SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર જૈન દર્શનમાં સેવાભાવ જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ જૈન પત્રકાર કરે છે. કોઈ પણ ઘટનાનું તલસ્પર્શી અવગાહન કરી માર્મિકતાથી સમાજજીવનના હિતમાં જે યોગ્ય લાગે તે પ્રગટ કરે. અદભુત નિરીક્ષણ અને સ્પંદન સાથે વૃત્તાંતને વિવેકબુદ્ધિ અને તટસ્થતાના કાંઠા વચ્ચે નિર્મળ સરિતા જેમ વહેણ આપવાનું કામ કરે તે આદર્શ પત્રકાર કહેવાય. કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે કે, પત્રકાર એટલે લોકશિક્ષણનો આચાર્ય, બ્રાહ્મણોનો બ્રાહ્મણ અને ચારણોનો ચારણ, દીન-દુર્બળ અને મૂક વર્ગ પર જુલમ અને અન્યાય સામે પત્રકાર સેનાપતિ થઈ ક્ષાત્રધર્મ નિભાવે, રાજકર્તાઓની અયોગ્ય નીતિ સામે લોકમત કેળવી પ્રજાનો પ્રતિનિધિ થઈ લોકોમાં ચેતના જગાવે છે. આમ લોકસેવક, લોકપ્રતિનિધિ, લોકનાયક અને લોકગુરની ચતુર્વિધ પદવીનો ધારક પત્રકાર બની શકે છે. પત્રકારે કહેલું એક સત્ય ઇતિહાસ બની જાય છે. પત્રકાર સત્યનો સંશોધક હોય છે. શ્વેતાંબર, દિગંબર, ગચ્છ, પંથ કે સંપ્રદાયની વાડાબંધીથી પત્રકાર હંમેશાં દૂર રહે. જૈન પત્રકારત્વનો અર્થ પત્રકારત્વમાં જૈન દૃષ્ટિ. જૈન પત્રકારને હૈયે ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત વસેલું હોય. શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા, સાધુજીની સમાચારી પ્રત્યે જાગૃતિ અને શિથિલાચારને ચારિત્ર્યમાં સ્થિર કરવાના સમ્યફ પુરુષાર્થની ભાવના હોય. શાસનની હિલના થાય તેવા લેખો, સમાચારો પોતાનાં પત્ર કે પત્રિકામાં કદી પ્રગટ કરે નહિ. નહિ કે પોતાની ચૅનલમાં ટેલિકાસ્ટ કરે નહિ. જિન શાસનની વર્તમાન સમસ્યાઓ, તીર્થ કે તિથિની ચર્ચાનું વિશ્લેષણ અવશ્ય કરે, પણ ધર્મ અને શાસનની ગરિમા જળવાય તેમ જૈન પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વથી અળગો રહે. લાલચ વગર સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થ વૃત્તિથી એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ કર્મશીલ પત્રકાર હોય. લોકમત કેળવનાર લોકશિક્ષક એવા પત્રકાર જ્યારે અર્ધસત્ય અને વિકૃત સમાચારથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવાવર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે તે પોતાની કલમ દ્વારા એ ડહોળાયેલા નીરને નિર્મળ કરે, સુનામીને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃ સ્થાપિત કરવાનો સમ્યફ પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરે. જૈન ધર્મ મોક્ષપ્રધાન ધર્મ છે. શ્રમણ પરંપરા મોક્ષલક્ષી પ્રવૃત્તિની પ્રેરણા કરે છે, માટે જૈન સંસ્કૃતિની આધારશિલા મુખ્યપણે નિવૃત્તિ છે. મોક્ષમાર્ગમાં લેશમાત્ર પણ બાધક હોય એવી પ્રવૃત્તિનો જૈન ધર્મ સર્વથા નિષેધ કરે છે. જ્ઞાનીઓએ સર્વપ્રથમ તો ‘સ્વ’ આત્માની સેવા કરવાનું કહ્યું છે. કર્મ સહિત આત્મામાં બે પ્રકારની વૃત્તિઓ વહી રહી હોય છે. એક વૈભાવિક વૃત્તિ અને બીજી સ્વાભાવિક વૃત્તિ. જ્ઞાનાદિ મૌલિક ગુણો ક્ષમા, શ્રદ્ધા, વિવેક આદિ ગુણોનું પરિણામ ધારામાં પ્રગટ થવું તે છે. સ્વાભાવિક વૃત્તિ અને ક્રોધાદિ કષાયો રાગ, દ્વેષ, વિકાર આદિ દુર્ગુણોરૂપ આત્માનું પરિણમી જવું તે અને પછી તે પ્રગટ થયું તે છે વૈભાવિક વૃત્તિ. આ બન્ને વૃત્તિઓનાં સ્વરૂપને જાણી, વૈભાવિક વૃત્તિઓ દૂર કરવા અને સ્વાભાવિક વૃત્તિઓ પ્રગટ કરવા માટે પુરુષાર્થ કરવો તે સાધના આત્માની સેવા છે. આ ‘સ્વ'ની સેવાની વાત થઈ. હવે પર સેવાનાં બીજાં પાસાં વિશે વિચારણા કરીએ. જૈન ધર્મની કેટલીક વાતો માનવીને જનસેવા પ્રતિ આકર્ષિત કરે તેવી છે. પ્રત્યેક પ્રાણી એકબીજાની સેવા કરે, પોતાની યથાયોગ્ય શક્તિ દ્વારા એકબીજાને કામ આવે. જૈન ધર્મમાં એક અપેક્ષાએ જીવાત્માનું લક્ષણ વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક માનવામાં આવ્યું છે. ‘પરસ્પરોપદી નવાનામ’ તત્ત્વાર્થ સૂત્રની આ ઉક્તિ પેલા વિધાનને ચરિતાર્થ કરે છે. ૧૧૩ - * ૧૧૪ -
SR No.034395
Book TitleSattvik Sah Chintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2018
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy