SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ કોર કે પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ જ છી - - પર્યાવરણ, વૈશ્વિક તાપમાન અને ધર્મ કહી પ્રસ્તાવના વૈશ્વિક તાપમાન અને પર્યાવરણની જાળવણી એ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટેની વર્તમાન ગંભીર સમસ્યા છે. આ વિષય ખૂબ જ વ્યાપક અને ગહન છે. એક જ પુસ્તકમાં તમામ પાસાંઓને સમાવવા તે કોઈ પણ લેખક કે સંપાદક માટે ઘણું જ મુશ્કેલ છે રે છે. પર્યાવરણની સમતુલા જાળવવા સમષ્ટિની જીવસૃષ્ટિના રક્ષણ અને - યોગક્ષેમ માટે દરેક ધર્મના સંસ્થાપકો, ધર્મગુરુઓ અને ધર્મચિંતકોએ વિચારણા કરી જ છે. આ પુસ્તકમાં જેમની સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તે સંસ્થાઓ અને લેખકોનો આભાર માનું છું. અભ્યાસપૂર્ણ પ્રસ્તાવના લખી આપવા બદલ પદ્મશ્રી ડૉ. કુમારપાળ ૨દેસાઈ અને ડૉ. જે. જે. રાવળનો આભાર. પુસ્તકના લેખના સંપાદનકાર્યમાં મને મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેન ? હું બરવાળિયાનો સહયોગ મળ્યો છે. સુઘડ D.T.P. કાર્ય માટે શ્રીજી આર્ટના ન શ્રી ઠાકોરભાઈ પટેલ તથા પ્રકાશન માટે પ્રવીણ પ્રકાશનના શ્રી ગોપાલભાઈનો આભાર. પર્યાવરણની જાળવણી દ્વારા ગ્લોબલ વૉર્મિંગથી બચવા વિવિધ ધર્મોની દષ્ટિએ માનવધર્મને કેન્દ્રમાં રાખી આપણે જાગૃતિપૂર્વક યત્કિંચિત આચરણ કરીશું તો આ પુરુષાર્થ લેખે ગણાશે. મે, ૨૦૧૫ - ગુણવંત બરવાળિયા ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). gunvant.barvalia@gmail.com 09820215542 અર્પણ ધરતીને લીલીછમ રાખવા પુરુષાર્થ કરતા મૂઠી ઊંચેરા માનવોને ભાવપૂર્વક.....
SR No.034394
Book TitleParyavaran Vaishvik Tapman Ane Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy