SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર સુમેદે હ્યું : “મારા દાદાના દાદા કે દાદા કે પિતાજી મૃત્યુ પામ્યા ત્યારે તેમાંથી કોઈ આ સંપત્તિને સાથે લઈ જઈ શક્યા નથી. હવે હું એમ ઇચ્છું છું કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિઓ મારી સાથે આવે. અહીં બધું પડ્યું રહે તેનો શો અર્થ છે? આ સંપત્તિ હું કે મારો પુત્ર કે તેનો પુત્ર પણ જો સાથે લઈ જઈ શકવાના ન હોય તો સંપત્તિની આ વાત હું આજે અહીં જ સમાપ્ત કરવા ઇચ્છું છું.” મુનીમજીએ કહ્યું : “મૃત્યુ પછી આને સાથે લઈ જવી તે તો કઈ રીતે સંભવી જ શકે?” કૃતનિશ્ચયી થઈ સુમેદ ભોંયરામાંથી ઉપર આવ્યો અને તેને અનુસર્યા મુનીમજી. સુમેરે તો તે જ દિવસે પોતાની સમગ્ર સંપત્તિ દાન કરી દીધી. સંપત્તિ સાથે લઈ જવાની આ જ હતી એક યુક્તિ... કે પ્રગટી અંતરમાં એક ક્રાંતિ અને બાહ્ય જગતની સંપત્તિના ત્યાગ પછી તે જ ક્ષણે અંતરમાંથી ઊગી પ્રશાંતિ, ધર્મકથાનુયોગ દ્વારા આમ આડકતરી રીતે અપરિગ્રહની કેળવણીનો વિચાર ગૂંથેલો છે જૈન ધર્મએ જ. તે એ પણ શીખવે છે કે : મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવે જીવન જીવાય તો આતંકવાદને નાથી શકાય.... કારણ કે પછી ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અહંકાર વગેરે નિષેધાત્મક લાગણીઓને નિત્ય જીવનની સામાચારીમાં સ્થાન જ ન મળે. દેવ, ગુરુ અને ધર્મની તત્વત્રથી સૌને જીવન જીવવાની એવી તો કેળવણી આપે કે એ પછી પોતાના જીવનમાં દર્શન, જ્ઞાન ને ચારિત્ર્યની રત્નત્રયી ઝગમગાટ કર્યા વિણ અછતી રહે જ નહીં. સહસ્ત્રલક્ષ જીવોનાં માર્ગદર્શક અને જીવન પરિવર્તક પૂજય પ્રભાવકો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, પાદલિપ્તાચાર્ય, સ્કંદીલાચાર્ય કે પછી વૃદ્ધવાદીસૂરીજીનાં શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી- દરેકના ધર્મપુરુષાર્થ ને ઉપદેશ એ જ હતા કે ૧૪ ગુણસ્થાનકો પાર કરી સિદ્ધિ પામવી. પછી તો.... ૨૬ વર્ आचरति श्रेष्ठः, लोकः तद् अनुवर्तते । જૈનદર્શનમાં કેળવણી વિચાર શાલિભદ્રજી કે જંબુસ્વામી સમાન ત્યાગ, શ્રી કુમારપાળ રાજાની ગુરુભક્તિ, પુણિયા શ્રાવક સમી સાધર્મિક ભક્તિ, શ્રીપાળ-મયણા જેવું સિદ્ધચક્ર ધ્યાન, સુલસા શ્રાવિકા જેવી સમ્યક શ્રદ્ધા, પેથડ શાહ જેવી પ્રભુભક્તિ, જગડુ શાહ સમું દાન, જીરમ શેઠ સમી ભાવના, ધર્મરુચિ અણગાર જેવી દયા, આચાર્ય હીરસૂરીશ્વરજી જેવું અમારિ પ્રવર્તન, ભામાશા સમી રાષ્ટ્રભક્તિ, મહામહોપાધ્યાય યશોવિજયજી જેવી શ્રુતપાસના, સંપ્રતિ મહારાજા જેવી જિનભક્તિ, પેથડ શાહ સમી તીર્થરક્ષા અને અનુપમાદેવી સમો લક્ષ્મીનો સદુપયોગ આપણામાં કેમ ન આવે - તે પ્રશ્ન થાય ત્યારે વિચાર આવે કે ૧૪ રાજલોકમાં ‘આત્મા અનાદિ તથા મોક્ષગામી છે' એ સંદેશો આપનાર જૈન ધર્મ જો મહાપુણ્યોદયે પ્રાપ્ત થયો છે તો આત્મગુણ વિઘાતક પુદ્ગલોને દૂર કરવાની કેળવણી પણ એ લોકોત્તર ધર્મ જ આપી શકે. એ પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર-દેશ-કાળ-સંપ્રદાય-જાતિ નડતા નથી. આટલા શ્રેષ્ઠ ધર્મને જે રીતે જન-જન સમક્ષ મૂકાવો જોઈએ તે માટે પાયાથી જ કેળવણી આપવા દરેક નગરમાં તપોવન સમા પંડિતોના આશ્રયો અને જૈન વિદ્યાકેન્દ્રો ખૂલવા જ રહ્યાં, જેથી સિદ્ધગતિ તરફની આપણા સૌની યાત્રા બને સાર્થ. સમંતભદ્રજીએ ‘રત્નકરંડ શ્રાવકાચાર' માં કે પછી પ્રાકૃત ‘યોગસાર' ગ્રંથના ૫૩ ક્રમાંકના દોહામાં લખાયું છે તેમ : ‘જે શાસ્ત્રજ્ઞ હોય પણ એને આત્માનો અનુભવ ન થયો હોય તો એ અજ્ઞાની છે. એને નિર્વાણ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ?’ હા, તે માટે આવશ્યક છે આગમાનુસાર સુયોગ્ય ધર્મ-અર્થકામ ને મોક્ષપુરુષાર્થ. તેની કેળવણીના મૂળમાં સમતા છે. મારે બન્ને રિવોટિં પર્વ | આર્યપુરુષોએ સમભાવને જ ધર્મ કહ્યો છે. + ૧૦૬ ૧oo.
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy