SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રિયોને પોષવાની જ સાધના કરી. ફરી ઇન્દ્રિયોને તેના વિષયો કયાં ને કેવી રીતે મળી શકે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા તો હે ભગવંત ! એ સર્વ પાપમય ભાવોથી મુક્ત થાઉં છું. પાપોને વોસિરાવું છું..... બહિર્ભાવનો ત્યાગ કરૂ છું. કુદેવ-કુગુરૂ-કુશાસ્ત્ર ને મુખ્ય સ્થાન આપ્યું ને અરિહંતને ભૂલ્યો છું. આવા બધા સંસાર વર્ધક ભાવોનો ત્યાગ કરૂં છું. છોડું છું., મુક્ત થાઉં છું.... શરીર વહેતી નિરંતર અશુચિને દૂર કરવા પાપ રહિત નિર્દોષ સ્થાન ન મળતાં અનંતા સંમમિ જીવોનો દાળોવાટો બોલાવ્યો છે. ઘણાં કર્મો બાંધ્યા, બેદરકારીને કારણે પણ આવું ધણું પાપ થઇ જાય. છે. તેવા જીવો પ્રતિ આજે કરૂણા પ્રગટાવું છું. માફી માંગું છું.... જે સંપત્તિ ભોજનાદિ સામગ્રી તેમજ સાધુઓને ઉચિત ઉપકરણો જે અમારી પાસે છે. તેનો ઉપયોગ કરવાનો અવસર સંતોની હાજરી હોય તો જ થાય અને સાધર્મી હોય તો થાય. આવો બંનેનો જ્યારે યોગ થાય ત્યારે મારે મન-વચન-કાયાથી, તન-મનધનથી, અંતરાય તોડવા લાભ લેવાને બદલે ઉપેક્ષા સેવી હોય, લક્ષ-ધ્યાન ન દીધું હોય તો અરિહંત પ્રભો આપની સાક્ષીએ મિચ્છામિ દુકકડમ્..... ૮૪ લાખ જીવાયોનિનાં જીવને ખમાવું છું. જન્મથી લઇને આજ સુધી સારાં-માઠાં જે પરિણામો થાય છે. તેમાં હેય છે તેને છોડું છું. ધરનાં, દુકાનના, બાળકોના, કુટુંબના વેપાર વાણિજ્યમાં અનેક પ્રકારે પાપકર્મો કર્યા છે. તે બધા પાપોનું અનંત સિધ્ધ કેવળી પ્રભુની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્...... બાર પ્રકારના તપનું આરાધન કરવું જરૂરી છે. તનને મનને આત્માને શુધ્ધ બનાવવા માટે આચરવો તપ-પણ, આહારની ને દેહની આશક્તિ ના કારણે તેનું આચરણ ન કર્યું હોય ને કર્યું તો તેના ફળની આશાથી કર્યું હોય તો તેનું મિચ્છામિ દુક્કડમ્........ મારે કોઇ સાથે વેર નથી, ઝેર નથી, સહુ મારા હું સહુને ખમાવું છું. ક્ષમા માગવી એ મારો પરમ ધરમ છે. ખામેમિ સવ્વ જીવા....વંદામિ જિન ચકવીસ્સે.... હે પ્રભો ! સંસાર ભોગી મારો આત્મા ૧૮ પાપસ્થાનક સેવી રહ્યો છે. તેથી છૂટવા પ્રયત્ન કરવા છતાં પાછો પછડાટ લાગે છે. તો પણ અહંકારાદિ દ્વારા અનેક પ્રકારના કર્મો બાંધી રહ્યો છું. સાવધાની ને સાવચેતી ન રાખવાના કારણે પાપનો બોજ વધાર્યો છે. તેથી છૂટવા હું એ સર્વભાવોને વોસિરાવું છું. અત્યાર સુધીમાં મારા જીવે ચોર્યાશી લાખ જીવાયોનીમાં. ભવભ્રમણ કર્યું તેમાં મેં વ્રત ભંગ કરી અવની થઇ પ્રમાદ સેવી કર્મબંધન કર્યું હોય તે કર્મજન્યથી મલીન થયેલા મારા આત્માને પ્રાયશ્ચિતના જળથી નિર્મળ કરું છું. અત્યાર સુધીના અનંતા ભવ ભમણમાં જે જે જીવોની વિરાધના કરી હોયતે તમામને મિચ્છામિ દુક્કડમ્ કરું છું. અહો પ્રભુજી ! આત્માનુભૂતિ વિના અનંત કાળથી આથડી રહ્યો છું. જે કાંઇ ક્રિયા કાંડો તપ-જપ કર્યા તેમાં પણ કોઇ ફલાદિની આશા રાખી મિથ્યાત્વનો વધારો કર્યો. નિર્જરા કે સંવર ન થાય. કર્મો ખપવાને બદલે વધ્યા. હવે શુધ્ધાત્માની અનુભૂતિ કરવા -જીવનસંધ્યાએ અરુણોધ્ય) ( ૯ + પ્રાયશ્ચિત કરી મોટા પાપ કર્મની ગહ કરું છું. હું ક્ષમા માગું છું. આ જીવનસંધ્યાએ અરુણોધ્ય)
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy