SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન અને જૈન ધર્મ છે મનની બીમારી, વ્યાધિ એટલે શરીરની બીમારી, ઉપાધિ એટલે ભાવનાત્મક બીમારી. Emotional imbalance, હવે આ ભીતરના ભાવોને શુદ્ધ કરી, શાંત રસ કેળવીએ. પવિત્રતાનો અનુભવ કરીએ. ૭) ભાષા :- આપણી ભાષા, આપણી વાણી એ શરીરના માથાથી લઈ પગ સુધી, દરેક તંત્રને, એની ક્રિયાઓને, ભાવ અને મનને પણ પ્રભાવિત કરે છે. માટે વાણીદ્ધિ, વાચાશિદ્ધ કરી, મીઠી ભાષાનો પ્રયોગ કરીએ. આમ, આ સાતે અંગોનો આરોગ્ય સાથે સંબંધ છે. એની શદ્ધિ આવશ્યક છે. હવે જોઈએ આહારવિજ્ઞાન. જૈન ધર્મમાં જેટલું આહારનું મહત્ત્વ, એટલું જ ઉપવાસનું મહત્ત્વ છે. ઉપવાસ એટલે જ્યાં સુધી મન સ્વસ્થ રહે, ત્યાં સુધી ન ખાવું. વિવેકપૂર્વક સમજણ સાથે જ આનો ઉપયોગ કરવાનો છે. અનેકાન્ત દૃષ્ટિથી કામ લેવાનું છે. એવું ભોજન લઈએ જે જીવવા માટે જરૂરી હોય, અનિવાર્ય હોય. સ્વાદની દૃષ્ટિએ ભોજન ન લેવાય. આહારમાં અહિંસાનો પણ ખયાલ રાખવાનો છે. અહિંસા એટલે ફક્ત હિંસા નહીં એમ નથી, પણ સાથે (ભોજન રાંધતી વખતે અને ખાતી વખતે) પ્રેમ, મૈત્રી, કરુણાનો ભાવ ઘુંટાયેલ હોય. સાધનામાં સહાયક થાય એવું સાત્ત્વિક ભોજન લેવું. અમુક વસ્તુઓનો સદંતર ત્યાગ, જેમ કે, મદિરામાંસ વગેરે જેથી આંતરિક વૃત્તિઓનું શદ્ધિકરણ થાય. આ ભોજન દ્વારા પ્રાણશક્તિ જળવાઈ રહે તેવો આહાર રુચિકર છે. સ્થૂળ શરીર મારફત જ સૂક્ષ્મ શરીરને શક્તિ મળે છે. ભોજન ખાતી વખતે મન શાંત હોવું જરૂરી છે. બે વાત છે, હિતાહાર અને મિતાહાર. હિતકારી અને ઓછું ખાવું. • સૂકો આહાર અને સ્નિગ્ધ આહારમાં સંતુલન જાળવવું. સૂકો આહાર નિરંતર લેવાય તો ક્રોધ અને ચીડિયાપણું વધી જાય, સ્નિગ્ધ આહાર કાયમ લેવાય તો વિકૃતિ અને વિકારો વધી જાય, માટે સંતુલન જરૂરી છે. • ૧૨ પ્રકારનાં તપમાં, ચાર પ્રકાર આહાર સાથે સંકળાયેલ છે, અણસણ, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસપરિત્યાગ. આ ચારે તપ, એ સિવાય નવકારશી, પોરસી, દોઢપોરસી, એકાસણાં, બિયાસણાં, આયંબિલ, રાત્રિભોજન ત્યાગ વગેરે. સ્વાસ્થ્ય માટે, પાચનતંત્ર માટે તેમ જ ધ્યાન માટે પણ સહાયક છે. સૂર્યાસ્ત પછી પાચનતંત્ર નિષ્ક્રિય થાય છે. કંદમૂળ ત્યાગ, તિથિએ લીલોતરી ત્યાગ, ક્યારેક વિગયનો ત્યાગ વગેરે ઉત્તમ છે, પણ એકાંતે ન જોતાં વિવેકદષ્ટિ કેળવવી. આ દરેકમાં અહિંસા, ૯૯ ...અને જૈન ધર્મી સરળતાથી પાચન તેમ જ મનોબળથી પુષ્ટિ વગેરે તથ્યોનો સમાવેશ છે. આથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. પ્રાણઊર્જાનો વ્યય અટકે છે. ચૌદશ, પૂનમ, અમાસ આ તિથિના દિવસો માનસિક દૃષ્ટિએ બહુ ખરાબ છે. યાદ રહે, આપણા શરીરમાં ૮૦% પાણી છે જળતત્ત્વ. ચંદ્ર સમુદ્રનાં જળને પ્રભાવિત કરે છે. તેવી રીતે, ચંદ્ર આપણા મનને પણ પ્રભાવિત કરે જ છે. આ દિવસોમાં સૌથી વધારે અપરાધ થાય છે, માટે આ દિવસોમાં વધારે ધ્યાન, તપ, વ્રત, આરાધના કરાય છે. લીલોતરીનો ત્યાગ થાય છે, એટલા જીવોને અભયદાન અપાય છે. - જીવનનો સાર શું છે ??? જ્ઞાનનો સાર શું છે ? આચાર. ધર્મનો સારા શું છે ? - શાંતિ. જીવનનો સાર શું છે ? પ્રાણ, શ્વાસ, સ્વાસ્થ્ય. સ્વસ્થ વ્યક્તિ જીવનનો અનાંદ માણે છે, જ્યારે અસ્વસ્થ વ્યક્તિ નિરાશા અને દુઃખ સાથે જીવન જીવે છે. જેની પ્રાણશક્તિ પ્રબળ હોય, તેવી વ્યક્તિ હંમેશાં આશા, ઉત્સાહ અને શક્તિ સંપન્નતાનો અનુભવ કરે છે. શરીર સ્વસ્થ હોય તો જીવનનો રસ પ્રાપ્ત થાય છે. શરીર સ્વસ્થ અને મન અસ્વસ્થ હોય તો જીવનનો રસ ખંડિત થાય છે. શરીર અને મન, બન્ને સ્વસ્થ પણ ભાવ અસ્વસ્થ હોય તો શરીર અને મનમાં અસ્વસ્થતા, ગડબડ ઊભી થાય છે. સ્વાસ્થ્ય એટલે ભાવ, મન અને શરીરનું સ્વાસ્થ્ય. હવે, શારીરિક સ્વાસ્થ્યની કિંમત ૧૦% છે. માનસિક સ્વાસ્થ્યની કિંમત ૩૦% છે. ભાવસ્વાસ્થ્ય (ઉપાધિનો નિષેધ) એ આધ્યાત્મિક સ્વાથ્ય છે, તેની કિંમત ૬૦% છે. સહુથી વધુ મૂલ્ય છે ભાવસ્વાસ્થ્યનું. જે વ્યક્તિએ ભાવસ્વાસ્થ્ય મેળવી લીધું એને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય આપોઆપ મળી જાય છે અને આપણી વધારેપડતી ચિંતા શારીરિક સ્વાસ્થ્યની હોય છે. કેવી વિચિત્રતા !!! યોગનું પ્રથમ સૂત્ર છે, આધ્યાત્મિક સ્વાસ્થ્ય. ચાલો, સાચી કેડી પર ડગલાં માંડી સાધના કરીએ, એકાંતે ન વિચારતા અનેકાન્ત દૃષ્ટિ અને વિવેકથી મંડાણ કરીએ. (જૈન ધર્મનાં અભ્યાસુ બીનાબહેનને યોગ શિક્ષણમાં રસ છે. વર્તમાનપત્રો અને સામયિકોમાં તેમતા યોગ-જીવનશૈલી વિષયક લેખો પ્રગટ થતા રહે છે). ૧૦૦
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy