SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ©©ન્દ્ર વિનયધર્મ PC©©n વિડંબના માત્ર છે. એક વચન એ સદ્ગુરુ કેરુ જો બેસે દિલ ભાય રે પ્રાણી નીચ ગતિમાં તે નહીં જાવે, એમ કહે જિનરાય રે... પ્રાણી... ગુરુ વચનનો મહિમા અકલ્પનીય છે, અદ્ભુત છે. અરે ! તીર્થંકર નામકર્મ ઉપાર્જન ક્રવામાં ૨૦ કારણોમાં એક કારણ વિનય છે. વિનયમાં આખો જિનમાર્ગ સમાઈ જાય છે. રત્નત્રયની યથાર્થ આરાધનમાં વિનયગુણનું પ્રાધાન્ય છે. પછી સાધનાનો પંથ સરળ થઈ જાય છે. અંતઃકરણની અનુભૂતિ તથા પ્રસન્નતાસહ કહ્યું છે કે, જો આત્માર્થી ગુરુગુણીજીનું શરણ સાંપડે તો વિનયધર્મ શીખવા માટે નથી તો શાસ્ત્રોનો સહારો લેવો પડ્યો કે નથી કોઈના ઉપદેશની જરૂર... પૂજ્યવરોના આત્મા સાથે થતું આત્મીય મિલન તેઓશ્રીનાં ચરણ-શરણમાં સર્વથા સમર્પિત થવાથી યોગ્યતા પ્રગટાવી, પળપળ, થાણક્ષણ ગુરુવર્યનાં આત્મિક આંદોલનો ઝીલવા સમર્થ બની જાય છે. વળી આ ઘટના કેમ, ક્યારે ઘટિત થઈ જાય તે પણ ખબર નથી રહેતી. બસ, તેમનામાં ઓળઘોળ થઈ જવાય. મોક્ષ તેઓશ્રીનાં ચરણ-શરણમાં જ છે એવી અલૌકિક અનુભૂતિના આનંદમાં નિમગ્ન થવાય. ભાઈ ! આ તો છે સાકરનો સ્વાદ... જિનેશ્વર પરમાત્માએ વિનયધર્મ બજાવ્યો, વર્ણવ્યો, આપ્યો... આપણે તે ધર્મમાં ડૂળ્યા, રસ માણ્યો અને કૃષ્કૃત્ય થયા. ©©ન્ડવિનયધર્મ c ©n સર્વ ગુણ શિરોર્માણ : વિનય -પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ પુષ્પોમાં જેટલા વિવિધ રંગો હોય છે, તેટલા વિનયના જુદાજુદા પ્રકાર હોય છે. વર્તમાન સમયમાં વિનય વિશેનું ચિંતન એ માટે આવશ્યક છે કે સમાજ અને ધર્મમાં ધીરેધીરે અવિનય, અહંકારિતા અને ઉચ્છખલતાની બોલબાલા વધતી જાય છે. એક સમયે એમ મનાતું કે પોતાના હાથ નીચેના કર્મચારીઓ પ્રત્યે માયાળુ સદ્વર્તન રાખવું જોઈએ. એમનાં સુખ-દુઃખમાં સહભાગી બનવું જોઈએ. આજે એમ મનાય છે કે પોતાની હાથ નીચેના અને અધિકારીઓથી કર્મચારીઓને સતત દાબ અને દબાણ હેઠળ રાખો. Hire & Fireની વિચારધારા ચાલે છે. માણસને ભાડે રાખો અને ન ફાવે તો પાણીચું આપી દો. જ્યાં માનવીય સંબંધો કે સંવેદનાઓને નજરઅંદાજ કરીને માત્ર માણસને કાર્ય કરતા મશીનની દૃષ્ટિએ જોવામાં આવે છે. આથી વિનયની ભાવના વર્તમાન વિશ્વમાં માનવવિકાસ માટે જરૂરી બની છે. ધર્મની ભાવના નથી હોતી પ્રાચીન કે નથી હોતી અર્વાચીન. એ તો શાશ્વત હોય છે અને વિનય આવી એક શાશ્વતી ભાવના છે. વળી જીવનમાં એની ખિલાવટની જેટલી જરૂર છે, એટલી જ ખિલાવટની જરૂર અધ્યાત્મમાં છે. સ્કૂલે જતું બાળક જેમ એકડો ઘૂંટે છે, એમ વિનયગુણ એ વ્યવહાર કે અધ્યાત્મને માટે સતત એકડો ઘંટવાની પ્રક્રિયા છે. જો એ એકડો ઘૂંટે નહીં તો એ જીવન કે ધર્મમાં પહેલા જ પગથિયે નિષ્ફળ જશે. વ્યવહારમાં પ્રગટ થતા વિનયથી આપણે સામી વ્યક્તિ પ્રત્યે આકર્ષાઈએ છીએ. સ્વયં ભગવાન મહાવીરનું ચરિત્ર જોઈએ તો તેઓ પણ દીક્ષા પૂર્વે કુલમાતાને વંદન કરે છે. રાજકુમાર વર્ધમાન માતાના ઉદરમાં હોય છે, ત્યારે ત્રિશલા માતાની માતૃવાત્સલ્યની ભાવનાનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે અને જ્યેષ્ઠબંધુ નંદિવર્ધન સાથે પ્રત્યેક પગલે રાજકુમાર વર્ધમાનનો વિનય વ્યક્ત થાય છે. વ્યવહારજીવન અને આધ્યાત્મિક જીવનમાં વિનયનો મહિમા જોવો હોય તો ભગવાન મહાવીરનું ગૃહસ્થજીવન જોવું અને ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં આપેલી વિનયધર્મ વિશેની દેશના વિશે ચિંતન કરવું જોઈએ. વ્યવહારના વિનયની વાત કરીએ તો ‘નય’ એટલે સદ્વર્તન અથવા તો સારી રીતભાત-પૂર્ણ જીવનશૈલી અને ‘વિ’ એટલે વિશિષ્ટ. એનો અર્થ એ થાય કે વ્યક્તિ સાથે સભ્ય વર્તન કરવું એ વ્યવહારજીવનનો વિનય છે. હે ગુણમાતા ગુરુવર ! આપના ગુણોના સાગરમાંથી એક બુંદ જો મળી જાય તો આ પામરનું જીવન સાર્થક બની જાય. આપના ગુણોનું અનુસરણ કરી આપની સાથે એકમેક થઈ જાઉં... એવી આપનાં ચરણોમાં પ્રાર્થના... હે ગુરવર ! મારા આત્મગુણોનું પ્રાગટ્ય કરવાની કૃપા કરો...કૃપા કરો...કૃપા કરો... છે કે છે
SR No.034387
Book TitleGyandhara 15 Vinay Dharm
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy