SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ 6 4 વિનયધર્મ Pe Cen જો એ સાચા દિલનો વિનય હોય તો એના વર્તનમાં વ્યક્તિની કૃતજ્ઞતા, નિર્મળતા અને નિભતા પ્રગટ થાય છે. માત્ર બત્રીસ વર્ષના આયુષ્યમાં જગવિજેતા બનનાર શહેનશાહ સિકંદરે પ્રસિદ્ધ દાર્શનિક ઍરિસ્ટોટલ પાસે ગ્રીક સાહિત્ય, વિજ્ઞાન, હોમરનાં મહાકાવ્યો, વીરકથાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો. એક વાર ગુરુ ઍરિસ્ટોટલ અને શિષ્ય સિકંદર ઘનઘોર જંગલમાંથી પસાર થતા હતા. રસ્તામાં એક નાળું આવ્યું. જેમાં પૂરને કારણે પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો હતો. નાળું ઊંડું હતું અને ગુરુ ઍરિસ્ટોટલ એ નાળામાં પ્રવેશ કરવા જતા હતા, પરંતુ સિકંદરે એમને અટકાવ્યા અને પછી તો ગુરુ-શિષ્ય વચ્ચે પહેલા કોણ નાળું પસાર કરે, એ વિશે મોટો વિવાદ જાગ્યો. સિકંદર તો હઠ પકડીને બેઠો કે નાળું એ જ પહેલા પસાર કરશે. બન્ને વચ્ચે થોડા વિવાદ પછી ગુરુ ઍરિસ્ટોટલને પોતાના શિષ્યની વાતનો સ્વીકાર કરવો પડ્યો. સિકંદરે પહેલાં નાળું પસાર કર્યું અને પછી ઍરિસ્ટેટલે નાળું પસાર કરીને સામી બાજુએ પહોંચ્યા પછી ફરી બંને વચ્ચે ચર્ચા જાગી. મહાન ચિંતક ઍરિસ્ટોટલે કહ્યું, ‘સિકંદર હું તારો ગુરુ છું. મારે આગળ રહેવું જોઈએ, તેં આવી હઠ શા માટે પકડી? મારી આબરૂ કેમ ઓછી કરી ?' સિકંદરે નમ્રતાથી ગુરુને કહ્યું, ‘ગુરુદેવ, આવું બોલશો નહીં, આપની બેઈજ્જતી હું કરું ખરો? કિંતુ નાળામાં પહેલા ઊતરવું એ મારું પરમકર્તવ્ય હતું.” ઍરિસ્ટોટલે શિષ્યની વાત અધવચ્ચેથી અટકાવીને પૂછયું, ‘‘શા માટે? એવું શું હતું?” સમ્રાટ સિકંદરે ઉત્તર આપ્યો, ‘ગુરુદેવ, ઍરિસ્ટોટલ હશે તો હજારો સિકંદર પેદા થશે, પણ સિકંદર બિચારો એકેય ઍરિસ્ટોટલ સર્જી શકશે નહીં.” જગવિજેતા સિકંદરમાં પોતાના ગુરુ પ્રત્યેનો કેવો અગાધ વિનય હતો એનો અહીં ખયાલ આવે છે. વ્યવહારદૃષ્ટિએ વિનયને અનેક રૂપે જોઈ શકાય. પોતાનાથી અધિક ગુણવાન વ્યક્તિ પ્રત્યે આદર આપવો તે વિનયનો એક પ્રકાર છે, તો વિનયનો બીજો પ્રકાર એ કે પૂજ્યો પ્રત્યે સદૈવ આદર રાખવો. જીવનમાં વ્યક્તિને પ્રિય બનાવે છે તે વિનય છે. એ અર્થમાં કહીએ તો વ્યક્તિ વિનય દાખવીને બીજાનું હૃદય જીતી લે છે અને એથી જ કહેવાયું છે કે તમે નમશો તો સામી વ્યક્તિ તમને નમશે. પ્રસિદ્ધ વિચારક લાઓત્સએ એક વાર એના ગુરુને અંતિમ વેળાએ પૂછયું છCCT4 વિનયધર્મ P ress કે આપનો કોઈ સંદેશ છે? ત્યારે ગુરુએ વળતો પ્રશ્ન કર્યો, “તારા મોઢામાં દાત છે?” લાઓસેએ કહ્યું, ‘ના.” પછી પ્રશ્ન કર્યો, ‘જીભ છે?” ‘હ' ગુરુએ ઉત્તર આપ્યો, ‘નરમ હોવાને લીધે જીભ ટકી રહી છે અને અક્કડ હોવાને લીધે દાંત પડી ગયા છે.' અક્કડ, અભિમાની કે અહંકારી માણસો અળખામણા થતા હોય છે. વિનયનો અર્થ માત્ર શરીર નમાવવું એટલું નથી માણસ સ્વાર્થથી પણ ઝૂકતો હોય છે. ક્યારેક ખુશામતખોરી કે હજૂરિયાપણાથી પણ એ વિનય દાખવતો હોય છે, પરંતુ સાચો વિનય ધરાવનાર તો વાદળ જેવો હોય છે. જે સમુદ્રના પાણીને આકાશમાં ખેંચીને ફરી મીઠું બનાવી જગતને આપે છે. દરેક ધર્મોમાં પણ નમન, નમસ્કાર કે વંદન કરવાની વાત કરીને વિનયનું જ મહિમાગાન કરવામાં આવ્યું છે, એ પછી હિંદુ ધર્મ હોય, જૈન ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય. હિંદુ ધર્મના પ્રથમ વેદ ઋગવેદમાં કહ્યું છે, “વડીલોને નમસ્કાર, નાનાઓને નમસ્કાર, યુવાનોને નમસ્કાર, વૃદ્ધોને નમસ્કાર, અમે સામર્થ્યવાન અને દેવપૂજક બનીએ. હે દેવગણ, હું મારાથી મોટાનું હંમેશાં સન્માન કરું (ઋગવેદ ૧ / ૨૭/૧૩) અને મનુસ્મૃતિ (૨ /૧૧૬)માં તો એમ કહ્યું છે કે, જે શય્યા પર ગુરુજનો સૂતા હોય અને જે આસન પર બેઠા હોય, તેના પર સૂવું કે બેસવું નહીં. અને તેઓ જ્યારે આવે ત્યારે શય્યા કે આસનથી ઊભા થઈને એમને નમસ્કાર કરવા જોઈએ. હકીકતમાં જ્યાં નમસ્કાર છે ત્યાં વિનય છે એ વિનય એ વ્યક્તિમાં ધર્મ પ્રત્યે રૂચિ ધરાવે છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્ર ‘નમો’ શબ્દ પ્રત્યે પદ સાથે જોડાયેલો છે. એ વિનયનું કેટલું મોટું મહિમાગાન છે! જૈન ધર્મનાં આગમ સૂત્રોમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને શ્રી દશવૈકાલિક સૂત્રમાં વિનય વિશે અને તેમાં પણ ગુરુ પ્રત્યે શિષ્યના વિનય વિશે વાત કરવામાં આવી છે. જેમ મનુસ્મૃતિમાં ગુરુ આવે તેમ શય્યા-આસનથી ઊઠવાની વાત છે, તો આગમ ગ્રંથોમાં પણ ગુરુનો આદર દર્શાવતાં કહ્યું છે, आसणगओ न पूच्छेज्जा नेव सेजागओ कयाइ चि । आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो ॥२२॥ પોતાનાં આસન કે શય્યા પર બેઠાબેઠા ગુરુને કશું પૂછે નહીં, પરંતુ પાસે
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy