SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ 8181818181818181818181818181818181818181818181818181818181818181818 પુના પ્રત્યાખ્યાન આલોચના અને વૈયાવરણ્ય ડૉ. મધુબહેન બરવાળિયા (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ - સોહમ મહિલામંડળ ઘાટકોપર સાથે સંકળાયેલાં છે) પ્રત્યાખ્યાન - પચ્ચખાણ એટલે ? નરને નારાયણ બનાવનાર. આત્માને પરમાત્મા તરફ પ્રયાણ કરાવનાર. શેતાનને સજજન બનાવનાર. મહાવીરના માર્ગનું મંથન કરાવનાર. ચંચળ મનને સ્થિર કરવાનો ઉપાય. દુર્બળ મનને મજબૂત કરવાનું રસાયણ. ભવરોગને નાબુદ કરવાની સંજીવની. %e0%e0% e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ગુરુ સન્મુખવિનયપૂર્વક બે હાથ જોડી પ્રત્યાખ્યાન લેવાથી એનર્જી પોઝીટીવ થાય છે અને ઈચ્છાઓ શાંત થવા લાગે છે. પચ્ચખાણ કરવાથી શું લાભ થાય? જીવનમાં પચ્ચકખાણ આવશ્યક છે. પચ્ચકખાણ કરવાથી હિંસા આદિ આશ્રવના દરવાજા બંધ થઈ જાય છે. અને ઈચ્છાઓનો નિરોધ થઈ જાય છે. ઈચ્છાઓનો નિરોધ થવાથી આત્મા સર્વ પદાર્થોમાં તૃષ્ણા રહિત બનીને પરમ શાંત (ચિત્તયુક્ત) થઈ સુખપૂર્વક વિહરે છે. પચ્ચકખાણ કોની પાસે લેવા. ૧) તમો જ્યાં નિવાસ કરતાં હો ત્યાં નજીકમાં સાધુ-સાધ્વીજી બિરાજમાન હોય તો તેમને ત્રણ વંદના કરી જ્ઞાન-ધ્યાન દેહની સુખશાતા પૂછી પચ્ચકખાણ કરવાં. ૨) જો સાધુ-સાધ્વી ઉપસ્થિત ન હોય તો ઈશાન ખૂણા તરફ મુખ રાખી શ્રી સીમંધર સ્વામી (જે વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા તીર્થકર ભગવંત)ની આજ્ઞા લઈ સ્વયં પચ્ચકખાણ કરી લેવા. પચ્ચખાણ જ્ઞાની, વડીલ વ્યક્તિ પાસેથી પણ લઈ શકાય. પચ્ચકખાણ વિધિ ૧. ચઉવિહારનાં પચ્ચકખાણ ધાર્યા પ્રમાણે ચઉવિલંપિ આહાર પચ્ચકખામિ અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં, સવ્વસમાહિ વત્તીયાગારેણં, અપ્પાણ. વોસિરામિ. ૨. એકાસણા - બિયાસણાના પચ્ચકખાણ એકાસણા ઉપરાંત દુવિહંપિ આહાર પચ્ચકખામિ, અસણં ખાઈમ, સાઈમ, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં, સવ્ય સમાવિવત્તિયાગારેણં, અપ્રાણ, વોસિરામિ. ૩. આયંબિલનાં પચ્ચકખાણ આયંબિલવિહં તિવિહં તિવિહંપિ આહાર પચ્ચખામિ, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થાણા ભોગેણં, સહસા-ગારો, લેવા લેવેણું ગિહથ્થસંસણ, ડુઢચમખએણં, ગુર અભટ્ટાણેણં, ઉક્રિખર વિવિગેણં, સવ્ય સમહિવત્તિયાગારેણં, અપાણે, વોસિરામિ. નીવી નાં પચ્ચકખાણ લેવાં હોય તો આયંબિલવિહંને બદલે નિવિગઈયં શબ્દબોલવો. બાકી ઉપર મુજબ જ બોલવું ૪. તિવિહાર ઉપવાસનાં પચ્ચકખાણ કાલ સૂર્ય ઊગે ચઉત્થભત્ત પચ્ચખામિ. તિવિહંપિ આહર, અસણં, ખાઈમ, સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસા ગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, અપાણે ૧૧) પચ્ચકખાણના ચાર પગથિયા ૧) શ્રવણ (૨) શ્રદ્ધા (૩) સમજણ (૪) સમાચરણ પચ્ચકખાણની પાંચ શુદ્ધિ ૧) શ્રદ્ધા શુદ્ધિ (૨) વિનય શુદ્ધિ (૩) ભાવ શુદ્ધિ ૪) અનુભાષણ (વોસિરામિ) શુદ્ધિ ૫) અનુપાલન શુદ્ધિ પશ્ચક ખાણની પાંચ ફળશ્રુતિ ૧) સમ્યકવિરતિનો પરિચય (૨) પતિતનો ત્યાગ (૩) સદ્વાંચની રુચિ. ૪) પંચ પરમેષ્ઠિનાં શરણાં (૫) વિકાર વર્ધક નિમિતનો ત્યાગ પચ્ચકખાણ - પ્રત્યાખ્યાન કરવાથી શું લાભ? પચ્ચખાણ રૂપી લૉક (તાળું) લાગે ત્યારે નિયમ પાલન અનિવાર્ય અને સહજ થઈ જાય છે. વિચારો અને વિકલ્પોનું લૉક લગાડવું તે પ્રચખાણ છે. જે વ્યક્તિ પચ્ચખાણ કરે છે ત્યારે તેનાં મન, વિચારો અને સંજ્ઞાપર સહજતાથી કંટ્રોલ આવી જાય છે. પ્રત્યાખ્યાન દ્વારા વ્યક્તિની અંદરની ઈચ્છાઓનું શમન થાય. વિકલ્પો ઘટે એટલે સંકલ્પની દઢતા આવે છે અને કર્મોના આશ્રયદ્વાર બંધ થઈ જાય છે. -૧૧૬
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy