SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Bી એક મહાવીરનું આત્મદર્શન અને જૈન ધર્મ છે જ રહેલ સર્વ જીવો પ્રત્યેના મૈત્રીભાવનાં આંદોલનો વહેતાં મૂક્યાં અને સર્પ શાંત થયો. પ્રભુ ધ્યાનમુદ્રામાં ઊભા છે. ચંડકૌશિકના ક્રોધભર્યા ફંફાડા કે ઝેરભર્યા વારંવારના દંશનો પ્રભાવ મન પર પડ્યો નહીં. પ્રભુની સાધનાનો આ પ્રયોગ બાહ્ય પ્રભાવથી મુક્ત થવાનો હતો, જેમાં પ્રભુ વિજય પામ્યા. પ્રભુની અહિંસા સ્થૂળ નહીં પણ સૂક્ષ્મ હતી. પાપીને સજા નહીં, પણ પાપીના હૃદયનું પરિવર્તન, એ એમનું અભિયાન હતું. માર- માર કરતો, ક્રોધાગ્નિથી બળતો સર્પ, પ્રભુની અડગ નિશ્ચલતા અને પ્રેમરસથી તરબોળ પરમાણુઓનો સ્પર્શ પામી ક્રમાંથી મૃદુ બની ગયો. એ શીતળતાને પામ્યો. પ્રભુએ સાધના દ્વારા અનેક જીવોના વિકારોને બાળી મૂક્યા. ઉપદેશ નહીં, તેમનું જીવન જ ઉપદેશરૂપ બની ગયું. સર્પ શાંત થયો, પરિણામે તેનાથી ભયભીત જનતાના ભયનું નિવારણ થયું. આમ પ્રભુના એકએક સાધના પ્રયોગ સ્વની સાધના સાથે પરકલ્યાણના કારણરૂપ બની રહ્યા. ભગવાન મહાવીર સ્વતંત્રતાના સાધક હતા. બધી જ પરંપરાઓથી મુક્ત થવાની દિશામાં તેઓનું પ્રયાણ થઈ ગયું હતું. પોતાથી અલગ કોઈ પરસત્તાની પરતંત્રતા શા માટે ? પ્રભુએ પરમસત્તાને પોતાના દેહદેવળમાંથી જ હાથ કરી લીધી હતી. તેઓનું ધ્યેય હતું આત્મા, તેઓનું ધ્યાન હતું આત્મા, તેઓનો ધ્યાતા હતો આત્મા. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા ત્રણેય એક થઈ ગયાં હતાં. માટીમાં સોનું, દૂધમાં માખણ દેહદેવળમાં સિદ્ધ પરમાતમ ભેદવિજ્ઞાને પ્રગટાવ મુસાફીર જીવન ઝોલાં ખાય. જેમ ખાણની માટીમાં સોનું, દૂધમાં માખણ, તલમાં તેલ અને અરણિનાં લાકડાંમાં અગ્નિ છે, તેમ દેહદેવળમાં સિદ્ધસ્વરૂપી આત્મા વ્યાપ્ત છે. જેમ અગ્નિની વાળામાં ઓગાળી માટીમાંથી સોનું જુદું કરી શકાય, મંથન દ્વારા દૂધમાંથી માખણ મેળવી શકાય, ઘર્ષણ દ્વારા અરણિકાષ્ટ અને અગ્નિ જુદાં કરી શકાય, તેવી જ રીતે ભેદવિજ્ઞાન દ્વારા દેહદેવળમાં બિરાજિત સિદ્ધસ્વરૂપી આત્માને દેહથી જુદો કરી શકાય છે. છ06 – અને જૈન ધર્મ છેદિલ્હી સમયસાર’માં કહ્યું છે કે, જેટલા જીવો સિદ્ધ થયા તે ભેદવિજ્ઞાનના બળથી જ થયા છે અને જે હજુ સુધી બંધાયેલા છે તે ભેદવિજ્ઞાનના અભાવે જ બંધનમાં છે. ભગવાનના સાધનાકાળમાં અનેક ઘટનાઓ એવી ઘટી કે જેને આપણે ઉસપર્ગ- પરિષહરૂપે ગણાવી છે, પરંતુ પ્રભુ એવા ઉસપર્ગોની સામે પણ અવિચલ રહ્યા. ભગવાન લોહાર્ગલામાં પધાર્યા. એ રાજ્યને પાડોશી રાજ્ય સાથે ઘર્ષણ ચાલી રહ્યું હતું. ત્યાંના અધિકારીઓ દરેક આવનાર-જનાર પર ચોકીપહેરો રાખતા હતા. ભગવાન ત્યાં આવ્યા. પ્રહરીઓએ ભગવાનનો પરિચય પૂછ્યો. ભગવાને ન આપ્યો. તેઓને બંદી બનાવી રાજા જિતશત્રુ પાસે મોકલી દેવામાં આવ્યા. નૈમિત્તિક ઉત્પલ અસ્થિગ્રામથી ત્યાં આવ્યો હતો. રાજ્યસજામાં હાજર હતો. તે ભગવાનને બંદીવાન જોઈને સ્તબ્ધ થઈ ગયો. ભાવાવેશમાં આવી તે બોલી ઊઠ્યો : ‘આ કેવો અન્યાય ?' રાજાએ કહ્યું: ‘રાજ્ય અધિકારીઓના કાર્યમાં હસ્તક્ષેપ કરવો એ પણ શું નિમિત્તશાસ્ત્રનું કોઈ વિધાન છે ?” ‘હસ્તક્ષેપ નથી મહારાજ ! અધિકારીઓનો અવિવેક છે.” ‘આ તું શું કહે છે ઉત્પલ ? તને શું થયું છે ?' ‘કંઈ નથી થયું મહારાજ! મારું માથું શરમથી ઝૂકી ગયું છે !” કેમ ?' શું આપ નથી જોઈ શકતા કે આપની સામે કોણ ઊભું છે?” ‘બંદી છે. હું જોઈ રહ્યો છું.’ આ બંદી નથી, મુક્તિના મહાન સાધક ભગવાન મહાવીર છે.' મહાવીરનું નામ સાંભળતાં જ રાજા સંકોચ પામ્યા. તેઓ જલદી ઊઠ્યા અને ભગવાનનાં બંધન ખોલી નાખ્યાં. પોતાના અધિકારીઓની ભૂલની ક્ષમા માગી. ભગવાન બંદી બનવાના સમયે પણ મૌન હતા. હવે મુક્તિના સમયે પણ મૌન. નિયતિની આ કેવી વિડંબના છે કે ભગવાન મુક્તિની સાધનામાં રત છે અને કેટલાક તેમને બંધી બનાવવામાં પ્રવૃત્ત છે ! ૧. ‘સમયસાર', સંવર અધિકાર – ભેદવિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધયે કિલ કેચન યસ્ય એવ અભાવતઃ બધ્ધાઃ બધ્ધા યે કિલ કેચન. કળશ – ૧૩૧. ૧. “શ્રમણ મહાવીર'માંથી સાભાર અનુવાદિત.
SR No.034389
Book TitleGyandhara 17 18 Ane Jain Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2018
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy