SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ફટાકાણી જાણwateણ જ્ઞાનધારા weetest bleefeeeee આત્યંતર તપનો એક ભેદ : પ્રાયશ્ચિત્ત'' - ધનલક્ષ્મીબેન શાંતિલાલ બદાણી નાગપુર સ્થિત ધનલક્ષ્મીબહેન જૈન ધર્મના અભ્યાસુ છે. સાધુ-સંતોની વૈયાવચ્ચ કરવાવાળા, અનેક સામયિકોમાં લેખો લખે છે અને જૈન સાહિત્ય સત્રોમાં ભાગ લે છે). ધમ્મો મંગલ મુક્કિ કઈં, અહિંસા સંમો તવો દેવાહિં તં નમંસતિ જસ્ય ધમૅ સયામણો મોક્ષગતિના બાધક રાગ-દ્વેષથી ઉત્પન્ન પાપકર્મોને ક્ષય કરવા માટે તથા અમોઘ નિરૂપિત કરવામાં આવ્યું છે. તપ એટલે માત્ર અન્ન-જળ છોડી ભૂખ્યા રહેવામાં નથી પરંતુ ભગવાન મહાવીરે સાધુ અથવા સાધક માટે ઉત્તરાધાયનના ત્રીસમા અધ્યાયનમાં બાર પ્રકારના તપ બતાવ્યા છે. આ બાધતપ અને છે આત્યંતર તપ. તેમાં પ્રાયશ્ચિત એક આત્યંતર તપ છે. પશ્ચાતાપ તે એક મહાન આત્યંતર તપ છે, જેમાં સાધક પોતાની ભૂલનો સાચા હૃદયથી સ્વીકાર કરી, એકરાર કરી આત્માની સાક્ષીએ અથવા ગર પાસે પ્રાયશ્ચિત કરી નરકગતિથી અટકી સીધા મોક્ષ માર્ગમાં અવિચલ સ્થાને પહોંચી જાય છે. “આવશ્યક સૂત્ર" બત્રીસ સૂત્રોમાંનુ એક મહાન પ્રાયશ્ચિત સૂત્ર છે, જેમાં વ્યક્તિ પ્રતિદિનના પોતાના પાપનું પ્રતિક્રમણ દ્વારા કરીને પાપથી અટકી જાય છે. “હા પસ્તાવો વિપુલ ઝરણું. સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે" - કલાપી સંવર દ્વારા કર્મોનો આશ્રવ અટકી જાય છે, અર્થાત્ નવીન કર્મોનો બંધ નથી થતો. પરંતુ પૂર્વસંચિત કર્યાનો ક્ષય મુખ્યતયા તપથી થાય છે. જીવ એક તળાવ સદુશ છે તથા કર્મ પાણી રૂપ છે. જેમ તળાવમાં નવું પાણી આવતું રહે છે, તથા તેમાંથી જળ ઉલેચવા છતાંય ખાલી ન થઈ શકે. અગર નવીન જળનું આગમન રોકી દેવામાં આવે તો પણ, તો પણ જૂનું પાણી ન સુકાય તો સરોવર નિર્જળ ન થાય. આવી જ રીતે જ્યાં સુધી આશ્રયનો પ્રવાહ ચાલુ છે &#sae%etweetestવું તપ તત્ત્વ વિચાર Betieeeeeeeee ત્યાં સુધી જીવ કમરહિત નથી થઈ શકતો અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા માટ તપોધર્મની અપેક્ષા રહે છે. તપ દ્વારા કોટિ ભવોના કર્મjજ પણ એવી રીતે ભસ્મ થઈ જાય છે. જેવી રીતે અગ્નિ દ્વારા નો ઢગલો. આત્માની શુદ્ધિ માટે ત૫રૂપી અગ્નિમાં શરીરને નાખવું જોઈએ. તેના માટે વીર ભગવાને છે બાહ્ય, છ આત્યંતર તપ બતાવ્યા છે. આમાંનું પ્રાયશ્ચિત એક આત્યંતર તપ છે. પ્રાયશ્ચિત” તપનો ઉદ્દેશ્ય શરીર-દમન સાથે ઈન્દ્રિય તથા મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. શરીર પુષ્ટ થવાથી ઇન્દ્રિયો પુષ્ટ થાય છે તથા વિષયો તરફ તીવ્રતાએ દોડે છે. ઇન્દ્રિયોનું વિષય તરફ દોડવું જ દુ:ખનું કારણ છે. અને આ જ સંસાર છે. સંસારથી પાર થવાની ઈચ્છાવાળા મુમુક્ષુ માટે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. દેહ-દમન ઇન્દ્રિય વિજયનું સાધન છે. અતએ તપશ્ચર્યા દ્વારા શરીરનું દમન કરવું જોઈએ, શરીર પર દમન કરવું તે એક સાધન-ઇન્દ્રિયો પર દમન કરવું તે સાધ્ય. સાધ્યને લક્ષ્યમાં રાખીને સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ સાઘને જ વિસ્મૃત કરી દેવામાં આવે તો સાધન નિરોપયોગી સિદ્ધ થઈ જાય છે. સંસારમાં અનેકો પ્રાણી આત્મશુદ્ધિના ભટ્સને ભૂલી શારીરિક કષ્ટ સહન કરવાનો માર્ગ અપનાવે છે. કોઈ પંચાગ્નિન તપ, કોઈ કાંટા પર સુવું, માસમાસના તપ પછી કૃશ પાત્ર થવું આ બધા અજ્ઞાન તપ છે. આવા તપથી કોઈ આત્મિક લાભ થતો નથી. કારણ કે આવા તપનો ઉદ્દેશ્ય જ ગલત છે. જેનો ઉદ્દેશ ગલત, તેનું કાર્ય કેમ શુદ્ધ હોઈ શકે ? આત્મશુદ્ધિના ઉદ્દેશ્યથી કરેલા તપ જ નિર્જ ૨ાનું કારણ બને છે. જે સમ્યકજ્ઞાની મહાભાગ તથા સમ્યગ્દષ્ટિ છે, તેમનું જ તપ આદિ અનુષ્ઠાન શુદ્ધ છે. તેમને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મહાપુરૂષોના તપનું સાંસારિક પ્રયોજન નથી હોતું. તપ માત્ર નિર્જરાની દષ્ટિ એ જ કરવું જોઈએ તેમ આગમમાં કહેલ છે. “પ્રાયશ્ચિત” જે તપમાં શારીરિક ક્રિયાઓને બદલે માનસિક તથા અંત:કરણની
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy