SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાન સમયમાં કેટલાક બુદ્ધિજીવીઓ ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવવા સૂત્રોનું અંગ્રેજીમાં ભાષાંતર નો પ્રયત્ન કરે છે :ભાષાંતર કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી. :(૧) સૂત્રો ગણધર ભગવંતોના મુખેથી બોલાય છે. અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા છે. આ સૂત્રોના શબ્દોમાં તેમની સાત્ત્વિકતા, પવિત્રતા સમાયેલી છે; જે ભાષાંતર થવાથી વિલીન થઈ જાય છે. અંગ્રેજીમાં લખાયેલ સૂત્રો સત્ત્વ ગુમાવી દે છે. (૨) સૂત્રો સ્વર અને વ્યંજનોના બનેલા છે. આ સ્વર અને વ્યંજન સામાન્ય નથી.દરેકમાં અલભ્ય શક્તિ સમાયેલી છે. દા.ત. વ્યાકરણ શાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે, “૨' અગ્નિબીજ છે. ૧OOOવાર ‘૨' બોલવાથી શરીરનું તાપમાન ૧ ડિગ્રી સેલ્સયસ વધી જાય છે, ‘ઈ’ વારંવાર બોલવાથી હર્ષની લાગણી પેદા થાય છે. ‘લા’ બોલવાથી પેઢુમાં કંપ ઉપજે છે. આમ, દરેકમાં પોતાની શક્તિ છે. અંગ્રેજીમાં ભાષાંતર કરવા જતા ‘૨' નો આર (R) બની જતાં એ નિષ્ણાણ બની જાય છે. (૩) મહાપુરુષોએ કેટલાંક સૂત્રોમાં ગૂઢ મંત્રો છુપાવ્યા છે, જે ભાષાંતર થવાથી વિલીન થઈ જાય છે. (૪) સૂત્રોમાં સંધિ હોય છે. દા.ત. ‘ચઉવિહાર' = ચઉવિ + આહાર. આવી સંધિઓનું શું થશે. જોડાક્ષરોના અર્થ સમજાશે જ નહીં. છેદ, પ્રાસ, સમાસ બધું જ નષ્ટ થઈ જશે. (૫) અંગ્રેજીમાં “A” એ જ છે. “અ’ કે ‘આ’ છે જ નહીં. નવકારનું ભાષાંતર થતાં નવો અરિહંતાણું થશે – બોલશે. ભાષાંતર કરતાં ૩ પ્રકારના શ, ષ, સ ને કેવી રીતે જુદા પાડશે? જ, ઝ ને કેવી રીતે બદલશો? જૈનદર્શનમાં કેળવણી વિચાર (૬) છેલ્લે ભાષાંતર કરતા એનું મૂળભૂત તત્ત્વ ન બદલાઈ જાય છે. અર્થનો અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. જો શિક્ષણને અસરકારક બનાવવું હોય તો દરેક બાળકને સમજણો થાય કે તરત તેને ક, ખ, ગ, ..... નો આખો કક્કો ફરજિયાત શીખવાડી દો. તે બધું વાંચી શકશે. પૂ. રમણભાઈ કહેતા, “પ્યાસો પાણી પાસે જાય, પાણી પ્યાસા પાસે ન આવે.” ઉપસંહાર :- ધાર્મિક શિક્ષણ માત્ર ધર્મ સાથે સંકળાયેલું નથી. એ જીવન સાથે પણ સંકળાયેલું છે. તે જીવન જીવવાની કળા શીખવે છે. કષાયોને કાબૂમાં રાખી સ્વસ્થતા બક્ષે છે. તે અધમ પ્રવૃત્તિઓ અટકાવી સજ્જનતા શીખવે છે. તે ઊર્ધ્વગામી બનાવે છે. તેથી દરેક જૈન માતા-પિતાએ તેમના સંતાનને વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવું જ જોઈએ. આપણું સંતાન પૂર્વભવમાં પુણ્ય કરીને આપણા ઘરે જન્મ લીધો. શાસન પામ્યો, સામગ્રી પામ્યો, તો હવે તેને ઉર્ધ્વગામી બનાવવો તે દરેક માતા-પિતાની ફરજ બની જાય છે. બાળકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે બાળપણથી જ રસ કેળવવો જોઈએ. પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. કહેતા કે મનુષ્ય જન્મ પામી સવળો પુરુષાર્થ જ કરવો જોઈએ. ધાર્મિક શિક્ષણ એ સવળો પુરુષાર્થ છે. જો આ બાબત- હકીકત સંઘમાં વ્યાપક બને તો આપોઆપ ધાર્મિક શિક્ષણ અસરકારક બને. ઘેર ઘેર ધર્મના સિદ્ધાંતોની ચર્ચા થાય, સૂત્રો ભણવા મંડાય, અનુષ્ઠાનો થાય, તપ થાય ને જૈનશાસન જયવંતુ બને. (અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેન પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.) - ૨૯
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy