SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ 333333333333333333 શ્રેયાંસકુમાર દ્વારા આહારદાન - અક્ષયતૃતિયા : મુનિશ્રી ઋષભદેવ સંયમ ગ્રહણ સમયે છ માસના ઉપવાસના પચ્ચક્ખાણની અવિધ પૂરી થયા બાદ તેઓ ભિક્ષાર્થે નીકળ્યા ને બીજા સાત માસ સુધી વિધિપૂર્વક આહર ન મળતાં તેઓ તેર માસના ઉપવાસી થયા. ભિક્ષાર્થે પરિભ્રમણ કરતાં કરતાં એક દિવસ તેઓ કુરુક્ષેત્રના હસ્તિનાપુર નગરીની બહાર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ હસ્તિનાપુર નગરીમાં બાહુબલિના પુત્ર સોમપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. એમના યુવરાજનું નામ શ્રેયાંસકુમાર હતું. જે દિવસે મુનિરાજ શ્રી ઋષભદેવ હસ્તિનાપુર નગરીના ઉદ્યાનમાં પ્રવેશ કરે છે તે જ રાત્રિના પાછલા પ્રહરમાં દિવસના સુપ્રભાતના પહેલા ભાગમાં શ્રેયાંસકુમારે આઠ ઉત્તમ સ્વપ્ન જોયાં. (૧) ઊંચો સુમેરુ પર્વત, (૨) સુશોભિત કલ્પવૃક્ષ, (૩) કેસરી સિંહ, (૪) વૃષભ (૫) સૂર્ય, (૬) ચંદ્ર, (૭) રત્નોથી ભરેલો સમુદ્ર, (૮) અષ્ટ મંગલ દ્રવ્યો સહિત દેવોને જોયા. રાજા સોમપ્રભએ નૈમિત્તિકને બોલાવી શ્રેયાંસકુમારને આવેલા સ્વપ્નોનો ફળાદેશ પૂછ્યો તો તેમણે જણાવ્યું કે ઊંચા મેરુ પર્વત પર જેમનો જન્માભિષેક થયો છે તે દેવ આજે અહીંયા આવશે. અન્ય સ્વપ્નો પણ ઐશ્વર્યના સૂચક છે. પ્રાત:કાળના સમયે શ્રેયાંસકુમાર પોતાના મહેલમાં બેસીને તેમણે જોયલાં આ ઉત્તમ સ્વપ્નોનું ચિંતન કરી રહ્યા હતા. તેમની મુખમુદ્રા અત્યંત પ્રસન્ન હતી. તેમના આંતરમનમાં સુદઢ વિચારોનો વાયરો વાઈ રહ્યા હતો કે મેં જોયેલાં આઠ સ્વપ્નોની ફલશ્રુતિ રૂપે આજે મારા હાથે કોઈ મહાન કાર્યમાં નિમિત્ત બનવાનો આનંદ તેમના રોમેરોમમાં વ્યાપી રહ્યો હતો. આ જ સમયે મુનિ શ્રી ઋષભદેવે હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. જનસમુદાય તેમનું અદ્ભુત રૂપ જોઈને હર્ષઘેલો બની ગયો. ટોળેટોળાં તેમના દર્શનાર્થે ઉમટવા લાગ્યાં. શ્રી ઋષભદેવ રાજમહેલ તરફના ધોરીમાર્ગ પર ઈર્યાસમિતિપૂર્વક ચાલતા આવતા હતા. દ્વારપાળે રાજમહેલમાં આવી રાજા સોમપ્રભ અને શ્રેયાંસકુમારને વધામણી આપી કહ્યું કે, શ્રી ઋષભદેવ મહેલ તરફ ધોરીમાર્ગ પર ચાલ્યા આવે છે. દ્વારપાલનાં કથનો સાંભળતાં જ તેઓ મહેલના દરવાજે આવ્યા. ત્યાં દૂરથી શ્રી ઋષભદેવને સામેથી પોતાના મહેલ તરફ આવતા જોયા. આંગણામાં અત્યંત ભક્તિભાવપૂર્વક મુનિશ્રી ઋષભદેવને પંચાંગ પ્રણિપાત પ્રણામ કર્યા. થોડી ક્ષણોમાં મુનિશ્રી ઋષભદેવ આંગણામાં પ્રવેશ કરી મૌનપણે ઊભા રહ્યા. તેમને જોઈને જ શ્રેયાંસકુમાર ભક્તિમાં ભાવવિભોર થઈ ગયા ૧૬. 33333333333 14 de fer 3333333333SISIS અને ભક્તિમાં ભ્રમણ કરતા તુરત જ તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. પૂર્વભવમાં બે ચારણમુનિ મહારાજને નવધા ભક્તિપૂર્વક આહારદાન કરેલું તે સમગ્ર પ્રસંગ સ્મૃતિપટ પર આબેહુબ પ્રગટ થયો. અને તેમ થતાં ભક્તિપૂર્વક શ્રી ઋષભદેવના કરપાત્રમાં ધીરે ધીરે ઈક્ષુરસ મૂકીને આહારદાન કર્યું અને તેર માસના ઉપવાસી મુનિશ્રી ઋષભદેવે ઈક્ષુરસથી પારણાં કર્યાં. દેવોએ પંચદ્રવ્યો પ્રગટ કર્યા. ‘અહોદાનમ્’ના ધ્વનિથી સમગ્ર આકાશ ગુંજી ઊઠયું. તે દિવસ હતો વૈશાખ સુદ૩નો. તે દિવસથી વર્ષીતપની શરૂઆત થઈ હોય તેમ લાગે છે. આ દિવસને આપણે ‘અક્ષયતૃતીયા’ તરીકે ઓળખીએ છીએ. તેને ઈક્ષતીજ, અખાત્રીજના નામથી લોકો ઓળખવા લાગ્યા. સુપાત્રદાન અને ગુરુની પૂજા શ્રાવકોનો મુખ્ય ધર્મ છે. શ્રી શ્રેયાંસકુમારના હસ્તે આ ચોવીસીમાં દાનતીર્થની શરૂઆત થઈ અને આહારદાનના ફળસ્વરૂપે તેઓ તે જ ભવે મોક્ષગતિને પામ્યા. શ્રી ઋષભદેવના એક વરસના ઉપવાસના શ્રેયાંસકુમારના હસ્તે ઈક્ષરસથી પારણાં થતાં ભક્તિવંત દેવગણોએ આકાશમાંથી પુષ્પની વર્ષા કરી. દેવ દુંદુભિનો નાદ કર્યો. શ્રી ઋષભદેવનાં પારણાં થતાં આખી હસ્તિનાપુર નગરીમાં આનંદ-ઉલ્લાસ છવાઈ ગયો. નગરજનો ભાવિવભોર થઈ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. વાયુવેગે આ સમાચાર અયોધ્યા નગરીમાં સમ્રાટ ભરતને પહોંચી ગયા. એમણે તરત જ હસ્તિનાપુર નગરી તરફ પ્રયાણ કર્યું. શ્રેયાંસકુમારના હસ્તે શ્રી ઋષભદેવે કેવી રીતે આહાર ગ્રહણ કર્યો તેની સઘળી માહિતી વિગતવાર જાણી લીધી. આહારદાનનું જ્ઞાન શ્રેયાંસકુમારને કેવી રીતે થયું તે વિશે તેઓ કહે છે, ‘હે સમ્રાટ ભરત! શ્રી ઋષભદેવ આ ભવથી છ ભવ પહેલાં વજ્રાંઘ નામના રાજા હતા. તે જંબુદ્રીપની પૂર્વ દિશાએ વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામનો દેશ છે. તેની રાજધાની ઉપલપેરના રાજા હતા. શ્રીમતી નામની તેમની રાણી હતી. તે શ્રીમતીનો જીવ તો હું પોતે આપની સામે ઊભેલો શ્રેયાકુમાર. અમે બંનેએ બે ચારણમુનિને ભક્તિપૂર્વક આહાર-દાન કરેલું તે શ્રી ઋષભદેવને ભિક્ષાર્થે પધારેલા જોતાં જ મને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સમગ્ર આહારદાનનો પ્રસંગ સ્મૃતિપટ પર તાજો થતાં એ જ પ્રકારે ભક્તિપૂર્વક ઈક્ષરસથી ભરેલા કળશ શ્રી ઋષભદેવની સમક્ષ ધરતાં તેમણે કરપાત્રમાં ગ્રહણ કરી આહારદાનનો સ્વીકાર કર્યો અને તેર માસના ઉપવાસી ઉગ્ર ૧૬૭
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy