SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર આધુનિક સમય સાથે કદમ મિલાવી જૈન સાહિત્યનાં પ્રસાર માટે આવા વિદ્યાકેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે જરૂરી સહયોગ મળવો પણ એટલો જ જરૂરી છે. શ્રમણોનાં સૂચન અને માર્ગદર્શનથી જો શ્રાવકો આપણી પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથભંડારોમાં રહેલ ગ્રંથોની જાળવણી કરવા તેનું ડિજિટલાઈઝેશન કરાવે તો મોટું પ્રદાન થયું ગણાય. પૂર્વે ઈ.સ. ૪૫૩ માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણનાં અધ્યક્ષસ્થાને જે “વલ્લભીવાચના' કે મથુરાની ‘માધુરીવાચના' થયેલી તે સમયે જૈન શાસ્ત્રોને લિપિબદ્ધ કરીને તેની પ્રતિલિપિઓ દેશના વિવિધ ભાગોમાં મોકલાવાયેલ. આરબોનાં આક્રમણ પછી વલ્લભીપુરમાં બચેલી હસ્તપ્રતોની નકલ કરીને સિદ્ધપુર પાટણ રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૩ નાં ગાળામાં ઉત્કૃષ્ઠ ગોઠવણ કરેલી. વળી તેમણે લહિયાઓ પાસે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસનમ્' નામે વ્યાકરણની પણ સવા લાખ નકલો તૈયાર કરાવીને ઠેર-ઠેર મોકલાવેલ. વળી, બારમી સદીમાં કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજીની નિશ્રામાં તો મહાવિદ્વાન પંડિતોની દેખરેખ હેઠળ સતત ગ્રંથરચના થતી. એક મોટા સ્થાનમાં રાખેલ ખડિયો એટલે લિપ્યાસન કે મસિપાત્રમાંની શાહીની પડનાળમાંથી શાહી વાપરીને કલમ એટલે વર્ણતિરક કે લેખિની અને આંકવાની માપપટ્ટી એટલે કે ફાંટિયાની મદદથી ૩OO લહિયાઓ એકસરખા અક્ષરે તે ગ્રંથોની નકલ ઉતારી ‘કંબિકા’ નામના બે લાકડાના પાટિયાનાં આવરણ વચ્ચે જાળવીને મૂકતા. આજે ડિજિટલાઈઝેશનથી ગ્રંથો-પ્રતો ને પુનઃ રચવાસાચવવા-મોકલવાની ચિંતા રહે ખરી ? હવે હસ્તપ્રતોનું સમાર્જન અને સંવર્ધન ઘણું જ સહેલું બન્યું છે - કમ્યુટરની કમાલથી. આવતી પેઢી માટે હવે સંસ્કાર કેળવણી આપવા બંધ જૈનદર્શનમાં કેળવણી વિચાર પડી રહેલા ગ્રંથભંડારો કરતા કપ્યુટરમાંથી તત્ત્વપ્રસાર કરવો સહેલ નથી બન્યો શું ? આજની નૂતન પેઢી જયારે ગ્રંથો કે પુસ્તકોને હાથમાં લેવા તૈયાર નથી અને કયૂટર એક્સેસ કરવા ખૂબ જ તત્પર છે એવા સમયે તેઓમાં મૂલ્યો સીંચવા ને આપણા પ્રાચીન વારસાને સંભાળવા શ્રુતપ્રસારનાં નૂતન માગને સ્વીકારવા આવશ્યક થઈ પડ્યા છે. સુવુ ફ્રિ વહુના ? સર્વજનહિતાય – સર્વજનસુખાય – સર્વજનમુક્તાય છે જૈન ધર્મ, બિનસાંપ્રદાયિક, સમષ્ટિનું કલ્યાણ ઇચ્છનાર, વિશ્વમૈત્રીની ભાવના જેની આધારશિલારૂપ છે તેવા જૈન ધર્મની કેળવણીને સાચી રીતે વિસ્તૃત કરવી તે આપણું કર્તવ્ય છે અને યુવાનોનો આજનો shoutછે. તો ઘર્મ- તતો : / મણિકાંચન યોગ છે આ શિક્ષણ – સંસ્કરણનો; ખીલી શકે જયાં આત્મધર્મનાં સાચા પ્રતિનિધિઓ. (રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. તેમાં પારસમણિ ગ્રંથ જૈનશ્રુતસંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનલ ટીમનું નેતૃત્વ કરે છે.) - ૧૦૮ - ૧૦૯
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy