SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ તો અભાષક છે. ન બોલવાનો છે. છતાં સ્વાર્થવશ અસત્યનો આશ્રય લીધો, વાણીના અનેક દોષોનું સેવન કર્યું છે. આજે તે સર્વને હું ત્રિયોગે કરી અરિહંત પ્રભો ! તથા ગુરૂની સાક્ષીએ વોસિરાવું છું. જતાં આવતાં કોઇ મર્યાદા નથી કરી, હવે સ્વ તરફ ઢળવા માટે ગમનાગમન રોકવા હું પ્રયત્ન કરું છું. જન્મો જન્મના પાપ છોડું છું વોસિરાવું છું.” ત્રીજું છે અસ્તેય વ્રત :- ચોરી નહી કરવાની ! છતાં પણ વિભાવભાવે બધું અદત્ત ગ્રહણ કર્યું છે. નાની મોટી અનેક પ્રકારની જાણતાં - અજાણતાં ચોરી કરી મેં મહાન પાપકર્મ બાંધ્યું છે. તેથી છૂટવા માટે હું પાપનો પાપરૂપે સ્વીકાર કરી વોસિરાવું છું...... સાતમું વ્રત છે કર્માદાનના કારણોને સમજીને છોડવા છતાં તે ઉપર ધ્યાન દીધું હોય.... ને આજીવિકા સિવાય શોખ ને સ્વાર્થ ખાતર જ ગાઢા ચીકણાં કર્મો બાંધ્યા છે. તેને છોડવા છે. તે માટે હે પ્રભો ! આપના રાહે આવવા માગું છું. સંસાર ભાવથી છૂટું છું...મુક્ત થાવ છું. મારો આત્મા સંપૂર્ણ બ્રહ્મચર્યધારી છે. અખંડ બ્રહમચારી છે. પણ વેદના ઉદયે, મોહના ઉદયે, અસંચમી બન્યો, વીર્યને વેડફી નાખ્યું. શક્તિ જ્યાં-ત્યાં જેમ-તેમ ખર્ચ કરી નાંખી પાંચ ઇન્દ્રિયો નો અસંયમ સેવી બ્રહમચર્યમાં દોષો લગાડ્યા છે. દેશ વિરતી કે સર્વ વિરતીના ભાવો ન આવ્યા હોય ને અનેક પ્રકારના દોષો સેવી અસંયમી બની આથડ્યો છું. તો પ્રભો ! આજે હું એ સર્વથી મુક્ત થવા સંપૂર્ણ સંયમી બનવા તત્પર થયો છું. પૂર્વે આચરેલા અસંયમના ભાવોને વોસરાવું છું....વોસરાવું છું....(૩). આઠમું અનર્થી દંડનું વ્રત :- વગર કારણે પાપનો બંધ જાણીને પણ પાપ કરે. અજાણતા પણ કરે, ખબર વિના પ્રમાદવશ. વધુ પાપ બંધ આપણું થાય છે. બોલવા-ચાલવામાં તો ધ્યાન વિના ઉદ્દેશ વિના અમસ્તા જ પાપ થતાં રહે છે. કોઇની સાથે લેવા દવા નહોય તો પણ પાપ-કર્મ તો બાંધતા જ જઇએ તો. તેને સમજીને વિચારીને એ પાપથી મુક્ત થાઉં છું...... મારો સ્વભાવ સમતા સમભાવી હોવા છતાં પરિણામ અવળે માર્ગે જ જાય. જેથી ક્રોધાદિ કષાયો વધ્યા, અસમાધિ વધી છે. પ્રભો ! આવા અસમાધિમય ભાવોથી મુક્ત થઇને સમતા, શાંતિને સમાધિની આરાધના કરવા તત્પર થયો છું. સાચા રૂપમાં સામાયિક કરવી છે આજ સુધીના દોષિત ભાવો દૂર થાઓ....પાપોને ત્યજું છું. પ્રભો ! મારો આત્મા નિર પરિગ્રહી હોવા છતાં કર્મથી લઇને અનેક પ્રકારની ભૌતિક વસ્તુઓનો સંગ્રહ કર્યો. પરાઇ વસ્તુને પોતાની માનીને અતિ આસક્ત કરી તેને મેળવવામાં, રક્ષણમાં, વાપરવામાં, બધામાં મૂછ રાખીને મારા કર્મોનો સંગ્રહ કર્યો. હવે તેનાથી મુક્ત થાઉં છું. મારા પણાના ભાવોથી છૂટીને મારું કંઈ નથી, સાધનને સાધન તરીકે સ્વીકારી સર્વ પરિગ્રહ સંજ્ઞાના ભાવોથી મુક્ત થાઉં છું. પાપનો ત્યાગ કરૂં છું...વોસિરાવું છું..... જે વ્રતમાં એક દિવસની મર્યાદા કરવાની છે. અમુક ચોક્કસ નિયમો લેવા જોઇએ, તે ન લીધાં હોય ને તે મર્યાદાનો ભંગ કર્યો તો તેનું મિચ્છામિ દુક્કડમ્...... છઠું વ્રત છે દિશાની મર્યાદા :- દ્રવ્ય ભાવ બંને દિશામાં આત્માને પોષવા માટેની અપૂર્વ સાધના કરવાને બદલે -જીવનસંધ્યાએ અરુણોદય) (૯૭ - જીવનસંધ્યાએ અરુણોદય) (૯૮ w
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy