SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ક્યારેક સત્પષ આ રીતે પણ પ્રગટ થાય છે. તો પછી, આપણે આપણામાં રહેલા નકારાત્મક રહેલા વિચારો બદલવાની જરૂર છે અને હકારાત્મક વિચારો પણ એક સપુરુષની સમાન જ છે. સમયના સંગાથે આપણે એટલું વિચારીએ કે કદાચ અર્જુનનો ભેટો શ્રીકૃષ્ણ સાથે ન થયો હોત તો આપણને મહાભારતના હાર્દસમી ભગવદ્ગીતા જેવો પવિત્ર ગ્રંથ મળ્યો હોત ? જેનાથી વિશ્વમાં એક ન્યાયપ્રિયતા તરીકે વિશ્વાસના એરણ પર એના પર હાથ રાખી ગુનાઓને કોર્ટમાં લોકો સ્વીકારે છે, આ છે આ સપુરુષની તાકાત. પ્રથમ જ વખત જ્યારે અર્જુનને વિષાદ થયો અને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોત તો ? આ નીતિવિષયક જે બોધ છે એનો સંદેશ કદાચ જનસમાજને ના મળત. એ જ રીતે સુદામાના પાત્રને લઈએ. કૃષ્ણના સમાગમથી તે વિકસિત થયા એ જ રીતે માટીમાંથી મહાત્મા બનનાર મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા સત્પષના સમાગમથી પોતાનો આધ્યાત્મિક વિકાસ કર્યો. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના જિસસ ક્રાઈસ્ટને લઈએ, મુસલમાનમાં મહમદ પયગમ્બરના જીવનને જોઈએ. આ બધા મહંતોએ કેટલાય ભક્તોને ધર્મ-અધ્યાત્મ બાજુ વાળી અને જીવનમાં પરિવર્તન આણ્યો. બાકી તો જીવનમાં પવિર્તન લાવવું હોય તો અંતે તો આપણા પર છે. આપણા મનમાં જો શ્રદ્ધા અડગ હશે તો એ માર્ગ તરફ ચોક્કસ વળી શકીશું. એ જ રીતે શ્રદ્ધાનું દાન્ત રૂપે સતી સાવિત્રીનું ઉદાહરણ આપણી સમક્ષ જ છે કે સાવિત્રીને ખબર હોય છે કે પોતાના પતિ સત્યવાન લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામવાના છે, છતાં એની સાથે લગ્ન કરી તે યમરાજા સામે ત્રણ વરદાનમાંથી એક વરદાનમાં પણ પોતાના પતિના મૃત્યુ પર જીત મેળવી લે છે. આટલી શક્તિ છે આપણી શ્રદ્ધા નામના સત્પષની. ક્યારેક જરૂરી નથી કે સપુરુષ જ હોય, પરંતુ ક્યારેક નિર્જીવ તત્ત્વો પણ આપણા જીવનને સહારી જતાં હોય છે. જેમ કે શ્રી રંગ અવધૂતને જ યાદ કરીએ તો એમના જીવનમાં પ્રત્યક્ષ સત્પુરુષ ન હતા. એમણે પોતાના જીવનમાં પ્રકૃતિનાં વન, વૃક્ષ, આકાશ, નદી ઇત્યાદિ જેવાં ૨૪ તત્ત્વો પાસેથી ઉપદેશ ગ્રહણ કરી અને એમને ગુરુ બનાવી સંદેશા (પ્રેરણા) ગ્રહણ કરી પોતાની જાતને સમર્પ આધ્યાત્મ માર્ગે વિકાસ આદર્યો. સપુરુષની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પુરુષ રૂપે ક્યારેક -૧૯૨) GWSSBSG&@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા ©É©©©©©©©©%88 આવું પણ બની શકે : જેમ કે શુકસપ્તતિમાં કથાનક છે, વિરહાતુર પ્રિયતમા (પ્રભાવતી) પરપ્રેમીને મળવા જાય છે, ત્યારે શુક (પોપટ) એ કામી પ્રયતમાને ૭૦ વાર્તાઓ કહીને દર વખતે જતાં અટકાવે છે અને જ્યારે એનો પ્રિયતમ આવે છે, ત્યાં સુધી ૭૦ કથાનકથી પોપટ આવું દુષ્કર્મ કરતા પ્રિયતમને અટકાવે છે, તો આને સપુરુષના ઉદાહરણમાં શું ન મૂકી શકાય ? કારણ કે આખરે તો શુકરૂપી સત્પષે પણ પ્રિયતમાને નિમ્નમાર્ગે જતાં અટકાવે છે અને ૭૦ વાર્તાઓથી પરપુરુષ પાસે જતી અટકાવી રાખે છે. આ છે સત્પષની તાકાત... (જે દિવ્ય જ્ઞાનથી શોભતાં સરસ્વતીદેવીની પ્રણામ કરી શુકનું કહ્યું માનવાથી મદનવિનોદની પત્ની પ્રભાવતી ચારિત્ર્યભંગના દોષથી બચી ગઈ એ તેના ઉધ્ધારની વાત આ શુકસપ્તતિમાં વર્ણિત છે.) સપુરુષ તે ઉંબરા પર મૂકેલા દીપક સમાન છે. તે અંદર અને બહાર બંને બાજુ પ્રકાશ આપે છે તેમ સત્પરુષ પોતે તો પ્રકાશિત હોય છે, એમના સંગથી બીજીને પણ પ્રકાશિત કરે છે. ટૂંકમાં, સત્પષનો સ્પર્શ એટલે પારસમણિનો સ્પર્શ. આજના પ્રવર્તમાન યુગમાં જોઈએ તો વ્યક્તિ વધારે બહિર્મુખી બન્યો છે. ધર્મ કરવાને બદલે ધર્મના નામે ધતિંગ તથા બાહ્ય આડંબરમાં વધારે રસ લેતો થયો છે. ત્યારે આવા યુગમાં વ્યક્તિને ધર્મની બાજુ વાળવાની તાતી જરૂરિયાત છે, કારણ કે ધર્મ જ જીવનને ટકાવી શકશે. * વ્યક્તિમાં ધર્મનું સિંચન થાય, એ અધ્યાત્મના માર્ગે વળે એ માટે સપુરુષોના જીવનનું વાંચન ખૂબ જ જરૂરી છે. જેમકે સત્ય માટે જીવનની પણ પરવા નથી કરી તેવા રાજા હરિશ્ચંદ્ર. એમના જીવન તરફ ડોકિયું કરવું, ગૂઢ તત્ત્વને જાણવું અને જીવનમાં ઉતારવું. આવાં અનેક દટાન્ત આપણી સમક્ષ છે જેથી આપણે એ માર્ગ તરફ જઈ શકીએ. મહાવીરસ્વામી, ગણધર ગૌતમસ્વામી, ગૌતમ બુદ્ધ અને અન્ય તથા અન્ય તીર્થકરોના જીવન, ગુરુ ભગવંતોના જીવનમાં થયેલાં પરિવર્તન ઇત્યાદિથી વાકેફ થવું, જેથી આપણે પણ આપણા જીવનને ઉન્નતિના પંથે લઈ જઈ શકીએ. આજના યુગમાં દિવસે-દિવસે મૂલ્યોના ધોવાણ થઈ રહ્યાં છે. ખૂન (મર્ડર), આત્મહત્યા, બળાત્કાર, ચોરી, લૂંટફાટ જેવાં દુરિત તત્ત્વો આપણી ચારેકોર ૧૯૩)
SR No.034390
Book TitleGyandhara Tap Tattva Vichar Guru Granth Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2013
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy