SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ HD. અષ્ટપ્રવચનમાતા, પાદવિહાર અને જૈન ધર્મ શું ભગવાન મહાવીરની અંતિમ દેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨ ૩મા અધ્યયનમાં શ્રી કેશીસ્વામી અને ગૌતમસ્વામીના સંવાદમાં શ્રી ગૌતમસ્વામી કહે છે, “મળો સાઇલીયો મીમો, વુછુસ્સો પરિધાવણ્ડ । तं सम्मं निगिण्हामि; धम्मसिकरवाइ कन्थत्रं ॥" અર્થાત્ મનરૂપી સાહસિક, ભયંકર, દુષ્ટ, દોડી રહેલા અશ્વને ધર્મશિક્ષાઓ દ્વારા સમ્યક્ રીતે નિગ્રહ કરું છું, જેથી હું ઉન્માર્ગને બદલે સન્માર્ગે જઈ શકું છું. ઉપરોક્ત શાસ્ત્રનો રેફરન્સ પણ ‘‘સંયમ’’ને સમજવા માટે પૂરક છે. કોઈ વ્યક્તિ જ્યારે અકાર્ય કરવા તત્પર બને ત્યારે તેને પોતાના આત્માનો એક અવાજ રોકે, જે સાધક એ નાદ સાંભળી અકાર્યથી અટકે, જાત પર ટ્રોલ રાખે તે છે આત્મસંયમ ! માટે જ એક તત્ત્વચિંતક કહે છે કે, "Self control is the great gate of freedom." “આત્મસંયમ એ મુક્તિનો ભવ્ય દરવાજો છે.'' મોક્ષપ્રવેશ કે આત્મપ્રવેશ સંયમના દરવાજેથી જ થાય. ભલે માધ્યમ ગમે તે ધર્મનું કે ગમે તે પરિધાનનું હોય... સંયમ હોય તો જ મુક્તિ મળે. જૈન દર્શનને એથી જ ૧૫ ભેદે મુક્તિનું વિધાન કર્યું છે. સંયમજીવન અને જૈન ધર્મ ઃ બંનેનો જાણે તાદાત્મ્ય સંબંધ જોવા મળે. વિશ્વના સર્વ ધર્મો તથા તેમના પ્રરૂપકોએ વ્રત, નિયમ, વિધિવિધાનો, અનુષ્ઠાનો, આરાધનાઓ વગેરે દર્શાવ્યાં છે, જેના યથાશક્તિ પાલન દ્વારા તેતે ધર્મ પામી શકાય, પરંતુ સર્વોત્કૃષ્ટ, ઉત્તમોત્તમ, મંગલકારી, કેવલી-પ્રરૂપિત જિન ધર્મ સંયમના પાલન દ્વારા જ વિકસિત થયો, પાંગર્યો છે. સંયમ જ જિન ધર્મનો શ્વાસ છે, પ્રાણ છે, આત્મા છે. નાનામાં નાનું અનુષ્ઠાન પણ સંયમપૂર્વકનું હોય. જ્ઞાનોપાસના - ભણવા ભણાવવાના સમયે સંયમ હોય તો શીઘ્ર જ્ઞાનપ્રાપ્તિ થાય, દર્શન (શ્રદ્ધા) ધર્મના પાલનમાં તો ડગલે ને પગલે સંયમ જોઈએ. ચારિત્રપાલનનું તો યથાર્થ, વરવું રૂપ જ સંયમ છે. “સંયમ મારો શ્વાસ ! સંયમ પ્રભુનો અહેસાસ’'. સંયમજીવનના જિન ધર્મ આધારિત બે મુખ્ય વિભાગ : ૧. દેશવિરતિ (શ્રાવક) ધર્મનાં ૧૨ વ્રતોનું પાલન અને ૨. સર્વવિરતિ (સાધુ) ધર્મનાં પાંચ મહાવ્રતોનું પાલન. આ બન્ને સંયમ વિના શક્ય જ નથી. ૩૭ અને જૈન ધર્મ જૈનત્વ (જૈન હોવાપણું) જ સંયમમય...! જૈનોએ કંદમૂળ, રાત્રિભોજન, અભક્ષ્ય ભક્ષણ, અસભ્ય આચરણ, અભદ્ર વ્યવહાર ન કરાય, એમ કહીને જૈનો પ્રતિ ‘‘સંયમ’’ની લાલ બત્તી ધરી છે. શ્રાવકત્વ (૧૨ વ્રતધારીપણું) ૧૨ વ્રતોની ધારણા, ત્યાગનું ક્ષેત્રફળ વધારે હોય, ‘‘શ્રાવકજન તો તેને રે કહીએ’’ એમ કહીને ગૃહસ્થાશ્રમોમાં રહીને સંયમયુક્ત, સ્વૈચ્છિક ત્યાગપૂર્ણ જીવનનું દિગ્દર્શન કરાયું છે. સાધુત્વ (પંચ મહાવ્રતધારીપણું) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહના મહાભારને જીવન પર્યંત સ્વીકારનારા મહાત્માઓના જીવનની પળેપળ, ક્ષણેક્ષણ ત્યાગમય, તપમય, સંયમમય હોય, શ્રમ એમનો જીવનમંત્ર હોય. “જેઓની આંખમાં વિકાર નહીં, મનમાં ધિક્કાર નહિ, અંતરમાં અંધકાર નહિ, જીભમાં તિરસ્કાર નહિ.' તે જ સાચા સંયમી...તેજ સાચા સંત. સૌરાષ્ટ્ર કેસરી, પૂજ્યપાદ પ્રાણગુરુદેવ કહેતાં કે, “જેમને તંત ન હોય, તે સંત.’’ અર્થાત્ જેમને પૂર્વગ્રહ, કદાગ્રહ કે હઠાગ્રહ, મતાગ્રહ ન હોય, જેઓ પ્રભુઆજ્ઞા, શાસ્ત્રાજ્ઞા અને ગુર્વાજ્ઞા મુજબ જ જીવન પર્યંત વર્તે તે સંત. તેઓ સતત રટણ કરતા કે, પુવી સમે મુળી વિજ્ઞા” અર્થાત્ સંયમી મુનિ પૃથ્વીસમાન સહનશીલ હોય, સંયમીજીવનમાં આવતા પરિણો અને ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે, કારણકે સંયમી મહાત્માઓ સંયમીજીવન સ્વીકારતાં પહેલાં સત્તમ = શ્રદ્ધા. પતિયામિ = પ્રતીતિ અને રોમ = રુચિ કેળવે. સંયમ સ્વીકારતી વખતે દામિ = સ્પર્શના કરે. સંયમ સ્વીકાર્યા બાદ પાસ્ટેમિ, અણુપામિ = પાલન અને વારંવાર પાલન કરે. તેથી સંયમી મહાત્માઓ આવતાં કષ્ટોથી જરામાત્ર ડગે નહીં, દઢપણે સંયમની કેડી પર ચાલતા રહે. અષ્ટપ્રવચનમાતા ઃ સંયમીજીવનમાં પંચમહાવ્રતો મૂળગુણ છે, તો તેની યથાર્થ પાલના માટે પાંચ સમિતિ + ૩ ગુપ્તિ = અષ્ટપ્રવચનમાતા એ ઉત્તરગુણ છે. “સંયમની કેડી સાંકડી, સંતોએ સહુને બતાવી, એ રસ્તે ચડિયા જે ભવિ, તેણે ભવોભવની ભીતિ ભગાવી રે....” પંચમહાવ્રત પ્રાણીને ભવસાગર પાર ઉતારે છે (૨) સમિતિ ગુપ્તિને આદરી, ગુણોનો બાગ સજાવી રે... સંયમની કેડી... ૩૮
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy