SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ 6% E6જ્ઞાનધારા©©©©©©©©©©e વ્યાપી રહ્યાં છે ત્યારે આ ચુંગાલમાંથી બચવા એકમાત્ર તત્ત્વ કાર્ય કરશે અને સત્પુરુષોનું શરણ. એનાથી જ વ્યક્તિનું ઉત્થાન થઈ શકશે અને આપણાં મૂલ્યોને અર્જિત કરી શકશે. સપુરુષોનાં વ્યાખ્યાનો - કથાઓનું શ્રવણ કરીને આપણે આપણામાં ‘સત્ તત્ત્વનો આવિર્ભાવ કરી શકીશું. દિવસેદિવસે આજનો વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયો છે ત્યારે યુવા પેઢી અંધકારની ગર્તામાં ન પડે તેની તકેદારી આપણને રાખવી પડશે. વ્યક્તિને અનેક ઉદાહરણ પૂરાં પડવાં, જેમકે દાન માટે કર્ણ, સત્ય-હરિશ્ચંદ્ર, શ્રદ્ધાસતી સાવિત્રી, અહિંસા-મહાવીરસ્વામી, ક્ષમા-મહાવીરસ્વામી, પ્રજાપાલન (મર્યાદા) રામ જેવાં અનેક ઉદારહણ પૂરાં પાડી શકીએ. આમ જીવનમાં એ હકારાત્મક પરિવર્તન લાવવું હશે તો ઉર્ધ્વગામી બનવું પડશે, તો આપણે પણ એક સંકલ્પ કરવો પડશે અને એને વળગી રહેવું પડશે તો જ એ પંથે પ્રયાણ કરી અને કુટુંબ, સમાજ, રાષ્ટ્રને પણ એના પથદર્શક બનીએ અને અન્યને પણ બનાવી શકીશું, ત્યારે જ ગૌતમ બુદ્ધના ‘ગતમારી મા ’ ‘તું જ તારો દીપક બન.' - આ મંત્રથી જીવનની સફળતા - ધન્યતાને ફલિતાર્થ કરી શકીશું. સત્પુરુષોનું યોગબળ આપણા જીવનના સુપ્ત અધ્યાત્મ અને ધર્મભાવનાને સક્રિય કરી ચેતનવંતુ બનવું એ જ અભ્યર્થના. અંતર મમ વિકસિત કરો, અંતરતર હે - નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હૈ. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે. મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ય કરો હે બંધ, સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ, ચરણપદયે મમ ચિત્ત નિયંદિત કરો હે, નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે... જૈન આગમમાં રહેલી વિચારધારાની વૈશ્વિક પ્રચાર પ્રસારની આવશાયકતા, ઉપાયો, પદ્ધતિ અને આયોજન - બીના ગાંધી I - આવશ્યકતા : જૈન આગમમાં રહેલી વિચારધારા અદ્ભુત છે. પ્રભુ મહાવીરની વાણી, જે આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વ બોલાઈ હતી, તે આજે શબ્દરૂપે આ આગમમાં સચવાઈ રહી છે. એમાંની એક અદ્ભુત વાત છે, જેમ એક કેરીની ગોટલીમાં એક વટવૃક્ષન બનવાની ક્ષમતા છે, એક નાના બીજમાં વૃક્ષ બનવાની ક્ષમતા છુપાયેલ છે, તેવી જ રીતે હે માનવી ! તારામાં પણ પરમાત્મા બનવાની, દિવ્યતાનો પરમ અનુભવ કરવાની શક્તિ છુપાયેલી છે, આ શક્તિને બહાર કાઢ. જ્યાં સુધી એની ઓળખ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરતો રહે અને ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરે. આવા વિચારોનાં બીજ વાવીએ અને જીવનમાં ઉતારીએ. I - આજે દરેક જણ આધિ-વ્યાધિ-ઉપાધિથી પીડિત છે. જન્મ-જરામરણ-પ્રિયજનનો વિયોગ આવી અનેક પરિસ્થિતિમાંથી પસાર થતાં કેટલાયે માનવીઓને (કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયના) જીવનમાં ક્યારેક અમુક પ્રશ્નો ઊઠે છે, 1) આ જીવનનો અર્થ શું છે ? ii) આપણા જીવનનું ધ્યેય શું છે ? શું આમ જ ઘરેડમાં જીવવાનું છે, બધું ભેગું કરો, ગોઠવો, જાળવો, ખાલી કરો ? આપણા પ્રિયજન મૃત્યુ પછી ક્યાં જાય છે? (માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, સંતાનો). (iii) આપણાં સ્વજનો વહેલા-મોડાં આપણાથી છૂટાં જ પડવાનાં હોય તો આ જીવનનો અર્થ શું ? આ જીવવાનો અર્થ શું ? આવા પ્રશ્નો સાથે કેટલાંયે જીવન આજે દુ : ખ, ડિપ્રેશન અને confusionમાં અટવાયેલ છે. આજે માનવીને એક સત્યની ખોજ છે, એક સકારાત્મક દિશાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં જૈન આગમમાં રહેલ પ્રભુની ૧૯૫૦ -૧૯
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy