SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 02 વિજ્ઞાન અને જૈન ધર્મ છે સાધના કરવાની છે. આ ધ્યેય (કષાયશદ્ધિ, અહમનું વિસર્જન, ચિત્તની સ્વસ્થતા, નિર્મળતા અને પ્રસન્નતા) નજર સામે રાખીને આજથી આપણે સામાયિક, પ્રતિક્રમણ, ધ્યાન દ્વારા સાધના કરીએ. આને ક્રિયાકાંડ સુધી સીમિત ન રાખતાં વીતરાગતા તરફ જવાનો અભ્યાસ કરીએ. હા, આ શક્ય છે, અઘરું છે (સહેલું નથી), પણ complicated બિલકુલ નથી, સરળ છે, પણ મૂળ વાત, એ ખૂબ જ જરૂરી છે, તો પછી માત્ર અઘરું છે માટે ન કરીએ એ વાત કેટલી યોગ્ય કહેવાય ? એ દરેકે પોતે જ વિચારવું રહ્યું. બરાબર ને? આ જ જન્મમાં આનો અનુભવ કરી શકાય છે, જો ન કરીએ તો આ ફેરો ફોગટ ગયો એમ જાણવું. આવી સમજ સાથે કરેલ કોઈ પણ ધર્મક્રિયા જેમ કે સામાયિક, પ્રતિક્રમણ, મૌન કે ૧૨ પ્રકારનાં તપ - એ સમતા, સમભાવનો અનુભવ કરાવી, આપણી ચેતનાના ઊધ્ધરોહણમાં નિમિત્ત બની શકે છે. આવી યોગસાધના દ્વારા પોતાની ચેતનાનું રૂપાંતરણ કરવાનો સમય પાકી ગયો છે. જો શરીરવિજ્ઞાનની વાત કરીએ તો ક્યારેક કોઈને વિચાર આવે કે આ બધું આમ સમજપૂર્વક કરવા છતાં ક્યારેક શરીરની સ્વસ્થતા નથી રહેતી તેનું શું ? હા, આવું અપવાદરૂપ બની શકે ખરું કે જ્યાં ભીતર બધું શાંત હોય છતાં, પૂર્વે કરેલ અશાતા વેદનીય કર્મના ઉદયના કારણે શરીર અસ્વસ્થ કે રોગથી ઘેરાઈ જાય. આવા સમયે તો સાધક ખાસ ભીતરની શાંતિનો જ અભ્યાસ કરે અને યોગ-ઉપયોગ દ્વારા સમજપૂર્વક પોતાના કર્મના ભુક્કા બોલાવવાના પુરુષાર્થમાં લીન થઈ જાય. આપણે અગાઉ સાત અંગોની વાત કરી. ૧) શરીર ૨) ઈન્દ્રિયો ૩) શ્વાસ ૪) પ્રાણ ૫) મન ૬) ભાવ ૭) ભાષા શબ્દ, આ સાત અંગોની શદ્ધિ કરવાની છે તો એને પણ જાણી લઈએ. ૧) શરીરઃ- આ માનવશરીરમાં નવ તંત્ર કાર્યરત છે. પાચન તંત્ર, ઉત્સર્ગ તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, સ્નાયુ તંત્ર, અસ્થિ તંત્ર, જ્ઞાન તંત્ર, ગ્રન્થિ તંત્ર, પ્રજનન તંત્ર. આ નવ તંત્રોમાં ક્યાંય પણ કોઈ વિકૃતિ આવે તો શરીર બીમાર પડે છે, માટે આને શુદ્ધ રાખીએ. ૨) ઈન્દ્રિયો - આપણી પાંચેય ઇન્દ્રિયોનો અધિક ઉપયોગ કે દુરુપયોગ કરવાથી રોગ આવશે. જો આનો સદુપયોગ ન કરીએ તોપણ એ નકામી થઈ જશે. માટે આંખ, નાક, કાન, જીભ, સ્પર્શ - આનો ન અતિયોગ, ન અયોગ, પણ સમ્યક ઉપયોગ કરવાથી એ સ્વસ્થ અને શુદ્ધ રહેશે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી ૩) શ્વાસઃ- શ્વાસ એ શરીર, ઈન્દ્રિયો અને ભાવોને પણ પ્રભાવિત કરે છે. શ્વાસની અસર મસ્તિષ્ક પર, મગજ પર તેમ જ જ્ઞાનતંતુઓ પર પણ પડે છે. શ્વાસનું પણ એક અદ્ભુત વિજ્ઞાન છે. અભ્યાસ દ્વારા કેવળ શ્વાસ થકી પણ આરોગ્યની અનેક સમસ્યાઓનાં સમાધાન મળી શકે છે. ૪) પ્રાણ :- પ્રાણ છે તો જીવન છે. જૈન દર્શનમાં ૧૦ પ્રકારના પ્રાણ બતાવેલ છે. પાંચ ઇન્દ્રિયોના પાંચ પ્રાણ, શ્વાસપ્રાણ, શરીરબળપ્રાણ, મનોબળપ્રાણ, વચનબળપ્રાણ અને આયુષ્યબળપ્રાણ. આપણા શરીરનું સંચાલન આ પ્રાણ દ્વારા થઈ રહ્યું છે. આ પ્રાણનું અસંતુલન બીમારીને નિમંત્રણ છે. આ પ્રાણ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર વચ્ચેનો સેતુ છે. માટે બીમારીમાં ફક્ત દવાના ભરોસે ન રહો, સાથે પ્રયોગ કરો. શ્વાસપેક્ષા, ધ્યાન, કાયોત્સર્ગ, પ્રાણાયામ વગેરેથી પ્રાણસંતુલનમાં અદ્ભુત લાભ મળે છે. ૫) મન- મનનો સ્વભાવ છે ઉત્પન્ન થવું. વિલીન થવું. આપણે ધારીએ ત્યારે મનને પેદા કરી શકીએ છીએ અને ધારીએ ત્યારે વિરામ આપી શકીએ છીએ. આ મન ચંચળ, વ્યગ્ર કે એકાગ્ર થઈ શકે છે. એ બધી એની અવસ્થા છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. જ્યારે મન સારા વિચાર, સારું ચિંતન કરે તો ઉત્તમ પુદ્ગલોને ગ્રહણ કરે છે. એથી મન પ્રસન્ન રહે છે અને શરીર સ્વસ્થ બને છે. એથી વિપરીત ખરાબ વિચાર, ખરાબ કલ્પના, ખરાબ સ્મૃતિ ઊભરાય તો અનિષ્ટ પુદ્ગલોને ગ્રહણ કરે છે. માટે સાવચેત રહેવું. શરીરનો મન પર અને મનનો શરીર પર પ્રભાવ પડે છે, માટે સારો મનોયોગ એ માનસિક સ્વાથ્ય માટે ઔષધિ છે, ટૉનિક છે. અભાયાસ દ્વારા સારું મનોબળ કેળવીએ. ૬) ભાવ:- શરીર, ઇન્દ્રિયો, શ્વાસ, પ્રાણ અને મન આ બધાં પુદ્ગલ સાથે જોડાયેલ છે, જ્યારે ભાવ આત્મા કે ચેતના સાથે જોડાયેલ છે. આપણી ભાવનાઓ ભીતરથી આવે છે, બહાર સાથે એનો કોઈ સંબંધ નથી. ભાવજગત એ ભીતરનું જગત છે. મન જે વિચાર કરે છે, જે પુદ્ગલ ગ્રહણ કરે છે - આ મનનું નિયમન કે સંચાલન કોણ કરે છે ? ભાવ કરે છે. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, ભય, વાસના, ધૃણા આ બધા ભાવ છે. જેવા ભાવ આવશે, એવા મનના વિચારો આવશે. આ ભાવની શદ્ધિ અને પવિત્રતા એ સ્વાથ્ય લાવશે. આ ભાવ આપણા અધ્યવસાય, વેશ્યા તેમ જ આભામંડળને પણ પ્રભાવિત કરે છે. આપણે ત્યાં ત્રણ શબ્દ પ્રચલિત છે : આધિ, વ્યાધિ, ઉપાધિ. આધિ એટલે ૯૮ :
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy