SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ દ ર મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ છે આવા બંધનથી અનેકવાર લોકોએ પ્રભુને બાંધ્યા, પરંતુ પ્રભુને બાંધનાર પર દ્વેષ કે છોડાવનાર પર રાગ થતો નહીં. બંધન કે મુક્ત શરીર જ થતું હતું. પ્રભુ ક્યારના દેહભાવથી ઉપર ઊઠી ચૂક્યા હતા. તેઓ મુક્ત જ હતા. આત્મા ક્યાંય બંધાતો નહોતો. ભગવાનની આત્મરસિકતા કેવી હતી કે એક પ્રસંગથી પરિલક્ષિત થાય છે. શ્રાવસ્તીની રંગશાળામાં મહારાજાએ આયોજન કર્યું છે. નટમંડળીની કુશળતાની ચર્ચા બધે થઈ રહી છે. મંડળીના મુખીએ ભગવાનને જોઈ લીધા. તેણે ભગવાનને રંગશાળામાં પધારવા વિનંતી કરી. ભગવાને આમંત્રણ સ્વીકાર્યું નહીં. નટે કહ્યું : શું તમને નાટક જોવાની ઉત્સુકતા નથી ?” ના.' કેમ? તમને નાટક નથી ગમતું ?' પોતપોતાની દૃષ્ટિ છે.’ શું લલિતકળા પ્રતિ પણ દૃષ્ટિભેદ હોઈ શકે ?' ‘એવું કંઈ પણ નથી કે જેના પ્રતિ દૃષ્ટિભેદ ન થઈ શકે !' ‘એ અજ્ઞાની લોકોમાં હોઈ શકે, પણ આપ તો જ્ઞાની છો.’ ‘જ્ઞાની સત્યની શોધમાં સંલગ્ન હોય છે. તે વિશ્વના કણકણમાં અભિનયનો અનુભવ કરે છે. તે કણકણમાં પ્રકંપન અને ગતિશીલતાનો અનુભવ કરે છે. તેમની રસમયતા એટલી વ્યાપ્ત થઈ જાય છે કે તેમને માટે કંઈ જ નીરસ નથી રહેતું. અન્ય શાસ્ત્રો જાણનાર કલેશનો અનુભવ કરે છે. અધ્યાત્મને જાણનાર રસનો અનુભવ કરે છે. ગર્દભ ચંદનનો ભાર વહન કરે છે અને ભાગ્યશાળી માનવ તેની સુગંધ અને શીતળતાનો ઉપભોગ કરે છે.” નટનું શિર શ્રદ્ધાથી નમી ગયું. તે રંગશાળામાં ચાલ્યો ગયો. અહીં અધ્યાત્મની રસમયતા દૃય છે. સામાન્ય રીતે એમ લાગે છે કે અધ્યાત્મ એટલે તદ્દન શુષ્કતા, બિલકુલ નીરસતા, બાહ્ય દષ્ટિથી જોવા ટેવાયેલ આંખો આવું જુએ છે. પણ સાપેક્ષ સુખ-આનંદને જ સુખ માનનાર દૃષ્ટિને નિરપેક્ષ આનંદ કે સુખ ન દેખાય તે સ્વાભાવિક છે. અધ્યાત્મરસમાં તરબોળ સાધકને સર્વત્ર ધબકતું ચૈતન્ય દેખાય છે. જ્યાં ચૈતન્ય છે ત્યાં રસિકતા છે જ. ચેતન પોતે જ e k _ અને જૈન ધર્મ છે અનંત આનંદનો સ્વામી છે. અધ્યાત્મરસના ઉપાસક આત્મદર્શી સાધકને પોતાના જાગૃત થયેલા આત્માનંદના અંશોનો અનુભવ થતો જ હોય છે. જેવો રસ પોતામાં છે તેવો જ પ્રત્યેક ચૈતન્યમાં છે. તેથી તેને કણકણમાં આ રસનો અનુભવ થાય છે. સંસારના કોઈ પણ પદાર્થ કે સંયોગજન્ય પરિસ્થિતિમાં આ આનંદનો અંશ પણ હોતો નથી, પણ સંસારરસના રસિયાને અધ્યાત્મ આનંદનો સ્વાદ શું હોય તે ક્યાંથી ખબર હોય! ખાખરાની ખિસકોલી આંબાના રસને શું જાણે !! સુદૂર અતીતમાં સંચિત સ્વપ્નને સાકાર થવાની મહામૂલી પળ આવી પહોંચી. પશ્ચિમાકાશમાં પ્રાદુર્ભત થયેલ બીજનો ચંદ્ર એકએક કલાથી વૃદ્ધિ પામતો સોળે કળાઓથી સુશોભિત, પૂર્વાકાશમાં ઉદિત થવા ઉત્થાન તરફ અગ્રસર થઈ રહ્યો. પ્રાચિ ક્ષિતિજમાં સ્વર્ણાભ ગગનમાં નિવૃત બાલરવિ સહસ્ર કિરણોથી આભાન્વિત થઈ પૃથ્વીના અંધકારને ચીરી રહ્યો. ભગવાન મહાવીરનો આત્મા અપૂર્વ આભાનો અનુભવ કરી રહ્યો. અંતરમાં અહેસાસ થઈ રહ્યો કે અનાદિથી અસ્તિત્વ પર પડેલ આવરણનો પડદો સહજમાં ચીરાઈ જશે. ભગવાન પુણ્ય ક્ષેત્રે જંભકા ગામની બહાર, ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર, ઈશાન ખૂણામાં શ્યામક નામના ગાથાપતિના ખેતરમાં, ગોદુહ આસને બેઠા છે. બે દિવસના ઉપવાસ છે. સૂર્યની આતાપના લઈ રહ્યા છે. શુકલધ્યાનમાં લીન બન્યા છે. ધ્યાનની અંતિમ શ્રેણી પર આરોહણ થતાં મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય; ચાર ઘાતી કર્મનો સર્વથા ક્ષય થતાં સર્વ આવરણોથી મુક્ત થયા. કેવળજ્ઞાનનો શાશ્વતસૂર્ય ઉદય પામ્યો. એ પાવન દિવસ હતો વૈશાખસુદ ૧૦, ચોથો પહોર, વિજયમુહૂર્ત. ચંદ્ર હતો ઉત્તર ફાળુની નક્ષત્રમાં. આવી પાવન ક્ષણોમાં પ્રભુ કેવળી થયા. સર્વજ્ઞતા અને સર્વદર્શિતાથી આત્મઅંબર ઝળહળી ઊર્યું. ત્રણ લોકનાં સર્વ દ્રવ્યો - સર્વ પર્યાયો સૈકાલિકરૂપે આત્મદર્પણમાં ઝળકવા માંડ્યાં. નથી કોઈ જાણવાની ઇચ્છા, નથી કોઈ જાણવાનો પ્રયત્ન. બધું જ સહજ, બધું જ આત્મસ્થ. સર્વ ઇચ્છાઓ વિરામ માપી ગઈ. શાંત સરોવર જેવા શાંતનિદ-નિશ્રેષ્ટ સાધનાનાં આરોહ-અવરોહ, ભરતી-ઓટ, ઉત્થાન-પતન સર્વ વિલીન થઈ ગયાં. માત્ર શાંતિ-પરમશાંતિ. સર્વ સાધના સ્થિર થઈ. પ્રભુ કૃત્કૃત્ય થયા. ધ્યાતા-ધ્યાન-ધ્યેય એકરૂપ બની ગયાં. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અભેદ ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત, પૃ. ૭૭. ૨૯ ૧. ‘શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત, પૃ. ૫૮-૫૯.
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy