ટ્રચિંતનનું સુપેરે નિરૂપણ થયું છે. જિનાગમ કે જૈન કથાનકોમાં રાષ્ટ્રહિતની વાતો ઠેરઠેર જોવા મળે છે. એક સભ્ય નાગરિક અને રાષ્ટ્રભક્ત જ સાચો જૈન હોઈ શકે. એકાન્ત નિવૃત્તિપ્રધાન જૈન ધર્મનો એકમાત્ર ઉદ્દેશ પરલોકહિત છે. છતાંય આ લોકોત્તર ધર્મે આલોક અને પરલોક બન્નેને પવિત્ર, ભવ્ય અને દિવ્ય બનાવવાની સદા પ્રેરણા આપી છે. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું, “અસંવિભાગી ન હ તક્સ મખ્યો'. વિવેકહીન સંગ્રહ અને તેનો ભોગ-ઉપભોગ માનવીને દુર્ગતિ તરફ લઈ જશે, પરંતુ પોતાના સંગ્રહમાં બીજ જરૂરિયાતવાળાનો પણ ભાગ છે અને તેને હિસ્સેદાર બનાવવાની સેવાભાવના, તેને બંધમાંથી મુક્તિ પ્રતિ અવશ્ય લઈ જશે. ભગવાને માત્ર ગૃહસ્થ જ નહિ, સાધુઓને પણ સેવામાર્ગનું પાલન કરવા જણાવ્યું છે. જે કોઈ સાધુ પોતાના બીમાર અથવા સંકટમાં સપડાયેલા સાથીને છોડીને ચાલ્યા જાય અને તપશ્ચર્યા અને શાસ્ત્ર સ્વાધ્યાય કરવા માંડે તો તે અપરાધી છે. તે સંઘમાં રહેવા પાત્ર નથી. તેને પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. સેવા જ એક મોટું તપ છે. તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીસ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. ઉત્કૃષ્ટ ભાવે સેવા વૈયાવચ્ચ કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે. એટલે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કહ્યું છે, 'वैयावच्चेण तिथ्थयर नामगोतं कम्म निबन्ध'. | ‘વૈયાવચ્ચ ગુણધરાણે નમો નમ:' વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર અને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે. બાળક, વૃદ્ધ, ગ્લાન, રોગી, તપસ્વીની વૈયાવચ્ચ સેવાને જૈન તપોમાર્ગમાં ત્રીજા આત્યંતર તારૂપે સ્થાન મળ્યું છે. વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે. જ્યારે જૈન ધર્મ ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં દયા અને અનુકંપા અભિપ્રેત છે, જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુ:ખ કે પીડા • ૧૧૫ જીગર સાત્ત્વિક સહચિંતન શિબિર સરકાર ઉત્પન્ન થતાં હું દુઃખી, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુઃખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુ:ખ થયું છે એવી સહાનુભૂતિ કરું, જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે, આ દુ:ખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા વૈયાવચ્ચ કરું તો નિજી સંવેદના બની જશે. તીર્થકરો દીક્ષા પહેલાં વર્ષીદાન દ્વારા પરિગ્રહ વિસર્જન કરે છે તેમાં પણ સેવાની ભાવના અભિપ્રેત છે. આ સંદર્ભે ભગવાન મહાવીર અને ગણધર ગૌતમ વચ્ચે થયેલો એક સંવાદ પ્રેરક છે. | ‘ગૌતમજે દીન-દુ:ખીની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. મારા ધન્યવાદને પાત્ર છે.' ગૌતમે જિજ્ઞાસા સ્વરે પૂછ્યું, ‘ભન્ત ! દુઃખીઓની સેવાની અપેક્ષાએ તો આપની સેવા વધુ મહત્ત્વની છે. આપ તો પવિત્ર આત્મા છો, ક્યાં આપ અને ક્યાં સંસારનાં આ પામર પ્રાણીઓ જે પોતાનાં કર્મોનાં ફળ ભોગવી રહ્યાં છે. | ‘ગૌતમ ! મારી સેવા મારી આજ્ઞાનું પાલન કરવામાં છે, એનાથી ઉપર કશું નથી. મારી આજ્ઞા તો દીન-દુ:ખીની સેવા અને પ્રાણીમાત્ર પર દયા રાખવી તે છે અને તે જ મુક્તિનો ખરો માર્ગ છે.' સાચો સેવક તેના આશ્રિતો માટે કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષની છાયામાં ઊભેલ વ્યક્તિ તેની મનવાંછિત ઈચ્છાની તૃપ્તિ કરે છે તેમ સાચો સેવક તેની નિશ્રામાં રહેલ આશ્રિતોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. સમ્રાટ ચંદ્રગુપ્ત, શ્રેણિક, કલિંગ સમ્રાટ ખારવેલ, ગુર્જર નરેશ કુમારપાળે સેવાભાવનું પ્રતિબિંબ ઝીલ્યું. જગડુશા, પેથડશા અને ભામાશા જેવાએ દાન દ્વારા સેવાભાવને ચરિતાર્થ કર્યા અને શ્રમણ પરંપરાના અને જૈન સંસ્કૃતિના સેવાભાવને ઉજાગર કર્યા. જૈનાચાર્ય વિજયવલ્લભસૂરિ અને ઉપાધ્યાય અમરમુનિ જેવા સંતોએ સેવાભાવની વિશિષ્ટતાનાં દર્શન કરાવ્યાં છે. ૩ મૈયાના આરાધક અને વિશ્વવાત્સલ્યના સંદેશવાહક ક્રાંતિકારી જૈન સંત મુનિ શ્રી સંતબાલજીએ નર્મદાકાંઠે એક વર્ષ મૌન એકાંતવાસ ગાળ્યો એ સમયે એમને ધાર્મિક અને આધ્યાત્મિક સાધના ઉપરાંત લોકકલ્યાણ માટેની સેવાકીય પ્રવૃત્તિમાં કઈ રીતે સક્રિય થવાય તે - ૧૧૬
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy