SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર અમને પાંચમો કર્મગ્રંથ (અત્યંત કઠિન) ભણાવતા ત્યારે આંખો ઘેરાઈ ના જાય માટે ઊભા ઊભા ભણાવતા. આમ છતાંય તે એટલું રસપ્રદ હતું કે અમે જમવાનું પણ ભૂલી જતા. માટે જૈન શિક્ષણ અસરકારક બનાવવા આવા પંડિતોની આવશ્યકતા છે. ત્રીજી વાત એ પણ છે કે કોઈપણ વસ્તુને અસ૨કા૨ક બનાવવી હોય તો એનું માળખું આકર્ષક હોવું જોઈએ. ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળાઓ એટલે ઉપાશ્રય કે દેરાસરના પ્રાંગણમાં એક નાનો અંધારિયો રૂમ આપી દીધો હોય. પૂરી ચોખ્ખાઈ પણ ન હોય, લખવા માટેની પણ વ્યવસ્થા ન હોય. આવું કેમ ? આ માટે ત્રણ-ચાર રૂમ વાળી નાની જગ્યા હોય, સાથે લાઈબ્રેરી હોય. વળી, સવારે ૧૨ થી સાંજ સુધી ધમધમતી હોય. જુદા જુદા વર્ગમાં સુજ્ઞ પંડિતો જુદા જુદા વિષય લેતા હોય. પ્રશ્નોત્તરી ચાલતી હોય. આવું વાતાવરણ હોય તો તે દરેકને આકર્ષે. વળી, ક્યારેક સૂત્રો ભણાવવા નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પંડિતવર્ય જીતુભાઈની આજ્ઞાથી મેં અમદાવાદ ઓપેરા ઉપાશ્રય પાઠશાળામાં આ પ્રયોગ કર્યો. મને દર મંગળવાર મળ્યો. શ્રાવકના જ પહેલા પાંચ વ્રતો લીધા ને સિદ્ધાંત મૂક્યો ‘અસત્ય બોલવું જોઈએ નહીં.' પછી એ વિષે વાર્તાઓ કહી. અસત્ય બોલવાના નુક્સાનો અને સત્ય બોલવાના ફાયદા જણાવ્યા. પછી કહ્યું કે આ આખું વીક તમારે અસત્ય નહીં બોલવાનો પ્રયોગ કરવાનો છે. આવતા મંગળવારે તમારે જ તમારા અનુભવો કહેવાના છે. મારા આશ્ચર્યની વચ્ચે વિદ્યાર્થીઓ અસત્ય બોલ્યા નહીં અને તેથી શું ફાયદા થયા તે સ્વાનુભવો કહ્યાં. આ રીતે દરેક મંગળવારે નવો સિદ્ધાંત ને પછી તેના અમલની વાતો. પછી તો વિદ્યાર્થીઓ મંગળવારની રાહ જોવા લાગ્યા ને સાથે તેમના માતા-પિતા પણ સાંભળવા આવવા લાગ્યા. આમ (ચોથી) શિક્ષણ આપવાની પદ્ધતિ બદલીએ તો જરૂર તે અસરકારક બને છે. પાંચમી વિચારણા એ છે કે પંડિતવર્યોને આપણા ઘરે ટ્યુશન આપવા બોલાવીએ તો પણ ઘરના બાળકો, વડીલો ભણી શકે છે. ૨૬ જૈનદર્શનમાં કેળવણી વિચાર ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવવા માટેછઠ્ઠી વાત સામૂહિક પ્રવૃત્તિઓ બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું નાની હતી ત્યારે મુંબઈમાં ‘ધાર્મિક શિક્ષણ સંસ્થા’ ના ઉપક્રમે સમગ્ર મુંબઈમાં વકતૃત્વ સ્પર્ધા યોજાતી. નાના અને મોટા બે ગ્રુપ બનાવાતા. અમારી સ્પર્ધામાં પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાનો જજ તરીકે આવતા. આ એવી સુંદર પ્રવૃત્તિ હતી કે ધર્મના વિષયો વિસ્તૃત રીતે વિચારાતા, બોલાતા. અંતે આ પ્રવૃત્તિના પરિણામ રૂપે જૈન સમાજને ઉત્તમ વક્તા મળ્યા કે જેમણે દેશ-પરદેશમાં જૈન શિક્ષણનો ફેલાવો કર્યો. થોડા સમય પહેલા મારા પતિદેવ પ્રવીણભાઈ શાહે જૈન નાટકોની સ્પર્ધા યોજી. કૉલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જંબુકુમારના નાટકમાં જંબુકુમાર બનેલો ૨૨ વર્ષનો યુવાન લગ્નની રાત્રિએ જ ૮ પત્નીઓને જે રીતે સંસારની અસારતા સમજાવતો હતો. તે જોઈ આપણા રૂંવાડા ખડા થઈ જાય. આવી રીતે જુદા જુદા ઐતિહાસિક પાત્રો, ધર્મના સિદ્ધાંતોને ભજવી બતાવી તેની પ્રભાવના કરતા હતા. શિબિરો પણ શિક્ષણ આપનાર સામૂહિક પ્રવૃત્તિ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મારા પિતાશ્રી સ્વ. કેશવલાલ મોહનલાલ શાહે પ્રથમ શિબિરનો આરંભ અચળગઢમાં પૂ. ભુવનભાનુસૂરીશ્વરજીના સાન્નિધ્યમાં કર્યો હતો. વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ વિષયો પર ધર્મનો અભ્યાસ કરતા, ભક્તિ કરતા. મહિના સુધી ચાલનાર આ શિબિરે સુંદર પરિણામ આપ્યું. અનેક વિદ્યાર્થીઓને જ્ઞાનના અભ્યાસુ બનાવ્યા, જેમાંથી એક ‘રત્નસુંદર’ પાક્યા. આપણે શરૂ કરેલ આ સેમિનારો પણ ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવનાર બળ છે. જુદા જુદા વિષયોના નિષ્ણાંત વિદ્વાનો મહેનત કરી નિબંધ લખીને લાવે. જાણે કે જ્ઞાનના ખજાનાની લહાણી થાય. એ નિબંધોના સમૂહને પુસ્તકરૂપે ગુણવંતભાઈ બહાર પાડે છે તેની બહુ મોટી અસર પડે છે. ૨૦
SR No.034391
Book TitleJain Darshanma Kelavani Vichar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages70
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy