SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e તપસ્વીને પારણું કરાવવાનો અમૂલ્ય લાભ મને મળ્યો : દાનનું વિશેષ મહત્ત્વ સમજાવતાં શ્રેયાંસકુમારે કહ્યું, કે, “હે રાજન ! દાનનો મહિમા અપાર છે. દયા અને દાન જૈન ધર્મનું મુખ્ય અંગ છે. મોક્ષમાર્ગ તરફ વિચરનારા માટે પ્રભુની ભક્તિ અને સુપાત્રદાન એ બે મુખ્ય કર્તવ્યો દાનના ચાર પ્રકાર છે : ૧) આહારદાન (૨) ઔષધદાન (૩) જ્ઞાનદાન અને (૪) અભયદાન. दानं पूजा मुख्यः आवकधर्म न पावकाः तेन विान । ध्यानाध्ययनं मुख्यो यतिधर्म तं विना तथा सोऽपि ॥ - શ્રી યણ સાર દયા અને દાન એ બે શ્રાવકનાં મુખ્ય કર્તવ્યો છે. શ્રાવકના જીવનમાં જે આ બે ગુણોનું સ્થાન ન હોય તો શ્રાવક શ્રાવક નથી. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગો છે. તેમાં દાનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. દાનનો મહિમા એટલો અપરંપાર છે કે વર્ણવવા માટે હજારો શબ્દો ઓછા પડે. જે ક્ષેત્રમાં આવા દાનવીર, સુપાત્રદાન અને દાનવિધિ કરવાના જાણકાર શ્રાવકો વસે છે ત્યાં ઉપરની પડિમાના ગ્રહણના તેમજ સર્વસંગ પરિત્યાગપૂર્વક નિગ્રંથમુનિના સંયમ ગ્રહણ કરવાના ભાવ કોઈ ભાગ્યશાળી આત્માને આવે છે. કેમ કે સંયમ ગ્રહણ બાદ સંયમના નિર્વાહ અર્થે શરીને આહારની જરૂર રહે છે અને તે શ્રાવકના આહારદાન અને વૈયાવચ્ચ ધર્મ પર નિર્ભર છે. જૈન શાસ્ત્રોમાં દાન વગરના શ્રાવકને હાલતાચાલતા મડદાની ઉપમા આપી છે. શ્રેયાંસકુમારના દાન વિશેના મંતવ્યને સાંભળીને ચક્રવર્તી ભરતના રોમેરોમમાં દાનધર્મનો પ્રભાવ પ્રસરી ગયો. અંતમાં શ્રેયાંસકુમાર ચક્રવર્તી ભરતને કહે છે કે, 'सर्व जीव करुं शासन रसीं' ‘સર્વ જીવોને આ ધર્મપ્રકાશ વડે ગમે તે પ્રકારે યથાયોગ્ય પાર ઉતારું બોધિબીજની પ્રાપ્તિ થતાં જ સર્વ તીર્થંકરોનો જીવ એવી ભાવના ભાવે છે. કલ્યાણ યોગ વડે જગતના જીવો પ્રત્યે ઉપકાર કરતા, કાળાંતરે તીર્થંકર પદને પામે છે; જે જ ગતના જીવોના પરમ અભ્યદય તેમજ કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તીર્થંકર નામકર્મના ઉદયકાળથી શરૂ કરીને ચરમદેહની લગભગ અંતિમ ઘડી સુધી તીર્થંકર પરમાત્માં ધર્મદશના કરે છે. # G E% E%તપ તત્ત્વ વિચાર #GSEB%9E%a ધર્મના આદેશ અને ઉપદેશથી અધિક જગતમાં બીજો કોઈ ઉપકાર નથી. જ્ઞાન તિઃ - જ્ઞાનનું ફળ વિરતિ-ચારિત્ર. આ સઘળું વિહરમાન તીર્થંકર પરમાત્માની દેશનાનું ફળ છે. આ જગતમાં જ્ઞાનપૂર્વક, બુદ્ધિપૂર્વક જે કંઈ પ્રવૃત્તિ જોવા મળે છે તે વીતરાગ પરમાત્માનો જ ઉપરકાર છે. વૈશાખ સુદ-૩ના પરમ પવિત્ર દિવસે શ્રી ઋષભદેવ પ્રભુએ લગભગ તેર મહિનાથી કંઈક વધારે દિવસોના એકધારા ઉપવાસનું પારણું કર્યું હતું. ચૈત્ર વદિ આઠમના દિવસે પ્રભુએ સંયમજીવન અંગીકાર કર્યું. આપણા મનમાં સ્વભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય કે શ્રી ઋષભદેવ પ્રભુને ગોચરી શા કારણે ના મળી ? તેનો ઉત્તર પૂર્વભવમાં કરેલા ભોગન્તરાય કર્મના કારણે ભગવાન જેવા ભગવાનને પણ આહાર-પાણી મળ્યાં નહીં અને જ્યારે તે કર્મનો ક્ષયકાળ પાસે આવ્યો ત્યારે શ્રેયાંસકુમારના હાથે ઈક્ષરસતી પ્રભુનું પારણું થયું. પેટ ભરવાને માટે અનાજ-પાણી ખાવાની ઇચ્છાવાળા બળદોને પ્રભુના જીવાત્માને પૂર્વના એક ભવમાં અંતરાય કર્યો હતો. બળદોના મોઢે શીકલી બંધાવી છે તેના આહાર સમયે છોડવાનું ભૂલતાં બળદોને ભૂખ વેઠવી પડી હતી. આ પ્રમાણે બીજા જીવોને કરેલા અંતરામ કર્મ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે પોતાને પણ આહાર-પાણીનો સંજોગ થયો નહીં, કેમ કે કર્મસત્તા ઘણી જ બળવાન હોય છે. સર્વ પ્રથમ ઈક્ષરસનું પારણું કરવાને કારણે તેઓ ‘કાશ્યપ’ નામથી પણ ઓળખાયા. આચાર્ય જીનસેનના શબ્દોમાં કાશ્ય તેજને કહે છે. (મહાપુરાણ - ૨ ૬ ૬ /૧૬ / ૩૭૦) પ્રભુ શ્રી ઋષભદેવ એ તેજના રક્ષક હતા તેથી કાશ્યપ કહેવાયા. પ્રભુશ્રી ઋષભદેવ પ્રથમ સહજ તપલી, પ્રથમ ઈક્ષરસના પારણું કરનાર અને શ્રી શ્રેયાંસકુમાર પ્રથમ આહાર-દાન કરનારા બન્યા અને તે સમયની સ્મૃતિ એટલે પરંપરાએ “વર્ષીતપ'. ૧૬૯)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy