SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ મને દ્વેષ ન આવતો પણ માધ્યસ્થ ભાવ વડે હું તેની ઉપેક્ષા રાખતો, પરંતુ આટલા માત્રથી મોક્ષ માર્ગે જવાના પ્રવેશ દ્વારમાં પ્રવેશની મારી યોગ્યતા પ્રાપ્ત થતી નથી. માટે હું પણ પાછો વળું છું.' પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે દ્વારપાલે તેને માટે મોક્ષનું દ્વાર ખોલી નાખ્યું હતું. શાંત સુધારસનું પાન કરાવનાર આ એક ઉપનય કથા છે. વાસ્તવમાં મોક્ષદ્વારેથી આપણે કરોડો જોજન દૂર છીએ. આપણે સૌ એ માર્ગે જવા તત્પર છીએ એટલે આ દૃષ્ટાંતકથાનું ચિંતન કરતા જીવનમાં મોક્ષ માર્ગે જવાના ગુણોનું સ્પષ્ટીકરણ થશે. માત્ર જ્ઞાની કે પંડિત થવાથી એ માર્ગે જઈ શકાશે નહિ. જ્ઞાન સાથે ભાવયુક્ત ક્રિયા ભળે તો મોક્ષદ્વારે જઇ શકાશે. આ નાનક્ડી કથાની શબ્દ ગુંથણી નીચે એક દિવ્ય દૃષ્ટિબિંદુ સંગોપ્યું છે. આ ઉપનય ક્થામાં જે અભિપ્રેત સત્ય છે તેનો સ્વીકાર કરવાનો છે. ભાવનાઓનું ઉદ્ગમસ્થાન અંતઃકરણ છે, ચિત્ત છે, ચિત્તના નિર્મળ ભાવો ક્રિયાને પૂર્ણ બનાવશે. ભાવના વિનાની ક્રિયા એકડા વિનાના મીંડા જેવી છે. ધર્મ અનુષ્ઠાનોની ક્રિયાની પશ્ચાદ્ભૂમાં ભૌતિક કામના કે વાંછના સાધના માર્ગને સાચી દિશા ન આપી શકે. આપણે આપણાં ચિત્તમાં કેન્દ્રિત થવાનો પુરુષાર્થ કરીએ એ જ સમ્યક્ પુરુષાર્થ છે. બાહ્ય ધર્મ ક્રિયા કરી સંતોષ માનવાથી આધ્યાત્મિક અનુષ્ઠાનોનો પૂર્ણ ફાયદો ઉઠાવી શકાશે નહિ. સ્વર્ગ, નર્ક કે મોક્ષનો આધાર મનુષ્યના મન પર છે. ચિત્તમાં-અંતઃકરણમાં ક્રાંતિ જ આત્માને ઉર્ધ્વગમન કરાવી શકે. મોક્ષમાર્ગ માટે શુષ્કજ્ઞાન નહીં પણ ક્રિયા દ્વારા અનુભવજ્ઞાન જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૫૧ ઉપયોગી છે. માત્ર કાયાકષ્ટયુક્ત તપ નહિ પણ ભાવયુક્ત આત્યંતર તપ જરૂરી છે. દાનની સાથે ભાવશુદ્ધિ, અંતઃકરણમાં ત્યાગની ભાવના અહંકારમુક્ત, વિવેકયુક્ત દાન કે જે સંપત્તિના વિસર્જનની ભાવનાવાળું હોય તે ઉપયોગી છે. જે વ્યકિતના જીવનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થભાવનાનું અવતરણ થાય છે અંતે તે મોક્ષમાર્ગનો અધિકારી બની જાય છે. જ્ઞાનીને મરણભય શાનો ? શ્રી પંડિત ટોડરમલજીની અનોખી વિદ્વતાથી કેટલાક લોકો ઇર્ષાગ્નિમાં બળતા હતા, કારણ કે જયપુરના મહારાજા પાસે એમની ખૂબ પ્રતિષ્ઠા હતી. તેથી કેટલાક દ્વેષી પંડિતોએ યંત્ર રચીને પોતાના ધર્મ-અપમાનનો એમના પર આરોપ ઠોકી બેસાડ્યો. જયપુરના મહારાજાએ પણ સાંપ્રદાયિકતાને વશ થઇને એમને હાથીના પગ નીચે કચડી નાખવાનો મૃત્યુદંડ જાહેર કર્યો. નિર્દોષ પંડિતજીને મદોન્મત્ત હાથીની સામે બેસાડી દીધા. જ્યારે મહાવત હાથીને આગળ ધપાવવા ઈચ્છતો ત્યારે હાથી પગ તો ઉઠાવતો, પરંતુ એમના પર પગ નો’તો મૂકતો. મહાવતના મારથી હાથી લોહીલુહાણ થઈ ચિચિયારી પાડતો હતો. આ જોઇને પંડિત ટોડરમલજીએ હાથીને કહ્યું, ‘ગજરાજ ! આ શું કરી રહ્યા છો ? શું ન્યાય તમારા હાથમાં છે ? તમે તમારું કર્તવ્યપાલન કરો.' આટલું સાંભળી હાથીએ તેમના પેટ પર પગ મૂકી દીધો અને એમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવનસંધ્યાએ અરુણોઘ્ય પર
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy