SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન સક્રિય કરનાર પરિબળ - મંત્ર સાધના - ચીમનલાલ કલાધર (‘નવકારનો રણકાર'ના તંત્રી ચીમનભાઈ જૈન ધર્મના અભ્યાસુ છે, પત્રકાર છે અને જૈન સમિનાર્સમાં ભાગ લે છે) જૈન ધર્મમાં મંત્રનો મહિમા મુક્તકંઠે ગવાયો છે. મંત્રશક્તિના પ્રભાવની વાત આપણા શાસ્ત્રકારોએ તેમની અનેકાનેક કૃતિઓમાં વારંવાર કરી છે. ઈતિહાસનાં પૃષ્ઠો પર એક નજર કરીશું તો જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મી મંત્ર સાધનાનો સ્વીકાર કર્યો જ છે. એટલે આધ્યાત્મિક વિકાસ માટે મંત્રસાધના અનઆવશ્યક છે તેમ માનવું ભૂલભરેલું છે. જો આધ્યાત્મિક પ્રગતિ માટે મંત્ર સાધના આવશ્યક જ ન હોત તો આપણા અરિહંત પરમાત્માએ તેનો ઉપદેશ જ શા માટે આપ્યો હોત ? અને ગણધર ભગવંતોએ તેને સ્વરૂપે શા માટે ગૂંથી હોત ? મંત્રસાધના એક શાસ્ત્રીય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, પરંતુ આજે આ સાધના વિશે અનેક ભ્રમો પ્રવતી રહ્યા છે તે દૂર કરવા જરૂરી છે. કેટલાક એમ માને છે કે આધ્યાત્મિક વિકાસ માટે મંત્ર સાધનાની બિલકુલ આવશ્યક્તા નથી. કેટલાક એમ માને છે કે આગળના સમયમાં મંત્રસાધના સફળ થતી પરંતુ વર્તમાન સમયે તેનું ફળ મળે તેમ નથી. કેટલાક તો વળી એમ પણ માને છે કે જેને મારણ, વશીકરણ, ઉચાટન વગેરે કરવું હોય તે જ મંત્રસાધના કરે. તેથી આવી સાધનાથી તો સો ડગલાં દૂર જ રહેવું સારું. કેટલાકનો વળી એવો ખ્યાલ છે કે મંત્રસાધના કરતાં કંઈ ભૂલચૂક થાય તો આપણું તો આવી જ બને તેથી આવી સાધનાથી દૂર રહેવામાં જ સાર છે. આવી આવી ખોટી, ભૂલભરેલી માન્યતાઓને કારણે આજના યુગમાં મંત્રસાધનાની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે. મંત્ર સાધનાની મહત્તા અને પ્રભાવ આપણે જાણતા નથી અને તેના વિશે આપણે માત્ર ઉડતી વાતો જ સાંભળી છે અને તેના પરથી આપણે આપણો અભિપ્રાય બાંધી લીધો છે તેથી જ આવી માન્યતા પ્રચલિત બની છે, પરંતુ મંત્ર એ મનરૂપી આખલાને નાથવાનું મજબૂત દોરડું છે અને ધ્યાનસિદ્ધિનું પુટ ૨૫ %e0%BE9%E% ગરુ-ગ્રંથ મહિમા betweeeeeeeee આલંબન છે. એ હકીકતની મોટા ભાગના લોકોને જાણ નથી. આ હકીકત ધ્યાનમાં લેવાય તો આધ્યાત્મિક પ્રગતિ માટે મંત્રસાધના એક આવશ્યક માર્ગ છે તે વાતની આપણને અવશ્ય પ્રતીતિ થઈ શકે. આપણા અસિંહ પરમાત્માએ જે ઉપદેશ આપ્યો અને ગણધર ભગવંતોએ તેને જે સ્વરૂપે ગૂંચ્યો તે વિશાળ દ્વાદશાંગીમાં બારસાસૂત્ર દષ્ટિવાદ હતું. આ દષ્ટિવાદના પાંચ વિભાગો હતા. તે પૈકી ત્રીજી વિભાગમાં ચૌદ પૂર્વે આવતા હતા અને તેમાં દશમું પૂર્વ વિદ્યા પ્રવાદ' નામનું હતું. તે અનેક વિદ્યા અને મંત્રોથી ભરેલું હતું. આ માહિતી આપણને શ્રી નંદીસૂત્ર વગેરે માન્ય ગ્રંથોમાંથી મળે છે. એથી અરિહંત પરમામાએ વિદ્યા- મંત્રનો ઉપદેશ કર્યો હતો અને ગણધર ભગવંતોએ તેની અક્ષરરચના કરી હતી એ હકીકત પ્રમાણભૂત ગણી શકાય. જેને મારણ, વશીકરણ, ઉચ્ચાટન વગેરે કરવું હોય તે જ મંત્રસાધના કરે તેમ માનવું તદ્દન ભૂલભૂલું છે. મંત્રસાધનાથી આ બધી વસ્તુઓ સિદ્ધ થાય છે એ વાત સાચી છે પણ મંત્રસાધનાનો મુખ્ય ઉપયોગ તો શાંતિ-તુષ્ટિ-પુષ્ટીનો જ છે. શાંતિ એટલે કષાય આદિ મલિન વૃત્તિઓનું કે ઉપદ્રવોનું ઉપશમન. કાર, નવકાર મંત્ર અને એવા જ બીજા મંત્રોથી ચિત્તની પરમ શાંતિ મેળવ્યાના દાખલાઓથી શાસ્ત્રો ભરપૂર છે તેમ જ ઉવસગ્ગહરં સ્તોત્રથી વરાહમિહિરે ફેલાવેલો મરકીનો રોગ દૂર થયો, વધુ શાંતિથી નાડોર નગરમાં મહામારી શાંત થઈ અને સંતિકર સ્તોત્રના પાઠથી તિરોહી રાજ્યમાં ઉત્પન્ન થયેલા તીડના ઉપદ્રવનું નિવારણ થયું એ હકીકત ઇતિહાસ પ્રસિદ્ધ છે. તૃષ્ટિ એટલે તોપ કે સંતોષ. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવાથી કે ઉત્સુકતાનું શમન થવાથી સંતોષની પ્રાપ્તિ થાય છે. સંતોષી નર સદા સુખી એ ઉક્તિને ધ્યાનમાં લઈએ તો મંત્રસાધનાથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે એમ સમજવું જોઈએ. મંત્રાવાદીઓ તુટી શબ્દથી જપનો અર્થ પણ ગ્રહણ કરે છે એટલે વાદવિવાદમાં શત્રુની સાથે લડાઈ કરવામાં તથા બીજા એવા જ પ્રસંગોએ મંત્રથી જપની પ્રાપ્તિ થાય છે એમ સમજવાનું છે. આ જ કારણે પ્રાચીનકાળમાં ઘણા વાદીઓ, પ્રભૂત વિદ્યાસંપાદન સાથે મંત્રસાધના પણ કરતા હતા. અને તેથી પ્રતિપક્ષીને નિરુત્તર બનાવી દેતા હતા. પછી એટલે પોષણ કે વૃદ્ધિ. અર્થાત્ જેનાથી વિદ્યા, યશ, લાભ વગેરેની વૃદ્ધિ થાય તે પુષ્ટિ કહેવાય. શ્રી બળભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે આચાર્યોએ સરસ્વતદિવીની મંત્રસાધના
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy