SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ eeeeeeeeee eccess જૈન ધર્મમાં આત્યંતર તપ : કાર્યોત્સર્ગ બીના ગાંધી પૂ. (બી.એ. (કોમ્પ્યુટર સાયન્સ) ધાર્મિક કલ્ચર અને યોગિક શિક્ષણમાં ડિપ્લોમા કર્યો છે. યોગ શિક્ષણ કાઉન્સલર છે. સામયિકોમાં મનનીય લેખ લખે છે) पायच्छितं धिणओ, वैयावच्चं तदेव सज्झाओ । झणं उसोsविअ, अभितरओ तवो दोड || ૬ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ૬ પ્રકારનાં આત્યંતર તપ છે. આમાંનું છેલ્લું તપ છે કાયોત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. વ્યુત્ક્રુ એટલે વિશેષતાપૂર્વકનો ત્યાગ. ના, કાયાનો ત્યાગ નથી કરવાનો પણ કાયા સાથેના આપણાં મમત્વનો ત્યાગ કહ્યો છે. જૈનદર્શનમાં ૧૨ પ્રકારનાં તપ કહ્યાં છે. આપણા પૂર્વજોએ, આત્મદર્શન એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં અનુસંધાનને અને તે માટે ધ્યાનના અભ્યસને સર્વોત્કૃષ્ટ તપ કહ્યું છે, કારણ કે તેનાથી એક ક્ષણમાત્રમાં અઢળક કર્મનિર્જરા થઈ શકે છે. તેની સરખામણીમાં ઉપવાસ કે માસખમણ આદિ એકલાં બાહ્યતપ દ્વારા થતી કર્મનિર્જરા કંઈ વિસાતમાં નથી. “આત્મજ્ઞાન વિના તીવ્ર તપથી પણ ભવદુઃખનો અંત આવતો નથી.’’ (શ્રી હેમચંદ્રસૂરિ મહારજનાં) આ વચનોથી કોઈ એમ સમજવાની ભૂલ ન કરે કે આત્મવિકાસમાં બાહ્યતપ નિરૂપયોગી છે. આનો અર્થ છે મુક્તિસાધનામાં આત્મજ્ઞાનનું કેવું મહત્ત્વનું સ્થાન છે અને નહીં કે તપની નિરર્થકતા. વિવેકપૂર્ણ રીતે બાહ્ય અને અત્યંતર તપ મુક્તિપ્રયાણમાં વેગ લાવી દે છે. એટલે કે આત્મદર્શન (આત્મજ્ઞાનની સાધનામાં સાધનભૂત સ્વાધ્યાય - ધ્યાન – કાયોત્સર્ગ જેવાં અત્યંતર તપને જે સહાયક બનતું હોય તે બાહ્યતપને જ જ્ઞાનીઓએ મુક્તિ સાધનાનું અંગ ગણ્યું છે. પરંતુ આ વાત આપણા સંઘમાં જાણે કે વિસરાઈ ગઈ છે. જ્ઞાનયોગ અર્થાત્ સ્વરૂપ જાગૃતિ અને ધ્યાનસાધના પ્રત્યે આજે ભાગ્યે જ લક્ષ અપાય છે. આજકાલ આરાધના કરવાવાળાં સાધકોને પોતાની સાધનામાં જો ક્યાંય પણ તપ (બાહ્ય), સ્વાધ્યાય (શાસ્ત્ર અધ્યયન) કે ક્રિયાકાંડમાં ક્યાંક પણ ઉણપ રહી જાય તો ખૂબ ખટકે છે, ચૂકતા લાગે છે. ઉપવાસાદિ બાહ્યતપ ન થઈ શકે તો એ ખેદ અનુભવે છે, પરંતુ વર્ષોથી સાધના કરવા છતાં જો ધ્યાનમાં પ્રવેશ કે પ્રગતિ ન થઈ શક્યાં હોય ન ૯૮ 33333333333 14 de fer 3333333333SISIS તો એનો રંજ બહુ દેખાતો નથી. આ ધ્યાનનું પ્રથમ અંગ છે, ચિત્તશુદ્ધિ અને એ માટેનીં પગથિયું છે પરમ તત્ત્વનો સ્પર્શ પોની અંદર પામવો. જડ-ચેતનનું ભેદજ્ઞાન થયું. આ માટે યમ - નિયમ - સંયમ - તપ - જપ - ક્રિયાકાંડ અને સ્વાધ્યાય સાથે ધ્યાનનો અભ્યાસ કરવા પર જ્ઞાનીઓએ સાધકોને ભારપૂર્વક અનુરોધ કર્યો છે. ધ્યાન એટલે વિવેક અને વૈરાગ્ય પ્રગટચા પછી પ્રતિધાનપૂર્વક પરમાંથી હટી ‘સ્વ’માં કરવાનો સઘન પ્રયાસ. અને કાયોત્સર્ગ એટલે આ ધ્યાનમાં લીન રહી દેહાત્મભાવથી ઉપર ઊઠવાની સાધના. આ કાર્યોત્સર્ગની સાધનાનો જ જિનેશ્વર દેવોએ સર્વોત્કૃષ્ટ તપ કહ્યું છે. કાયોત્સર્ગ એટલે શું ? કાયોત્સર્ગ એટલે કાયાના મમત્વને છોડવાની તૈયારી. કાયાથી ‘હું’ ભિન્ન છું એ જાણવાની તૈયારી. આ કાયા એ હું નથી, એ જાણવું એ છે કાયોત્સર્ગ. શરીર અને આત્માનું ભેદજ્ઞાન આ કાયોત્સર્ગમાં થાય. શરીર અને આત્માને જોડનાર સેતુ છે મન, શ્વાસ. આપણું શરીર પાંચ ભૂતોનું બનેલ છે. પૃથ્વી, આકાશ, વાયુ, જલ અને અગ્નિ. આમાં મારું તો કંઈ નથી એ જાણવું તે કાયોત્સર્ગ. આ પાંચ ભૂતો ન રહે તો બાકી શું બચે ? એ ‘હું’ છું. બસ, ફક્ત જાગૃકતા (arwarnesess) તે જ ‘હું’ છું. ‘સોહમ્’. કાયોત્સર્ગ એટલે જે જેવું છે એને એમ ગણવું. જે મારું નથી એમાં માલિકી ભાવ ન રાખવો. કાયોત્સર્ગ એટલે ચિંતાથી મુક્ત થયું. ચિંતા સાથેનો સંબંધ તોડી નાખવો ? કેવી રીતે તોડવો ? જ્યાં સુધી ધ્યાનમાં નહીં ઉતરીએ ત્યાં સુધી કાયોત્સર્ગ સમજમાં નહીં આવે. ધ્યાન વિના કાયોત્સર્ગ સંભવે ? શરીરનું મમત્વ કેવી રીતે છૂટે ? એક તો સતત, નિરંતર સ્મરણ કે શરીર એ ‘હું’ નથી. એ મારું સરસ સાધન છે. સાધનની કાળજી રખાય પણ એની સાથે મમત્વભાવ ન રખાય. કાળજી પણ રાખવી છે કારણ કે આ સાધન દ્વારા જ આત્માનુભૂતિ શક્ય છે, સાધના શક્ય છે. રોજ ચાલતાં, ઊંઘતાં, સૂતાં, બેસતાં નિરંતર સ્મરણ કે શરીર મારું સાધનમાત્ર છે પણ “હં” નથી તો પછી અંદર રહેલ ચૈતન્યશક્તિ તે જ હું છું એનો બોધ સ્પષ્ટ થવા લાગશે. એક સમયમાં, ઉપયોગ એકમાં જ રહી શકે. જ્યારે જ્યારે શરીર સાથનું તાદાત્મ્ય વધે એટલે આત્મા સાથેનું ઘટે. જો આત્મામાં ઉપયોગ રાખવો હોય તો શરીર સાથેનું (conection) મમત્વ તોડવું જરૂરી છે. અને આ બધું આપણી માન્યતા પર આધારિત છે. માન્યતા બદલો, જગત બદલાઈ જાય છે. આપણે તો જન્મોજન્મથી આ શરીરને જ “શું” માની બેઠા છીએ. આપણને ઊંઘમાં પણ ખ્યાલ હોય છે કે આ મારું શરીર છે. બેહોશીમાં ખ્યાલ Ge
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy