SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ' →→ જ્ઞાનધારા અને મારા આશ્ચર્ય વચ્ચે બે વર્ષ પછી એ પ્રવચનના પુસ્તકાકારે પ્રૂફ મને પૂજ્યશ્રીએ મોકલ્યાં. પછી તો આ ‘હું આત્મા છું’ એના અંગ્રેજી, હિંદી અનુવાદ થયા અને ૧-૨ ભાગની પાંચ આવૃત્તિ. એક ઇતિહાસ રચાતો ગયો. ‘હું આત્મા છું’ એ ગ્રંથ દેવતાઈ અરીસા જેવો મહાન ગ્રંથ છે, જ્ઞાનગ્રંથ છે’, ‘અમૃતભંડાર જેવો ગ્રંથ છે, આ એવું કલ્પવૃક્ષ છે જેને કદી પાનખર આવતી જ નથી, તેને તો સદાય વસંત વસંત જ છે' આવાં વાક્યોથી આ ગ્રંથ નવાજાયો છે. ‘હું આત્મા છું' પછી કોણ જાણે કેમ, મારા ઉપર ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની અતાર્કિક કૃપાવર્ષા થતી રહી, પ્રયત્ન વગર એ વિશે પુસ્તક આવતાં રહ્યાં, ‘આત્મસિદ્ધિ અનુશીલન’ – પંડિત ફૂલચંદ શાસ્ત્રી, ‘આત્મસિદ્ધિ મહાભાષ્ય’ - ગોંડલ ગચ્છ શિરોમણિ પૂ. જયંતીલાલજી મ.સા. અને હમણાં ૬ એપ્રિલના સર્વમંગલમ્ આશ્રમ-સાગોડિયા, પાટણ જવાનું થયું ત્યાંથી પણ પૂ. ભાનુવિજયજી મ.સા.એ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રવચનમાળા'ના ત્રણ દળદાર ગ્રંથ આપ્યા. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર‘ વિશે અત્યાર સુધી જેટલા વિવેચન ગ્રંથો લખાયા છે એ ઉપર એક મહાનિબંધ લખવો જોઈએ. કોઈ અભ્યાસી એ કામ કરશે તો શ્રુતપૂજાની એ મહાપૂજા હશે. કોઈ માને કે ન માને, પણ આશ્ચર્યજનક એક સત્ય ઘટના એવી થઈ કે ૨૦૧૧ના જુલાઈમાં શાંતિનિકેતનથી આવ્યા પછી આત્મમિત્ર બિપીનભાઈ અને રેશ્માના સતત આ આત્મસિદ્ધિના ગાન ગુંજારવના ધ્વનિએ મારા ઉપર આવેલ હૃદયરોગના હુમલાને સ્થિર કર્યો, સારવાર માટે સમય મળી ગયો અને આજે આપની સેવામાં ઉપસ્થિત છું. આ ઘટના ‘પ્રબુદ્ધજીવન’ના ઑક્ટોબર-૨૦૧૧ના અંકમાં મેં વર્ણિત કરી છે. હમણાં ૧૫ ફેબ્રુઆરીના ભાગ્ય સંયોગે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-ધરમપુર જવાનું થયું. પૂ. રાકેશભાઈની ‘ગણધરવાદ’ વિશેની શ્રુત ભાગીરથીમાંથી યથામતિ આચમન કર્યું અને પૂર્વનિર્ણય ન હોવા છતાં પૂ. રાકેશભાઈએ જ્ઞાનગોષ્ટિ માટે અમને રૂબરૂ વીસેક મિનિટ આપી. પૂ. રાકેશભાઈની સૂરતી ભાષા ધ્વનિત લહેકાવાળી – જે કાલી કાલી ભાષામાં પ્રેમ અને સરળતા નિતરતી હતી હોઈ - વાણીનો હૃદયસ્પર્શ અનુભવતા આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની ચર્ચાનો આંશિક ઉલ્લેખ પણ થયો. પૂ. રમણભાઈએ ત્યારે મને કહ્યું હતું કે, ‘આ શોધ-નિબંધ લખનાર ૧૩ મારા બાળ $.....સર્જકની વિચારસૃષ્ટિ શ્રી રાકેશભાઈ પૂર્વજન્મના આરાધક જીવ છે અને આત્મસાધનાનું મોટું ભાથું લઈને આવ્યા છે અને આ મહાનિબંધ માત્ર એમના અભ્યાસનું જ નહીં, એમની આત્મસાધનાનું પણ પરિણામ છે.' પ્રત્યેક ગ્રંથ લગભગ ૭૮૦ પૃષ્ઠો એટલે કુલ ૩૦૫૯ પૃષ્ઠોની ભિતર ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર‘નું વિશાળ અને ભવ્ય આકાશ! મેં મારી ઍકેડેમિક યાત્રામાં આટલી મોટી ચિસિસ હજુ સુધી જોઈ નથી. પીએચ.ડી.ના Refree તરીકે મને viva voce સમયે ચિસિસ લખનારને જ્યારે પૂછ્યું છે કે, આ ચિસિસ તમે શા માટે લખી? તો ઉત્તર મળે કે, ડૉક્ટરેટની ડિગ્રી માટે. જ્યારે અહીં તો આ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી શ્રી રાકેશભાઈ લખે છે, ‘તા. ૨-૧૨-૯૮ના રોજ સંધ્યાકાળે મુંબઈ યુનિવર્સિટીની પદવીદાન દીક્ષાંત સમરંભમાં પ્રસ્તુત શોપ્રબંધ (થિસિસ) માટે મને પીએચ.ડી.ની ઉપાધિ એનાયત કરવામાં આવી તે જ રાત્રે એ ઉપલબ્ધિના ઊગમ સમા મારા પરોપકારી પ્રભુના ઉદાત્ત ચરણોમાં તે ઉપાધિ મેં અર્પણ કરી દીધી.' એટલે પૂ. રાકેશભાઈ માટે આ શોધપ્રબંધ કોઈ પણ પ્રકારની સ્પૃહા વિનાનું એ વિષયના અભ્યાસ માટેનું માત્ર અવલંબન જ. આપણે હવે આ પૂજ્યશ્રીને ડૉ. રાકેશભાઈ ઝવેરી એમ ઉદ્બોધન ન કરી શકીએ. આ પ્રસંગે મને મારા પીએચ.ડી.ના માર્ગદર્શન પ્રકાંડ પંડિત રામપ્રસાદ બક્ષીનું સ્મરણ થાય છે. મને બરોબર યાદ છે, મને ઉપાધિ મળ્યા પછી એ પૂજ્યશ્રીએ મને કહ્યું હતું, ‘ઍકેડેમિક યાત્રામાં આ છેલ્લી ઉપાધિ છે, પણ સાચા જ્ઞાનની પ્રાપ્તિનો પ્રારંભ હવેથી શરૂ થાય છે. માટે આ ઉપાધિને ઉપાધિ સમજી એને છોડી દે તો સમાધિ મળશે, નહીં તો જીવનભરનું આ વળગણ સાચા જ્ઞાનની દિશા નહીં દેખાડે.’ આશ્ચર્ય પમાડે એવો બીજો જોગાનુજોગ એ જડચો કે, રાકેશભાઈને આ ઉપાધિ પ્રાપ્ત થઈ ૧૯૯૮માં, એટલે ત્યારે એ પૂજ્યશ્રીની ઉંમર ૩૨ વર્ષ. ડૉ. રમણભાઈ લખે છે કે આ શોધપ્રબંધ લખતા રાકેશભાઈને સાડા ત્રણ વર્ષ લાગ્યાં. જોકે, આ આટલા મોટા ગ્રંથ લખવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ જોઈએ - એટલે લગભગ - ૨૮ વર્ષની ઉંમરે પૂ. રાકેશભાઈએ આ શોધપ્રબંધ માટે નિર્ણય કર્યો હશે. આ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ની રચના પરમકૃપાળુ પૂજ્ય શ્રીમદ્ રાજચંદ્રે કરી ત્યારે કૃપાળુદેવ પૂજ્યશ્રીની ઉંમર ૨૮ વર્ષની હતી ! પૂર્વજન્મના સંસ્કારોની આથી વિશેષ શી સાબિતી ? ૧૪ 7 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy