SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની વિચારસૃષ્ટિ) """"""""""જ્ઞાનધારા) પ્રદાન માટે સુવર્ણચંદ્રક અપાયો ત્યારે, એમણે એક કૉલેજિયનને એ સુવર્ણચંદ્રક આપીને કહ્યું. “જા, સોનીને જઈને આ વેચી આવ. એના જે પૈસા આવે તે આદિવાસીનું કલ્યાણ કરતી સંસ્થાને આપણે મોકલીશું.” પંડિત સુખલાલજીનું અનેકાંત ચિંતન એમનામાં સમન્વયનો ભાવ જગાવે છે. એ દર્શનશાસ્ત્રોના ભેદમાં રહેલા અભેદને શોધી કાઢીને સમન્વયને પ્રબોધે છે. ખંડન-મંડનને બદલે તેઓ તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરીને એમાંથી સમત્વની ભૂમિકા શોધી આપે છે, આથી જ સાચા અને નકલી ધર્મગ્રંથો વચ્ચેના ભેદને તેઓ સહજ રીતે પારખી લેતા હતા. સમન્વય કે બંધુભાવ જગાવવાને બદલે પરસ્પર વચ્ચે વિરોધ કે વૈમનસ્યનો ભાવ જગાડનારાં તત્ત્વોને એમણે બુલંદ પડકાર ફેંક્યો છે. આથી જ પાંડિત્ય જોવા મળે, બહુશ્રુતતા પણ ક્યાંક જોવા મળે, પરંતુ પં. સુખલાલજી જેવી સૂક્ષ્મ, મર્મગામી, તુલનાત્મક અને ઊંડું મનન ધરાવતી સમન્વયશોધક દષ્ટિ મળવી વિરલ છે. અમદાવાદમાં એમના નિવાસ્થાનનું નામ હતું અનેકાંતવિહાર' જે અનેક વ્યક્તિઓને માટે તીર્થસ્થાન હતું. પં. સુખલાલજીએ પોતાના ગહન શાસ્ત્રજ્ઞાનને સમન્વય દષ્ટિથી વિશેષ ઊજળું બનાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાં એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં આચાર્ય હરિભદ્રસૂરિજી વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં હતાં. તેનું પુસ્તક મુંબઈ યુનિવર્સિટીએ ઈ.સ. ૧૯૬૧માં પ્રગટ કર્યું. આ પુસ્તક ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર' એ નામે પ્રગટ થયું. પંડિત સુખલાલજી પણ એવા જ સમદર્શી હતા. વળી ૫. સુખલાલજીએ જૈન ધર્મ અને દર્શનના હાડની સમજૂતી આપવાની સાથોસાથ અહિંસા અને અનેકાંતદષ્ટિની વિશેષતા પ્રગટ કરી આપી. વળી જૈનદર્શનના મર્મને પ્રગટ કરવાની સાથોસાથ એમણે સમગ્ર રાષ્ટ્રની ચિંતનધારાઓમાં રહેલા સામંજસ્યનું પોતીકી દષ્ટિથી આકલન કર્યું. સત્યશોધનને વરેલી એમની તુલનાત્મક દષ્ટિને પોતાનું અને પરાયું એવા કોઈ ભેદ નહોતા. જૈનદર્શન અને ભારતીય દર્શન તો ખરાં જ, પણ એથીય વિશેષ ખ્રિસ્તી અને ઇસ્લામનાં દર્શનનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. ‘દર્શન અને ચિંતન', ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘સન્મતિ તક', 'ભારતીય વિદ્યા' જેવા ગ્રંથોમાં સમર્થતત્ત્વજ્ઞ તરીકનું પં. સુખલાલજીનું દર્શન અને ચિંતન જોવા મળે છે અને એ રીતે એમણે ભારતીય સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી. શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત આત્મસિદ્ધિ શારશઃ પૂ. રાકેશભાઈની વિચારસૃષ્ટિ - ડૉ. ધનવંત શાહ ‘પ્રબુદ્ધ જીવન'ના તંત્રી અને જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈએ કેટલાંક સુંદર નાટકો લખ્યાં છે અને તે સફળ રીતે ભજવાયાં છે. તેમનાં ચાર પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન સાહિત્ય સમારોહના સફળ સંયોજક છે. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' સ્વયં અને એ વિશેના આ વિવચન ગ્રંથો, બેઉ પૂર્વ ગ્રંથોની સમકક્ષ એની ભીતર દર્શિત થયેલા જ્ઞાનભંડારને કારણે. અવનિના અમૃત અને મહાસાગર જેવા આ આત્મસિદ્ધિ શાસ્ત્રકાવ્યનો મારા જીવનમાં આ પહેલાં અને પછી ચમત્કારિક પ્રવેશ થઈ ચૂક્યો હતો. | સર્વપ્રથમ બાળપણમાં સોનગઢમાં પૂ. કાનજીસ્વામી પાસે પછી લગભગ ત્યારે ૧૯૮૫-૮૬ની આસપાસ મહાસતી પૂ. તરુલતાજીનો ચાતુર્માસ મદ્રાસમાં હતાં ત્યારે એઓશ્રી પૂજ્યશ્રી શ્રીમદ્ રાજચંદ્ર, આનંદઘનજી, કબીર અને બનારસીદાસ ઉપર પીએચ.ડી. માટે શોધ-નિબંધ લખી રહ્યા હતા ત્યારે વિષયની ચર્ચા કરવા પૂજ્યશ્રી સમીપ મને જવાનું થયું. ચર્ચા પછી સાંજે જ ફલાઈટમાં મુંબઈ જવાનું હતું, પણ સંઘના અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈએ, મને આગ્રહ આજ્ઞા કરી કે સવારે પૂ. તરુલતા મહાસતીજી હું આત્મા છું' એ વિષય ઉપર પ્રવચન શ્રેણી શરૂ કરવાના છે, એ પ્રથમ વ્યાખ્યાન સાંભળીને જ મારે બીજા દિવસની બપોરની ફલાઈટમાં મુંબઈ જવું. પ્રવચનનનો લાભ લીધો, હું આનંદવિભોર થઈ ગયો, ધન્યતા અનુભવી. તે દિવસે આત્મસિદ્ધિ શાસ્ત્રની પ્રથમ ગાથાની પ્રથમ પંક્તિ વિશે પ્રવચન હતું. ફલાઈટમાં વિચાર્યું, આ પ્રવચન શ્રેણીને ટેપ'માં સંગ્રહિત કરાય તો સારું. ત્યારે સી.ડી.નો પ્રવેશ થયો ન હતો. - ૧૧ - F
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy