SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ******** ત્યા સુધી દર્શન પ્રાયશ્ચિત દેખાય છે. “પ્રાયશ્ચિત લેવાની પાત્રતા'' જ્ઞાનધારા નિમ્નગુણોના ધારક જ પ્રાયશ્ચિત લેવાની પાત્રતા ધરાવે છે. જો સાદુ આલોચના કરવાને પાત્ર છે તેનામાં નિમ્નલિખિત આ દશ ગુણ હોવા જોઈએ. (૧) ઉત્તમ જાતિ સંપન્ન (૨) ઉત્તમ કુળ સંપન્ન (૩) વિનયવાન (૪) જ્ઞાનવાન (૫) દર્શનવાન (૬) ચારિત્રવાન (૭) ક્ષમાવાન (૮) જિનેન્દ્રિય (૯) અમાયી (૧૦) પ્રાયશ્ચિત લઈને પશ્ચાતાપ કરવાવાળો, ચા ગુણોના ધારક વ્યક્તિ શુદ્ધ આલોચના કરી શકે છે. ‘પ્રાયશ્ચિત દેનારની પાત્રતા' નિમ્ન ગુણોના ધારક મુનિ જ પ્રાયશ્ચિત દેવાના અધિકારી હોય છે. (૧) શુદ્ધાચારી (૨) શુદ્ધ વ્યવહારી (૩) અવધારણવાળા (૪) લજ્જા કવાવાળા (જેથી સામેવાળી વ્યક્તિ સુખથી આલોચના કરી શકે). (૫) શુદ્ધિ કરવામાં સમર્થ. (૬) અપાર શ્રાવિ (આલોચનાને પ્રકટ ન કરનાર) ૭. નિયમિક - આલોયણા કરનાર જેને નિભાવી શકે. ૮. અપાયદધી - આલોયણા કરનારના અપરાધોના દુષ્પરિણામોને સમજાવનાર હોય (૯) પ્રિયધમી (૧૦) દૃઢધર્મી. : પ્રતિ સેવનાના દશ કારણો દશ કારણોથી અતિચાર અથવા દોષોનું સેવન થાય છ તે દશ કારણો છે ૧. - દર્પ (અહંકાર, (૨) પ્રમાદ (૩) અનાયોગ (૪) આતુરતા (સુધા અથવા રોગથી પીડિત થવાથી) (૫) આપત્તિ (૬) શંકા (૭) સહસાકાર (અકસ્માત) (૮) ભય (૯) પ્રદોષ (૧૦) વિમર્શ (પરીક્ષા). આ કારણોથી દોષોનું પ્રતિસેવન થાય છે તથા તેની શુદ્ધિ હેતુ પ્રાયશ્ચિત લેવાય છે. પ્રાયશ્ચિતના દશ દોષ - પ્રાયશ્ચિત , આત્મશુદ્ધિ માટે (નિષ્કપટ ભાવથી લેવું જોઈએ, પરંતુ આમ ન કરવાથી અમુક અતિચાર સેવી નિમ્ન દોષોનું સેવન કરે છે. આવા દસ દોષ બતાવેલ છે. sr ૧. ૨. 3. ૪. ૫. ૬. ૩. આકમાચિત્તા - આચાર્ય મહારાજ મને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત આપે, આવી ભાવનાથી વૈયાવચ્ચ આદિ દ્વારા પ્રભાવિત કરવા. અણુમાણઈત્તા - નાનો અપરાધ બતાવવો, આચાર્ય ઓછો દંડ દેશે, જેથી પોતાના અપરોધને નાનો કહી બતાવવો. જંદિષ્ટ - આચાર્ય આદિના દ્વારા જે અતિચાર યા દોષ જોવામાં આવ્યા છે તેની જ આલોચના કરવી. શેષને સંતાડવા. .. ‘બાદર’ - મોટા મોટા અતિચારોની આલોચના કરવી અને સૂક્ષ્મને છોડી દેવા. સૂક્ષ્મ - સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી તથા મોટા અતિચારોને ગુપ્ત રાખવા. છમ - ગુપચુપ અસ્પષ્ટ શબ્દોમાં માતા-પિતાને કહે, જેને આચાર્ય સાંભળી ન શકે. શબ્દાકુલ - એટલા જોરજોરથી આલોચના કરે કે અગીતાર્થો પણ તેને સાંભળી લ્યે. બહુજન - એક આચાર્ય પાસેથી એક અપરાધની આલોચના કરી લીધા બાદ તે જ અપરાધ માટે બીજા આચાર્યાદિ પાસે આલોચના કરવી. અવ્યક્ત - અગીતાર્થ પાસે આલોચના કરવી. ૯. ૧૦. સેવી - જે અતિચારની આલોચના કરવી છે તેનું સેવન કરનાર પાસેથી આલોચના કરવી, જેથી તે અલ્પદંડ આપે. પ્રાયશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આત્મ-શોધન હોવું. જોઈએ. આ ભાવનાની સાથે નિષ્કપટ આલોચના કરવી તથા અતિચારોની શુદ્ધિ માટે સરળતાથી પ્રાયશ્ચિત સ્વીકાર કરવું જોઈએ. આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત એક કારગર ઉપાય છે. અપરાધ કરીને તેનો સ્વીકાર કરવો, અને તેના માટે દંડ સ્વીકારવો તે એક કઠિન ક્રિયા છે. એટલે તેને આત્યંતર તપ માનવામાં આવેલ છે. પ્રાયશ્ચિત સરળતાથી ગ્રહણ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જનાર આત્માની શાસ્ત્રીય તથા ઐતિહાસિક ઉદાહરણો તરફ દષ્ટિપાત કરશું તો પ્રાયશ્ચિતની વિશ્વસનીયતાની વધુ પરિપુષ્ટિ થશે. આમાં અમુક આત્માઓ એવા છે જેમને સ્વયં પશ્ચાતાપ કહી સાચા હૃદયથી આત્માની સાક્ષીએ આલોચના ૬૫
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy