SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ S1818181818181818181818 14 de GPUR 49181818181818181818181818 મળેલા માનવભવમાં ઔદારિક શરીર પાસેથી કામ કઢાવી અશરીરી બનવું એમાં જ શાણપણ છે. આટઆટલી તપશ્ચર્યા કર્યા પછી, તપમાં કરેલી કમાણી પારણામાં ખોઈ નાખવાની પ્રવૃત્તિઓ આજના યુગની વિષમતા છે. પારણા પ્રસંગે થતી ધાંધલધમાલમાં ધર્મને બદલે આડંબર અને અહંકાર પોષક વિકારો નજરે પડે છે. “ો તપમાં ખાવાનું નહીં તો પારણામાં ખોવાનું નહીં.” સૂયગડાંગ સૂત્રના પ્રથમ ચૂકંધના અધ્યયન-૮ની ૨૪મી ગાથામાં શુદ્ધ તપનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. तेसि पि तवो सुद्धो, णिक्खंता जे महाकुला 6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©©e ટૂંકી નોંધ આ પ્રમાણે છે : રાણીનું નામ તપનું નામ ૧) કાલ આય : રત્નાવલી તપ ૨) સુકાલી આર્યા : કનકાવલી તપ ૩) મહાકાલી આર્યા : લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ૪) કૃષ્ણા આર્યા : મહાસિંહ નિષ્ક્રીડિત તપ ૫) સુકૃષ્ણ આર્યા : સપ્ત સપ્તમીયા દશ દશમિયા ભિક્ષુતપ ૬) મહાકૃષ્ણા આર્યા : ક્ષુલ્લક સર્વતોભદ્ર તપ ૭) વીરકૃષ્ણા આર્યા : મહા સર્વતોભદ્ર તપ ૮) રામકૃષ્ણા આર્યા : ભદ્રોત્તર પ્રતિમા ૯) પિતૃસેન કૃષ્ણા આર્યા : મુક્તાવલી તપ ૧૦) મહાસેન કૃષ્ણા આર્યા : વર્ધમાન આયંબિલ તપ આ રાણીઓએ સંસારાવસ્થામાં ભોજનમાં મળતા બત્રીસ પકવાન છોડી, ભગવાન બનવા ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક, વિવેકપૂર્વક અને ગુરુ આજ્ઞાપૂર્વક તક કરીને મોક્ષમતા પ્રાપ્ત કર્યા. શ્રેણિક રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉમર ૧૦૦ વર્ષની હતી. તેમના મૃત્યુ બાદ આ રાણીઓએ દીક્ષા લીધી તો રાણીઓની ઉમર પણ ૯૦ વર્ષની આસપાસ હોવાની સંભાવના છે. તે ઉમરે પણ આવા તપની ચાર-ચાર પરિપાટીઓ (આવૃત્તિઓ) કરીને અનંતા સુખરૂપ શાશ્વત સ્થાન મેળવી લીધું. આ રાણીઓ નબળા અને અશક્ત મનના સાધકોને તપ કરવાનું બળ પૂરું પાડે છે, જે શરીરને નશ્વર માને છે તે જ પરમેશ્વર બની શકે છે. આગમમાં તપનો સાર કહીએ તો ઉત્તરાધ્યન સ્ત્રના પહેલા જ અધ્યયનમા ‘ગMા સંતો ભરી દો?'' . આત્મદમનથી સુખી થાવ. તો તરત જ બીજી ગાથામાં કહે છે કે આત્માનું દમન સંયમ અને તપના માધ્યમથી સુખશીલતા છોડવાથી જ થશે. પ્રભુની ધૂવ આજ્ઞા છે કે સંયમ અને તપથી સ્વયં આત્માને દમો નહીંતર નિયમો બીજા દ્વારા બંધનથી દમાવું પડશે. પરમાત્માને માથે રાખીશ તો પરમાધામી તારું કાંઈ બગાડી શકશે નહીં. જ્ઞાનીજનો કહે છે કે કાલે સહન ન કરવું હોય તો આજે સહન કરો. પુષ્ય યોગે -૧૩૬ जं णेवण्णे णियावंति, ण सिलोग पबेयए । મહાકુળમાંથી પ્રવ્રજિત થયેલ વ્યક્તિ પણ અન્ય વ્યક્તિ ન જાણે તેમ તપ કરે તથા પોતાના તપની પ્રશંસા ન કરે, તેઓનું તપ શુદ્ધ છે. દશવૈકાલિક સૂત્રમાં તપસમાધિના પ્રયોજનનું કારણ બતાવે છે : णो रहलोगद्वयाए तबमहिद्विज्जा, णो परलोगद्वयाए तवमहिद्विज्जा, णो कित्तिवण्णसइसिलोगद्वयाए तबमहिद्विज्जा, णण्णत्य णिज्जरद्वयाए तबमहिद्विज्जा - અર્થાત્ : (૧) આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં. (૨) સ્વર્ગાદિના સુખ માટે તપનું આચરણ કરે નહીં. (૩) કીર્તિ, વર્ણ (સ્લાધા). શબ્દ કે પ્રશંસાને માટે તપનું આચરણ કરે નહીં. (૪) કર્મની નિર્જરા સિવાય કોઈ પણ પ્રયોજનથી તપનું આચરણ કરે નહીં. મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક સાધકો તપ કર્મનિર્જરા અર્થે જ કરે છે, પણ તેની સાથે તે અનેક લબ્ધિઓ પણ પ્રાપ્ત કરાવે છે. જો કે સાધુ તેની લબ્ધિનો પ્રયોગ ન કરતાં પોતાની સંયમસાધનામાં લીન રહે છે. તપ ‘મદાજુમાં IT?' અર્થાત્ અચિંત્ય શક્તિયુક્ત, ઋષિઓ પ્રાપ્ત કરાવે છે. (ઠાણાંગ સૂત્ર) ભગવાન મહાવીરના સમયે આજીવિક જાતનો પ્રરૂપક ગોશાલક મંખલિપુત્ર હતો. તેણે છે મહિનામાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરી, પારણામાં મુઠ્ઠીભર અડદના બાકુળા અને એક અંજલિભર પાણી વાપરી, બંને હાથ ઊંચા રાખીને સૂર્યની આતાપના લઈ
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy