SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ %િB%% B9%CE%B9%CK જ્ઞાનધારા 99%E9%9%% વોસિરામિ. અન્યને પચ્ચખાણ આપવાં હોય ત્યારે પચ્ચખામિ શબ્દ-ને બદલે પચ્ચખાણ શબ્દ-બોલવો અને “તસ ભંતે પરિક્રમામિ નિંદામિ ગરિહામિ આપણાં વોસિરામિ એ બધા શબ્દોને બદલે તસ્સ પડિકમે નિંદે ગરિણં અપ્પાણે વોસિરેહ શબ્દો બોલવા. ૫ નવકારસી પચ્ચકખાણ (સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ વિધિ અને નમોઝાર પાળવાનું.). નમોઝાર સહિય, ચઉવિહં પિ આહાર પચ્ચકખામિ અસણં પાણું ખાઈમ સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં અપાણે વોસિરામિ ૬ પોરસી પચ્ચખાણ (એક પહોર દિવસ ચઢચા સુધીના ચારે આહરના પચ્ચકખાણ) પોરસહિયં ચવિહં પિ આહાર પચ્ચખામિ, અસણં પાણ ખાઈમ સાઈમ અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં અપાણે વોસિરામિ પુરિમઢ (દોઢ પોરસી) પચ્ચકખાણ લેવા હોય તો પોરસહિયેની જગ્યાએ પુરિમૉં કહેવું ૭ પચ્ચકખાણ પાળવાનો વિધિ ......... પચ્ચખાણ સમકાએણં, ન ફાસિયં, ન પાલિય, ન તીરિયું, ન કીઢિયું, ન સોહિયં, ન આરાહિયે આણાએ અશુપાલિત્તા ન ભવઈ તસ મિચ્છામિ દુક્કડં. ........ પચ્ચકખાણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આણાચાર, જાણતાં-અજાણતાં મન-વચન અને કાયા વડે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. .......... પચ્ચખાણમાં મન, વચન અને કાયા વડે આહારસંશા થઈ હોય તો અરિહંત સિદ્ધિ મેળવી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ. (ઉપર પ્રમાણે બોલ્યા બાદ - ત્રણ નમોઝાર ગણવા એટલે કોઈ પણ પચ્ચખાણ પાળવાની વિધિ પૂરી થઈ.) ખાલી જગ્યામાં જે પચ્ચખાણ પાળવાના હોય તેનું નામ બોલવાનું છે. તપની આલોચના પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા. આલોચના - જોવું - તપાસવું. માનવ પાસે દુષ્ટિ છે, આત્મામાં જ્ઞાનદ્રષ્ટા - -૧૧૮) e0%e0% e0ews તપ તત્ત્વ વિચાર #@#$%e0%e0%a પણાનો ગુણ છે. ખુલ્લી આંખે જગતના બાહ્યપદાર્થો ને નિહાળે છે. પરંતુ બંધ આંખે પોતે પોતાને જ નિહાળવું તે જ છે આલોચના. પ્રત્યેક જીવની આત્મવિકાસની અવસ્થા ભિન્ન હોય છે. તેથી સહની પોતાને જોવાની દ્રષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના સહથી વધુ વિકસિત હોય તેટલો તે પોતાનામાં વધુ ઉડો (સૂક્ષ્મ) ઉતરી શકે. - જ્ઞાન, દર્શન, આદિ એ આત્માના મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનના આત્મામાં રહેલા આ ગુણો પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ સંસારી જીવોમાં ઓછે વત્તે અંશે એ ગુણો વિકૃત થઈ ગયેલા હોય. એ વિકૃત ભાવોની પ્રેરણાથી જ્યારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થાય. પરિણામે જ્ઞાન, દર્શન આદિ ગુણો પણ વધુ વિકૃત થતાં રહે છે જેની પરિણતિ પાપમાં આવે છે. જીવ સ્વને નિહાળી પાપરૂપ વિકૃતિઓનો એકરાર કરી, તેનો પશ્ચાતાપ કરી શુદ્ધ થાય તે ક્રિયાને આલોચના કહેવાય છે. - વર્ષ દરમ્યાનની તપ સાધનામાં વ્રત પાલનમાં પ્રમાદ, સ્વાર્થ કે અજ્ઞાન ને કારણે દોષ લાગ્યા હોય તેની ગુરૂ ભગવંત સન્મુખ આલોચના કરવાથી આપણે પાપોને પરભાવ માનીશું. આપણાં વિરોધી માનીશું. આત્મસ્વરૂપના ઘાતક માનીશું તો ફરી આપણા જીવનમાં પાપનો પ્રવેશ નહિ થાય અને તપની શુદ્ધિ થશે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મલક્ષી બતાવી છે. આ આરાધના સમયે જીવન વ્યવહારની સાથે ૧૮ પાપ સ્થાનકોમાંના પાપો પ્રવેશી ગયા હોય તેને, તપ સાધનાની પૂર્ણાહુતિના મંગલમય દિવસોમાં અરિહંત સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે, આલોચના કરવી જોઈએ. આ આલોચના ગુરૂભગવંત સન્મુખ સમજણ અને ભાવપૂર્વક કરીએ તો ભવોભવની કર્મજાળને છેદવા સમર્થ છે. * આલોચણા. પ્રથમ માંગલિક કહેવું દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો સંબંધ છોડીને અણાહારક પદ પ્રાપ્ત કરવા માટે, સમ્યક, તપની આરાધના વડે, જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે તેવું તપનું ફળ પ્રગટ ન હોઈ, ઈચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય તો અરિહંત, સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડ. શાશ્વત આત્મધર્મના અદ્ભુત વ્યવહાર સમા તપના આચરણમાં મન-વચન અને કાયાથી દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં. તપમાં પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને ૧૧૯)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy