SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ – જૈનદર્શનમાં કેળવણી વિચાર જેન શિક્ષણની વિશિષ્ટ પદ્ધતિ : Look N Learn tol Şllal $112 શૈલેષી અજમેરા જૈનદર્શનમાં કેળવણી વિચાર રહીને સંતોની જીવન ચર્યા સેવા અને વૈયાવચ્ચનો અનુભવ લેવો જોઈએ. જેથી તેને પ્રાયોગિક રીતે સંયમ જીવનનો અનુભવ મળી રહે. દીક્ષા લીધા પછી નવદીક્ષિતને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જૈન શિક્ષણ અને પ્રશિક્ષણના અભ્યાસની જવાબદારી શ્રી સંઘે કે આપણી મહાજન સંસ્થાઓએ લેવી જોઈએ. જેથી તેઓ જૈન શાસ્ત્રો, વૈશ્વિક દાર્શનિક પરંપરાઓ અને વિવિધ ભાષાઓનો અભ્યાસ કરી શકે. વળી, સમયાંતરે વિદ્વાન સાધુજી સાધ્વીજીની નિશ્રામાં શિબિરોનું આયોજન કરવાથી આ કાર્યને ખૂબજ વેગ મળે છે. આવા અભ્યાસથી શિથિલાચારથી બચી શકાશે, ચારિત્ર્યમાં સ્થિર રહેવામાં આ શિક્ષણ મદદ કરશે. આ તમામ વર્ગના શિક્ષણ માટે સમૂહ માધ્યમો, ઈન્ટરનેટ લેપટોપ જેવા સાધનોનો ઉપયોગ જરૂરી જણાય ત્યાં કરવો જોઈએ. આ વર્ગ છેલ્લી વૈજ્ઞાનિક શોધોથી વાકેફ હશે તો તે યુવાનોને અને પાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળેલા વર્ગને ધર્માભિમુખ કરી શકશે. મહેસાણાની યશોવિજયજી પાઠશાળા, ઘાટકોપરની શ્રમણી વિદ્યાપીઠ, અમદાવાદની તારાબાઈ આર્યા ટ્રસ્ટ, પરમધામની સંબોધિ જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેનું સુચારું સંચાલન કરવામાં આવે તો કલ્યાણકારી બને. પરિષદો, મહામંડળો, મહાસંઘો, મહાજન સંસ્થાઓએ આવી અનેક સ્થળોએ આવા શિક્ષણ અને પ્રશિક્ષણના કેન્દ્રો ખોલવા જોઈએ અને તેમાં વિશાળ ગ્રંથાલય અને ઈ. લાયબ્રેરીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાં રહીને ધર્મ પ્રચારક કે પ્રભાવક, દીક્ષાર્થી અને સંત સતીજીઓ, શિક્ષણ અને પ્રશિક્ષણ લઈ શકે, ઈંગ્લિશમાં પણ સુલભ કરાવવું જરૂરી છે. આપણા ધનનો પ્રવાહ ત્યાં વહેવડાવીશું તો ભવિષ્યમાં આપણા માટે એ ભવ્ય અને દિવ્ય સ્થાવર અને જંગમ મિલકત રૂપે આપણા ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણનું તીર્થ બની રહેશે. (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ તથા સોહમ શ્રાવિકા મંડળ સાથે જોડાયેલા છે.) + ૧૩૨ Look N Learn જૈન જ્ઞાન ધામ એક વિશિષ્ટ અને આધુનિક જૈન પાઠશાળા છે. જેમાં ૩ થી ૧૫ વર્ષ સુધીના બાળકો લાભ લઈ શકે છે. આજના Modern generation ના બાળકો જેઓ electronic gadgets જેમકે Mobile, Laptop અને Tablets થી ઘેરાયેલા હોય છે, તેમને પરમાત્મા મહાવીરના પરમ જ્ઞાનનું પાન કરાવે છે. “Look N Learn” જૈન દર્શનમાં ભાવ અને પ્રભાવ બન્નેનું મહત્ત્વ છે. જ્ઞાની ભાવથી ધર્મક્ષેત્રમાં આવે છે અને અણસમજુ બાળ પ્રભાવથી આવે છે. ૨૬૦૦ વર્ષ પહેલાં પરમાત્મા મહાવીરના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા પર દેવો દિવ્ય અને પ્રભાવશાળી સમવસરણની રચના કરે છે. જેથી અજ્ઞાની જીવો સમવસરણની ભવ્યતા જોઈને આકર્ષિત થાય છે અને પછી પ્રભાવથી ભાવ તરફ વળી પરમાત્માના ચરણ અને શરણમાં સમર્પિત થઈ જાય છે. તેવો જ સુસંસ્કાર સભર પ્રયત્ન Look Learn જૈન ધામ કરી રહ્યો છે. જેના દ્વારા ભગવાનના ધર્મનો પ્રભાવ પ્રસરાવા બાળ જીવોને પ્રભાવથી ભાવ તરફ લઈ જવાની યાત્રા શરૂ થાય છે. દીર્ઘ દૃષ્ટા, પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આજની પાઠશાળાઓની સ્થિતિ જોઈ, બાળમાનસની Psychology નો અભ્યાસ કર્યો અને બાળકોને શું રૂચે છે. તેના ઉપર research અને વર્ષોના અથાગ પરિશ્રમ બાદ એક વિશિષ્ટ અને modern ધાર્મિક course અને syllabus સાથે Look N Learn જૈન જ્ઞાન ધામની સ્થાપના ૨૦૦૭ માં કરી. Look N Learn ના જ્ઞાનદાતા મોટા ભાગે young and educated હોય છે. સમયાંતરે પૂજ્ય ગુરુદેવ સ્વયં દરેક teachers ને શિબિરો દ્વારા પ્રશિક્ષણ (training) - ૧૩૩.
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy