________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર -
સુવતી, ધર્મ પ્રભાવક, દીક્ષાર્થી અને નવદીક્ષિત માટે
જેન શિક્ષણ અને પ્રશિક્ષણની સુવિધા
{ ડૉ. મધુબહેન જી. બરવાળિયા
આપણા બાળકોને જૈન ધર્મનું શિક્ષણ મળે તેની અગત્યતાનો પ્રાથમિક અને મૂળભૂત સ્વીકાર કર્યા પછી જૈન શિક્ષણ માટે અન્ય જે વ્યક્તિઓ કે વર્ગ માટે જરૂરી છે તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
જૈન ધર્મના શિક્ષણના આયોજનનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. - જૈન શાળાના બાળકોને જૈન શિક્ષણ. - યુવાનો અને યુવતી માટે જૈન શિક્ષણ. - મહિલા મંડળો અને પુત્રવધૂ મંડળ માટે જૈન શિક્ષણનું આયોજન. - યુવક મંડળ, સીનીયર સીટીઝન ગ્રુપ, સ્વાધ્યાય મંડળ માટે જૈન શિક્ષણનું આયોજન.
વિવિધ ધાર્મિક શિક્ષણ બોર્ડ ઉપર લખેલા તમામ વિભાગો માટે ઉપાશ્રય અને લગભગ બધા જ ચતુર્વિધ સંઘો દ્વારા જૈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે જ છે, પરંતુ હવે જે વર્ગના શિક્ષણ અને પ્રશિક્ષણની વાત કરવી છે તેની ખૂબજ અગત્યતા છે.
જિનશાસનના ઉત્કર્ષ માટે જૈન શ્રમણ સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન માટે આ વર્ગની ઉપેક્ષા પાલવે તેમ નથી. - સુવતી ધર્મ પ્રભાવક, ધર્મ પ્રચારક અને સમણ સમણી શ્રેણી માટે શિક્ષણ અને પ્રશિક્ષણ. - દીક્ષાર્થી ભાઈ બહેનો એટલે દીક્ષા લઈ સંયમ માર્ગ સ્વીકાર કરવાની ઇચ્છા ધરાવતા ભાવ દીક્ષાર્થી શ્રાવક-શ્રાવિકા માટે શિક્ષણ પ્રશિક્ષણની વ્યવસ્થા. - દીક્ષા અંગીકાર કર્યા પછી નવદીક્ષિત સંત-સતીજીઓના શિક્ષણ અને પ્રશિક્ષણની વ્યવસ્થા.
- ૧૩૦ -
- જૈનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાને આર્થિક, ભૌગૌલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. જૈનો દેશ-વિદેશમાં ચોતરફ વસવાટ કરી રહ્યા છે. સાધુજીની સમાચારી અને સંયમ જીવનની મર્યાદાને કારણે સંતો બધી જગ્યાએ જવા અસમર્થ હોય છે. જયાં જૈનોના થોડા ઘણાં કુટુંબો વસવાટ કરતા હોય પરંતુ વિહારની વિકટતાને કારણે દૂર કે દુર્ગમ સ્થળે સંત સતીજીઓ ન જઈ શક્તા હોય અને આવું લાંબો સમય ચાલે તો નવી પેઢી વિતરાગ ધર્મથી વંચિત રહી જાય માટે, ધર્મ પ્રભાવક કે સમણ સમણી શ્રેણીની આવશ્યકતા છે. આ સમણ સમણી વર્ગને અહિંસા પાલનમાં આંશિક છૂટ કારણ કે વાહન વ્યવહાર ફોન વિગેરેનો ઉપયોગ કરવો પડે, સત્ય વ્રતનું પૂર્ણ પાલન કરવાનું, અચૌર્ય અને બ્રહ્મચર્ય વ્રતનું પૂર્ણ પાલન કરવાનું હોય છે. જયારે પરિગ્રહ વ્રતમાં આંશિક છૂટ આપવામાં આવે છે. કારણ કે મુસાફરી – પરિભ્રમણ માટે, ધન પ્રચારનું સાહિત્ય, ફોન, લેપટોપ વિગેરે રાખવા પડે છે.
સાધુ, સાધ્વીજી મહાવ્રત, શ્રાવક શ્રાવિકા અણુવ્રત અને આવી શ્રેણી સુવ્રતનું પાલન કરે છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં “વિદ્યાપુત્રો” નો ઉલ્લેખ છે. જે શાસન પ્રભાવનાનું કાર્ય કરતા હતા.
આ વર્ગને જૈન ધર્મના સૂત્ર, સિદ્ધાંતો, નિયમો, અનુષ્ઠાનો, તપ-જપસાધના વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ. વિવિધ ભાષાઓનું જ્ઞાન આપવું - તેમને સર્વ ધર્મોના સિદ્ધાંતોની ઝલક મેળવવી જોઈએ. તેમને આદર્શ વક્રતા બનાવવાનું પ્રશિક્ષણ આપવું જોઈએ. આ વિનયવાન સમણ-સમણી જયાં ધર્મ પ્રચારમાં જાય ત્યાં તેની એવી સુંદર છાપ પડવી જોઈએ કે જિન શાસનની આ શ્રેણીમાં બધા વિશ્વાસ મૂકી શકે. આ વ્યક્તિના તમામ ખર્ચ અને યોગક્ષેમની જવાબદારી આપણી સંસ્થાઓએ જ ઉપાડી લેવી જોઈએ. તો જ એ ટકી રહે.
દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થીને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ધાર્મિક અભ્યાસ કરાવવી જરૂરી, શ્રાવકોના વ્રત પાલન સાથે કેશલુંચન, રાત્રિભોજન ત્યાગ અને પાદવિહારનું પ્રશિક્ષણ પણ મળવું જોઈએ. તેમણે સંતોની સાથે
+ ૧૩૧