SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB એકાન્તમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું અને શૈર્ય રાખવું. આ દુ:ખોથી મુક્તિનો ઉપાય છે. સ્વાધ્યાયને અર્થ : વિભિન્ન દષ્ટિકોણથી સ્વાધ્યાય શબ્દના અનેક અર્થ થાય છે. સ્વ + ગયા આનો અર્થ એ થાય છે કે બીજાને સમજવાની અપેક્ષાએ સ્વયંના જીવનનું અધ્યયન કે મનન કરવું. 4 + મrfધ + ન, સ્વાધ્યાય અર્થાત્ સુશાસ્ત્રોનું મર્યાદાપૂર્વકનું અધ્યયન એટલે સ્વાધ્યાય. સુશાસ્ત્ર એટલે ગુણાનુરાગ દ્વારા આત્મપોષણ કરે છે. મુ + H + ૩પ્પા અર્થાત્ ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરવું. ભગવાન મહાવીરે ઉત્તમ શાસ્ત્રોનું લખણ બતાવતાં કહ્યું છે કે, “= સુવા પરિવMતિ તરં તિહિંસ ' જે શાસ્ત્રને વાંચી કે સાંભળીને માનવ મનને પ્રેરણા મળે તથા ક્ષમા, તપ, અહિંસા આદિની ભાવના બળવાન થાય તે ઉત્તમ શાસ્ત્ર છે. સ્વાધ્યાયનો શાબ્દિક અર્થ “સ્વસ્થ ગણવનમ્' | હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારે શું કરવું જોઈએ, એ સ્વ જ્ઞાન થાય તે સ્વાધ્યાય. ‘ન વરા ધ્યાનમ્ વધ્યા : ' તાત્પર્ય છે કે સ્વનું અધ્યયન કરવું. બીજા શબ્દોમાં સ્વાધ્યાય આત્માનુભૂતિ છે. સ્વની અંદર ઝાંખીને સ્વને જોવાનું છે. તે સ્વયં પોતાનું અધ્યયન છે. પોતાના વિચારો, વાસનાઓ અને અનુભૂતિઓને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન જ સ્વાધ્યાય છે. - જે વ્યક્તિ સ્વયં પોતાની અંદર ઝાંખીને પોતાના કષાયોને જાણી લે છે, તે યોગ્ય ગુરના સાન્નિધ્યમાં એનું નિરાકરણ કરીને આધ્યાત્મિક વિશદ્ધતાને પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે સ્વાધ્યાય અથાત્ સ્વનું અધ્યયન, આત્મવિશુદ્ધિની એક અનુપમ સાધના સિદ્ધ થાય છે. સ્વાધ્યાય શબ્દની અન્ય પરિભાષા સ + ગ + fધ + ૪ આ રૂપમાં પણ કરવામાં આવી છે. “જ્ઞમનોધ્યાઃ સ્વાધ્યાયઃ' અર્થાત્ સત્ સાહિત્યનું અધ્યયન કરવું સ્વાધ્યાય છે. આ પરિભાષાઓ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે બધા પ્રકારનું વાંચન-અધ્યયન સ્વાધ્યાય નથી. આમ વિશુદ્ધિના માટે કરવામાં આવેલ પોતાની સ્વકીય વૃત્તિઓ, ભાવનાઓ અને વિચારોનું અધ્યયન કે નિરીક્ષણ તથા સંગ્રંથોનું પઠન-પાઠન, જે અસત્ વૃત્તિઓને સમજીને દૂર ૮૪) %e0%e0% e0ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0a કરવામાં સહાયક હોય તે સ્વાધ્યાયની અંતર્ગત આવે છે, જેનાથી મન પ્રશાંત થાય છે અને જીવનમાં સંતોષની વૃત્તિ વિકસીત થાય છે. સ્વાધ્યાયનું સ્વરૂપ ધાધ્યાયની અંદર કઈ પ્રવૃત્તિઓ આવે છે તેનું વિશ્લેષણ જે ન પરંપરામાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સ્વાધ્યાયનાં પાંચ અંગ માનવામાં આવ્યાં છે. बायणा पुच्छणा चेव तहेब परियट्टणा ।। अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे ।। વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું સ્વાધ્યાય તપ છે. (૧) વાચના : ગુરુના સાન્નિધ્યમાં સગ્રંથોનું અધ્યયન કરવું વાચના છે. કોઈ કારણસર વાંચી ન શકાય તો બીજાની પાસેથી સાંભળવું તે પણ વાચનાના અર્થમાં ગૃહીત કરી શકાય છે. (૨) પ્રતિપ્રચ્છના: પ્રતિપ્રચ્છનાનો અર્થ છે વાંચતી વખતે જે બાબતો ન સમજાય અથવા કોઈ શંકા કે જિજ્ઞાસા ઊભી થાય તો ગુરજનો કે જ્ઞાનીને વિનયપૂર્વક તે જણાવી મનનું સમાધાન મેળવવું. (૩) પરાવર્તના: શીખેલા જ્ઞાનને યાદ રાખવા માટે વારંવાર પુનરાવર્તન કરવું જેથી વિસ્મૃત ન થાય. (૪) અનુપ્રેક્ષા : પૂર્વવડિત વિષયના સંદર્ભમાં ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા : વ્યક્તિને અધ્યયનના માધ્યમથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેને લોકકલ્યાણની ભાવનાનીત બીજા સમક્ષ રજૂ કરવું કે ધર્મોપદેશ આપવો તે ધર્મકથા છે. આ પ્રમાણે સ્વાધ્યાયના ક્ષેત્રમાં આ પાંચે અવસ્થાઓનો એક ક્રમ છે. આમાં પ્રથમ સ્થાન વાચના છે. અધ્યયન કરેલા વિષયને સ્પષ્ટ કરવા માટે પ્રશ્નોત્તર દ્વારા શંકાનું નિવારણ કરવું - એનો બીજો કમ છે કારણ કે જ્યાં સુધી અધ્યયન ન થાય ત્યાં સુધી શંકા આદિ ન થાય. અધ્યયન કરેલા વિષયના સ્પષ્ટિકરણ માટે પરાવર્તના આવશ્યક છે. જેનાથી સ્મૃતિ સુદૃઢ થાય છે. ત્યાર બાદ અનુપ્રેક્ષા અથવા ચિંતન છે. ચિંતનના માધ્યમથી વ્યક્તિ વિષયમાં સ્થિર જ ૮૫ %
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy