SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ હવઝીર છે ગમો રિહંતા || II મો રિસદસ્થi I. | |મો મારિયા | || Vામો ૩બ્રજ્ઞાવાન II ॥ णमो लोओ सव्वसाहुणं ॥ । एसो पंच नमुक्कारो, सव्वपाव पणासणो, मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलमं ।। (આ પાંચ નમસ્કારો સંપૂર્ણ સર્વ પાપોને નષ્ટ કરનારા છે અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે. જૈન ધર્મ ભારતીય પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થાય છે. જૈન ધર્મનો આદિ મહામંત્ર નવકાર એ એક સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે. અહીં વ્યક્તિને નહીં પરંતુ વ્યક્તિના ગુણને નમન કરવાની વાત છે. નવકારમંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરના કષાયોને હણી, કર્મની નિર્જરા કરી, કેવળ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે, તે અરિહંત પ્રભુને, બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરીને પોતાના આત્માને મોક્ષ પદમાં સ્થિર કરેલ છે. એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને અને ચોથા પદમાં સૂત્ર સિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. નવકારના પાંચમા પદમાં સમગ્ર સૃષ્ટિના સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે. આ મંત્રનો ઉદ્દેશ પંચ પરમેષ્ટિને અર્થ આપવાનો છે. આ મંત્ર શબ્દકોષના શબ્દોનો સમૂહ નથી, પરંતુ હૃદયકોષનું અમૃત છે, જેનું ભારપૂર્વક સમરણમાત્ર મનને ચંદન જેવી શીતળતા અર્પે છે. નાભિમાંથી આ મંત્રોચ્ચાર કરીએ તો ભીતરમાં પડેલ કષાયોનો કાળમીંઢ પત્થર ભાંગીને ભૂકો થઈ જાય. શારીરિક પીડા અને માનસિક પરિતાપ હરી ચિત્ત તંત્રને શાંત કરે છે. આ મંત્રનું ચિંતનમાત્ર ચિંતામણી સમાન નહીં, અચિન્ય ચિંતામણી સમાન પણ છે. લોનાવાલામાં, સ્વામી વિજ્ઞાનાનંદ સ્થાપિત વેદાંતી આશ્રમ (ન્યૂ વે) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે, જે ટી.વી.ના પડદા સમાન પટલ પર સાદ્રશ્ય જોઈ શકાય છે. વિજાણું (Electronic) યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકાર મંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધક ન હતા. માત્ર નવકાર મંત્રના રટણમાં, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-સંતોનું સ્મરણ, રટણ અને વંદન અભિપ્રેત છે. શુભ અને શુદ્ધનું ચિંતન જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે. | જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર ચમત્કાર કે દંતકથા નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે. સતત શુભ ચિંતન અને વિધેયાત્મક વિચારધારા અનિષ્ટ અને અશુભનું નિવારણ કરે છે તે આધુનિક મનોવિજ્ઞાને સ્વીકાર્યું છે. પંચ પરમેષ્ઠીના આ પાંચ પદ સાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ ચાર પદને ઉમેરીએ તો નવ પદ થાય. આ પવિત્ર નવ પદની આરાધના પાપોને હરી જીવનું મંગલ અને કલ્યાણ કરનારા છે.
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy