SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB મણકાની સમાન પદ ગણી શકાય તેવા હતા. ભૂજાઓ સુકાઈને સુકાયેલા સર્ષની સમાન થઈ ગઈ હતી. કંપવાગ્રસ્ત રોગીની જેમ તેમનું મસ્તક ધ્રુજતું હતું. તેમનું શરીર એટલી ખખડી ગયું હતું કે જ્યારે તેઓ ચાલતા ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવાના કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ ચાલતો હતો. તીવ્રતમ તપના પ્રભાવથી શરીરના એક એક અંગ-ઉપાંગનું પગન આંગળીઓ, જંઘા, ઘૂંટણ, ઉદર, પાંસળી, હાથ, ગર્દન, દાઢી, જીભ, નાક, આંખ આદિનું ઉપમા અલંકારથી આગમકારે વર્ણન કર્યું છે. આઠ માસની અજોડ તપસ્યા અને છેલ્લે એક માસની સંખના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જો. સાક્ષાત્ તીર્થંકરે પોતાના જ શિષ્યની ઉગ્ર તપની, ઉત્કૃષ્ટ સંયમની અને અનાસક્ત ભાવની સ્વમુખે પ્રશંસા કરી છે. સાધુ ચૌદ હજારમાં ઉત્કૃષ્ટ અણગાર, વીર જિહ્મદે વખાણિયો, ધન્ય ધન્નો અમાર.” શરીર એ આત્માથી જુદું છે, એનાથી ધન્ય અણગાર સુપેરે સુજાણ હતા. માટે જ “જે જુદાથી થાય જુદા, તે અવશ્ય થાય ખુદા.” જેમ માખણમાંથી ઘી મેળવવા વાસણમાં રાખી તપાવવું પડે છે, સીધું અગ્નિમાં રાખીએ તો બળીને ખાખ થાય તેમ આત્માને શુદ્ધ કરવા પાત્રરૂપી શરીરને તપાવવું પડે. અંતગડ સૂત્રમાં અર્જુનમાળી - પાંચ માસ ને તેર દિવસ સુધી રોજની સાતની હત્યા કરાવાવાળો હત્યારો હતો. સુદર્શન શ્રાવકની પ્રેરણાથી અને પ્રભુની દેશનાથી અર્જુનમાળીએ સંયમ લીધો. છ માસના સંયમમાં નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. તેમના તપની કસોટી તો ગોચરી સમયે થતી હતી. જે જે વ્યક્તિની હત્ય કરી હતી તે તે વ્યક્તિના સ્વજન, સંબંધીઓના તિરરકારનો, અપમાનનો, મારપીટનો ભોગ બન્યા. તેમાં સમ્યક પ્રકારે ક્ષમા રાખી, સમજણથી તિતિક્ષાપૂર્વક સહન કર્યું. છ માસના ટૂંકા ગાળામાં અનાદિકાળના કર્મમળને સર્વથા દૂર કરી આત્માને નિર્મળ અને શુદ્ધ કરી લીધો. તે સિદ્ધ કરે છે કે કાયાની સૂકવણી કર્યા વગર કર્મની ચૂકવણી થતી નથી. આગમમાં સમ્મિલિત દરેક આરાધકોએ પ્રાયઃ કરીને છેલ્લી મારણાંતિકી સંલેખના કરી છે. મૃત્યુ સમીપ આવેલ જાણીને ૧૮ પાપસ્થાનક, ૩ શલ્ય અને ૧૩૪) % E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ શરીરને છોડીને સંગ્રામે ચડેલા યોદ્ધાની સમાન કષાય સામે કેસરિયા કરવા સંથારો કરેલ છે. આ અનશન એ પણ શ્રેષ્ઠ તપ છે. ભગવાન મહાવીર તેમની અંતિમ દેશનારૂપ ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવે છે : बाह्मणं तु अकामं तु, मरणं असई भवे। ifફvi સTH 1, ૩જોૌન સ મ | ઉત્તરા. સૂત્ર, ૫૩). વિવેકહીન બાળજીવોનાં સકામમરણ વારંવાર થાય છે, પરંતુ ચારિત્ર્યવાન પંડિત (કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર) સાધકોનાં સકામમરણ ઉત્કૃષ્ટ આરાધનાની અપેક્ષાએ એક જ વાર થાય છે. સુગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ‘‘તમુ વ ૩ત્તમ વંમાં 'કહીને તપમાં બ્રહ્મચર્યને ઉત્તમ બતાવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનની ૧૮મી ગાથામાં ‘‘ો વણીજિજ્ઞા ’’- જેમ રાક્ષસી લોહી પી જાય છે અને જીવનનું સર્વે ચૂસી લે છે તેવી રીતે મૈથન સેવન પણ આત્મિક ગુણોને લૂંટી લે છે. શરીરને પુષ્ટ કરવાથી મૈથુન સંજ્ઞા ઉત્તેજિત થાય છે. (પ્રજ્ઞાપના સૂત્ર) બ્રહ્મચર્યના ઉત્તમ સેવનથી ઇન્દ્રિયો અને મનનો ઘોડો અંકુશમાં રહે છે. જેમ વાયુના ઝપાટાથી વાદળાંઓ વેરવિખેર થઈ જાય છે તેમ તપ, મોહ, વિષયાસક્તિ, મમત્વનું વિદારણ કરવાનું કાર્ય કરે છે. શારીરિક શિથિલતા કરતાં માનસિક શિથિલતા તપને અવરોધે છે. ભૌતિક સુખની છોળમાં ઉછરેલા મેઘકુમાર, ગૌતમકુમાર આદિ રાજકુમારો બાર ભિક્ષુ પડિયા ધારણ કરે છે, જે ૩ માસ ને ૨૮ દિવસની હોય છે. જેનું દશાશ્રુસ્કંધ, ભગવતી સૂત્ર-૨ /૧માં, સમવાયાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રમાં તત્સંબંધી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ઉપાસક દશાંગ સૂત્રમાં ૧૦ શ્રાવકોએ શ્રાવકની ૧૧ પડિમા ગ્રહણ કરી શરીરને શુષ્ક અને કૃશ કર્યું અને છેલ્લે મારણાંતિકો સંખના કરી. તે ઉપરાંત ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરનાર સાધકો પણ આગમમાં ઠેરઠેર છે. જે તપ ગુણરૂપી રત્નો સહિત સાધના એક વર્ષમાં પૂર્ણ થાય તેને ગુણરત્ન સંવત્સર તપ કહે છે. આઠમું અંગસૂત્ર - અંતગડ સૂત્રમાં શ્રેણિક રાજાની દશ રાણીઓના વિશેષ પ્રકારના તપનું વર્ણન સૂત્રકારે ઘણું ઝીણવટભર્યું કર્યું છે. પુત્રવિયોગના સમાચાર સાંભળી કાલી આદિ દશ રાણીઓએ સંયમ લીધો હતો. તેમના વિશિષ્ટ તપની
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy