SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ #g#66666666666@GGeetWS%98888 જૈનદર્શનમાં આત્યંતર તપ અંતર્ગત સ્વાધ્યાય - ડૉ. શોભના આર. શાહ (શોભનાબહેને મનોરમા કથાઃ એક અધ્યયન’ પર Ph. D. કર્યું અને આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં કાર્યરત છે) વર્તમાન સમયમાં કુસંગના યોગ માટેનું વાતાવરણ સહેલાઈથી પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ માટે સત્સંગનું વાતાવરણ મળવું તે અતિ મહત્વની વાત છે. મોંઘો માનવદેહ મળ્યો છે તેને ધન્ય કરવા માટે સત્સંગ, સ્વાધ્યાય ઉત્તમ સાધન છે. સ્વાધ્યાય માટે સત્ સાહિત્યનું અધ્યયન આવશ્યક છે. સારાં પુસ્તકોનો સ્વાધ્યાય મનુષ્યનો ઉત્તમ મિત્ર છે, જે કોઈ પણ સ્થિતિમાં તેનો સાથ નિભાવે છે, માનસિક તણાવને દૂર કરે છે. આવા સ્વાધ્યાયથી વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે. સ્વાધ્યાયનું મહત્વ માનવજીવનમાં સ્વાધ્યાયનું મહત્ત્વ અતિ પ્રાચીનકાળથી સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. શિષ્ય જ્યારે શિક્ષા પૂર્ણ કરી ગુરુના આશ્રમમાંથી વિદાય લે છે ત્યારે અંતિમ શિક્ષા તેની આ હોય છે - “સ્થાવત્ મા પ્રમઃ' અર્થાત્ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો. જ્ઞાનવૃદ્ધિનું મુખ્ય સાધન સ્વાધ્યાય છે. સાક્ષાત્ ગુરવાણીનો લાભ ન મળે તેવી સ્થિતિમાં સ્વાધ્યાય ગુરું કાર્ય કરે છે. સ્વાધ્યાયથી કોઈ ને કોઈ માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય છે. વ્યક્તિને શરીરના વિકાસ માટે જેમ કસરત અને ભોજનની આવશ્યકતા છે તેમ સ્વાધ્યાય દ્વારા બુદ્ધિનો વિકાસ થાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, 'Book are our best Friend' સારાં પુસ્તક મિત્રની ગરજ સારે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, જ્યારે હું કોઈ પણ મુશ્કેલીમાં હોઉં, મારી સામે કોઈ મોટી સમસ્યા હોય, તેનો ઉકેલ મને પ્રાપ્ત ન થાય તો હું ગીતામાતાની ગોદમાં ચાલ્યો જાઉં છું, ત્યાં મને કોઈ ને કોઈ સમાધાન અવશ્ય મળી જાય છે.' મહાત્મા તિલકે પણ કહ્યું છે કે, 'હું નરકમાં પણ સક્શાસ્ત્રોનું સ્વાગત કરીશ, કારણ કે તેમાં અદ્રુત શક્તિ છે.' સત્ય છે કે વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીમાં હોય પરંતુ નિષ્ઠાપૂર્વક સઘંથોનો સ્વાધ્યાય કરે તો તેને તેમાંથી પોતાની ભ૮૨) #g @S %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ મુક્તિનો માર્ગ અવશ્ય મળે છે. જૈનદર્શનમાં જેને મુક્તિ કહેવામાં આવે છે, તે વસ્તુતઃ કપાયોથી મુક્તિ છે. આ મુક્તિ માટે પૂર્વ કર્મોના સંસ્કારોની નિર્જરા આવશ્યક માનવામાં આવી છે., નિર્જરા એક સાધના છે. જેના દ્વારા કષયો દૂર થાય છે. આ નિર્જરા એ તપની જ એક સાધના છે. જૈન પરંપરામાં તપ સાધનાના બાર ભેદ માનવામાં આવ્યા છે, તેમાં આત્યંતર તપની અંદર સ્વાધ્યાય'ની ગણના કરવામાં આવે છે. ભગવાન મહાવીરે પોતાના અંતિમ ઉપદેશમાં કહ્યું છે કે, સાવ વા નિજોન મળતુકા |’ સ્વાધ્યાય કરવાથી સર્વ દુ:ખોથી મુક્તિ મળે છે. આમ સ્વાધ્યાય એ મુક્તિનો માર્ગ છે. ઉત્તરાધ્યયન સૂત્ર, આચારસાર, તત્વર્થસૂત્ર', સમણસુત્ત આદિ ગ્રંથોમાં સ્વાધ્યાયને આંતરિક તપનો એક પ્રકાર બતાવતા તેના પાંચ અંગોની ઉપલબ્ધિની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. परियट्टणा य बायणा, पडिच्छणाणुवेहण य धम्मकहा । थुदिमंगल संगुत्तो, पंचविहो होइ सज्झाओ।' બૃહત્ક૯૫ ભાખ્યામાં પણ કહેવામાં આવ્યું છે કે, ‘ન વિ ગથિ ન પિ મ cોદી, સજાવં સમં તમ્” અર્થાત્ સ્વાધ્યાય સમાન ભૂતકાળમાં કોઈ તપ ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. આમ, જૈન ધર્મમાં સ્વાધ્યાયને આધ્યાત્મિક માર્ગમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાધ્યાયથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે અને સમસ્ત દુ:ખોનો ક્ષય થાય છે. नाणस्स सब्बस्स पगासणाए, अन्नाण-मोहस्स विबज्जणाए । रागस्ष दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ तस्सेस मग्गो गुरु-बिद्धसेवा, बिबज्जणा बालजणस्सद्रा । सज्झाय-एगन्तनिसेवणा य सुत्तऽत्थसंचिन्तणया धिई य ॥" અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગપના પૂર્ણક્ષયથી જીવ એકાન્ત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ગુર જનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો,
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy