SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 80 0 અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ છે જ જે સંયમી સાધકો અષ્ટપ્રવચનમાતાના ખોળે રમતા હોય અર્થાત્ ૧. ઈર્યાસમિતિ = ચાલતી વખતે ઉપયોગ રાખતા હોય, ૨. ભાષાસમિતિ = બોલતી વખતે ઉપયોગ રાખતા હોય, ૩. ઐષણાસમિતિ = ગૌચરી કરતી વખતે ગવેષણા કરતા હોય, ૪. આયાણ ભંડમત્ત નિપ્નવણા સમિતિ = ભંડોપકરણ જતનાપૂર્વક મૂકતા હોય, ૫. ઉચ્ચાર પાસવાણ ખેલ-જલ્લ-સિંઘાણ પારિઠાવણિયા સમિતિ = પરઠતી વખતે ઉપયોગ રાખતા હોય તથા મન, વચન, કાયાના યોગોને ગોપવતા હોય, તે સંયમી મહાત્માઓ નિર્ભયપણે, નિશ્ચિતપણે, કુદરતના ખોળે જીવનયાપન કરતા વિચરે છે. આવા સંયમીઓ દુનિયાના બેતાજ બાદશાહ બની શકે. એક શાયર કહે છે ... વાદ થી વિતા મિટી, કનુમા વૈપરવાદ નિસો વધુ વા, વો દી શાદુંદ ” જેઓ કંચન-કામિનીના ત્યાગી, માયા-મમતાના ત્યાગી, મહાવરાગી હોય, જેની વદ = ઇચ્છા જ નહીં હોય તેને ચિતા શાની? જેમને કંઈ જ ન જોઈતું હોય તે શાહના શાહ બની શકે. એને કોઈની પરવાહ ન હોય. પાદવિહારઃ સંયમમાર્ગે ચાલતા, પંચમહાવ્રધારી, સાધુ-સાધ્વીજીઓનાં જીવનનું મહત્ત્વનું પાસું તેઓનો “પાદવિહાર” છે. હા, પ્રત્યેક ધર્મના સાધુઓ પદયાત્રા કરતા ભ્રમણ કરતા જ હોય છે, માટે જ ઉપનિષદ્ગા ઋષિમુનિઓ પણ કહે છે, “ર તિ, વરે તિ' ચાલતા રહો, ચાલતા રહો. ચાલવાના શારીરિક, માનસિક, ધાર્મિક, આધ્યાત્મિક ઘણા ફાયદાઓ છે. “સાધુ તો ચલતા ભલા” એ ઉક્તિ દ્વારા સાધુને એક સ્થાને સ્થિર ન રહેવાનું આડકતરું સૂચન છે. સ્ત્રી પિયર, નર સાસરે, સંયમીઓ સ્થિરવાસ, એ તો હોય અળખામણો, જો રહે એક વાસ.'' ફક્ત એક વર્ષ સ્ત્રી પિયરમાં, પુરુષ સાસરિયામાં અને સાધુ એક જગ્યાએ સ્થિર રહે તો અળખામણાં થઈ જાય... લોકોને એમના પ્રત્યે અણગમો થઈ જાય તથા સાધુને તે સ્થાનનો મોહ, આસપાસની વ્યક્તિઓમાં અનુરાગ - મમત્વભાવ થઈ જાય. સાધુ પોતાની સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય. તેથી સંયમ-સુરક્ષા માટે પણ “પાદવિહાર” - ૩૯ - e k _ અને જૈન ધર્મ છે અત્યંત આવશ્યક અનુષ્ઠાન છે. શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ આવે છે કે, “પુષ્યાળુપુસ્વિં ચરમા, માજુમં તુક્તમને '' અર્થાત્ ક્રમેક્રમે આગળ ચાલતા, એક ગામથી બીજા ગામની સ્પર્શના કરતાંફરતાં સંતો વિચરણ કરે છે. પાદવિહાર'નો બીજો આશય એ પણ છે કે, સાધુઓ જ્યાં પધારે, સંયમીઓ જ્યાં પદાર્પણ કરે ત્યાં ધર્મોપદેશ દ્વારા લોકોને ધર્મમાર્ગે વાળે. ધર્મના પ્રચાર-પ્રસાર માટે “પાદવિહાર’’ બહુ જ ઉપકારક છે. “પાદવિહાર'નું કષ્ટ વેઠીને તેઓ ધર્મની સુવાસ ફેલાવે છે, કારણકે તેઓનું સંયમી જીવન જ સુવાસિત જીવન છે. સંતો પરોપકાર માટે તથા સંયમી જીવનની સુરક્ષા માટે ટાઢ-તડકા વેઠીને “પાદવિહાર” કરે, કારણકે સંતો પરમ ઉપકારી હોય છે. સરોવર, તરુવર, સંત જન, ચોથા વરસે મેહ, પરોપકારને કારણે, ધરે અપનો દેહ''. સંતો જંગમતીર્થ છે, પાદવિહાર કરતાંફરતાં જે ગામમાં પધારે તે ગામને તીર્થભૂમિ જેવું સુરમ્ય, મંગલમય બનાવી દે. ધર્મમય વાતાવરણ બનાવી છે. જે ગામ, નગરમાં સંતો પધારે ત્યાં “સાધુ સંત યેતિ ધરા, તોચી દિવાલી દસહરા' - જ્યાં સાધુ પધારે ત્યાં દિવાળી, દશેરા જેવું વાતાવરણ સર્જાઇ જાય. મસ્તપણે પાદવિહાર કરતા, કષ્ટને સામેથી આવાન કરતા, સંયમીઓ માટે આ શ્લોક (સુભાષિત) બહુ એપ્રોપ્રીએટ છે.... "न चोरभयं, न च राजभयं, न वृत्तिभयं, न वियोगभयम् । इहलोकसुखम्, परलोकहितम्, श्रमणत्त्वमिदम् रमणीयतरम् ।। અર્થાત્ સાધુને વિચરણ વખતે ચોરનો, રાજાનો, આજીવિકાનો કે વિયોગનો ભય ન હોય, આ લોકમાં સુખકારી, પરલોક માટે હિતકારી એવું સાધુજીવન તો અત્યંત રમણીય છે... તેથી સાધુને જોતાં જ હાથ જોડાઈ જાય, મસ્તક ઝૂકી જાય, એમને કંઈક આપવાનું મન થાય, એમના કષ્ટમય જીવનને જોઈ અહોભાવ જાગે ! હા, ગૃહત્યાગી સાધુ બનવું કઠિન છે, પણ એનાથી અનેક ગણું કઠિન છે સાધુ બન્યા પછી સાચા અર્થમાં સંત બનવું. સંત બનવા માટે તો “યા હોમ” કરીને ઝંપલાવવું પડે, કાયાની માયા ત્યાગી કષ્ટમય, સાધનામય, તપમય, ધ્યાનમય જીવન સ્વીકારવું પડે. “કંઈક મેળવવા માટે કંઈક ત્યાગવું પડે” એ ન્યાયે પેલા કવિએ કહ્યું કે, નથી મફતમાં મળતાં રે, એનાં મૂલ ચૂકવવા પડતાં રે, ૪૦
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy