SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારપાળે કહ્યું કે, “આ વ્રત-નિયમોનું પાલન અને તપ ત્યાગ તમે કઇ ભાવનાથી કર્યું હતું તે જાણવું પડશે....હા તમે ત્યાં ચશ. પ્રતિષ્ઠા અને માનસન્માન પામવાની ઈચ્છાથી અને સ્વર્ગનાં સુખો પામવાની ઇચ્છાઓથી આ બધું કર્યું હતું. માત્ર તપ ત્યાગ અને વ્રતનિયમોનું પાલન કરનારાઓ માટે મોક્ષદ્વારમાં પ્રવેશ નથી મળતો. બાહ્યતમ સાથે અંતરતપની જરૂર હતી. કામેચ્છારહીત તપની જરૂર હતી. તમે ધર્મક્રિયાઓ કરી હતી, પરંતુ ધર્મધ્યાન કર્યું ન હતું માટે અહીં પ્રવેશ ન મળે...અહીંથી પાછા જાઓ. ૧૪. મોક્ષમાર્ગના દ્વારમાં પ્રવેશ કોને મળે ? મોક્ષના દ્વારે મોટી ભીડ જામી હતી. મહામાનવ સમુદાયમાંના પ્રત્યેક માનવને મોક્ષમાં જવું હતું. દિગંતમાં જવું હતું. દિગંત એટલે જ્યાં દશે દિશાઓ વિલય પામે તે સિદ્ધાલય, પરંતુ દિગંતનું દ્વાર ખુલતું ન હતું. દ્વારપાળ દ્વાર ખોલતો નહોતો, કેટલાક પંડિતોએ - વિદ્વાનોએ આગળ આવીને કહ્યું, ‘અમે જ્ઞાની છીએ, અમે હજારો શાસ્ત્રો વાંચ્યા છે. લાખો લોકોને ધર્મોપદેશ આપ્યો છે, અમારે મોક્ષમાં જવું છે દ્વાર ખોલી નાખો ! ભીડ કંઇક ઓછી થઇ તો કેટલાક લોકો આગળ આવ્યા. અને બોલ્યા, ‘અમે સમગ્ર જીવન પરોપકારમાં વ્યતીત કર્યું છે, દાના કર્યું છે માટે અમને પ્રવેશ મળવો જોઇએ.’ દ્વારપાળ કહે તમારા દાન પાછળ પ્રછન્ન અહંકાર અને પરોપકાર પાછળ પ્રતિષ્ઠા પામવાની. ઇચ્છા છુપાયેલી હતી. માટે શુદ્ધ ભાવના વગર કરેલા જીવોપકારની અહીં કશી જ કિંમત નથી ! ભીડ ચાલી ગઇ, પરંતુ સૌથી પાછળ એક મનુષ્ય ઊભો હતો. દ્વારપાળે એને પૂછયું, ‘ભાઇ તું હજુ કેમ ઊભો છે ? અહીં શા માટે આવ્યો છે ? તેણે કહ્યું, કોણ મને અહીં લઇ આવ્યું છે તેની મને ખબર નથી. મારી પાસે શાસ્ત્રજ્ઞાન નથી. મેં ઘોર તપ કે વ્રતો કર્યા નથી કે કઠોર નિયમો પાળ્યા નથી. આમ મારી પાસે કશું દ્વારપાલે કહ્યું, અહીં શાસ્ત્રોનું મૂલ્ય નથી, અનુભવનું મૂલ્ય છે, સ્વાનુભૂતિનું મૂલ્ય છે. જનોપદેશની કિંમત નથી. આ ઉપદેશનું મૂલ્ય છે - તમને મોક્ષમાં પ્રવેશ નહીં મળે.’ નથી.” ભીડમાંથી કૃશકાય, તપસ્વી, મુનિ, સંન્યાસીઓ આગળ આવ્યા અને તેઓએ કહ્યું કે, “અમે ઘોર તપસ્યા કરી છે, કેટલાય ઉપવાસ કર્યા છે, કષ્ટદાયી વ્રત-નિયમોનું પાલન કર્યું છે, અમારે માટે મોક્ષનું દ્વાર ખોલો.’ ‘હા કોઇ જીવ સાથે મારે શત્રુતા ન હતી, કોઇને હું નડ્યો નથી. સૌને માટે મારા હૃદયમાં પ્રેમ છે. મૈત્રીભાવનું ગાન મારા હૃદયમાં સતત ગુંજન કરે છે. કોઇને દુઃખી જોઇ મારાં નયનો કરણાજલથી છલકાઇ ઉઠતા સંતો અને સજજનો જોતાં મારું હૃદય પ્રમોદભાવથી પુલકિત થતું. મારા પ્રત્યે અયોગ્ય વર્તન કરનાર પરત્વે જીવનસંધ્યાએ અરુણોદ્ય - - ૪૯ - - જીવનસંધ્યાએ અરુણોધ્ય (૫૦
SR No.034393
Book TitleJivan Sandhyae Arunoday
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2016
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy