SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનધારા) મરાઠીના સંપાદક છે. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટની સમસ્ત પ્રવૃત્તિઓના સંચાલનમાં તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. શ્રી અખિલ ભારતીય દિગમ્બર જૈન વિદ્ધપરિષદના કાર્યાધ્યક્ષ છે. સુખડિયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી ડૉ. મહાવીર જૈને ડૉ. હુકમચંદ ભારિલ્લ “વ્યક્તિત્વ અને કતૃત્વ' વિષય ઉપર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે જે ગૌરવનો વિષય છે. પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના તેઓ અનન્યતમ શિષ્ય છે. હુકમચંદ ભારિલે સમયસાર, યોગસાર, અનેકાંત, પ્રવચનસાર, ગોમટેશ્વર કાનજીસ્વામી વીતરાગ વિજ્ઞાન પાઠશાળા, સત્યની શોધ વિગેરે વિષય પર પુસ્તકો લખ્યાં છે. તેમના ‘ક્રમબદ્ધ પર્યાય' અને 'જૈન દર્શન'ના પરિપ્રેક્ષમાં “શાકાહાર” પુસ્તકો ખૂબ લોકપ્રિય બન્યાં. ડૉ. હુકમચંદ ભારિલ્લનાં પ્રકાશનો લગભગ હિન્દીમાં વધારે છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, તેમના ‘શાકાહાર” પુસ્તકનો ગુજરાતી અનુવાદ ડૉ. મધુબહેન ગુણવંતભાઈ બરવાળિયાએ કરેલ, તે પુસ્તિકાની અલ્પ સમયમાં દોઢ લાખથી વધારે પ્રતોનું પ્રકાશન થયું ને રેકર્ડબ્રેક કર્યો. હું આ લેખમાં ડૉ. હુકમચંદજી ભારિલ્લના ‘સમયરસારનો સાર' જેનો ગુજરાતીમાં અનુવાદ કાંતિભાઈ મોટાણીએ કરેલ છે તેનો આછો પરિચય આપવાની કોશિશ કરીશ. ડૉ. હુકમચંદજી ભારિત્યે સમયસાર શાસ્ત્રનો સાર તેમનાં ફક્ત ૨૫ પ્રવચનોમાં આચાર્ય ભગવાન આખા સમયસાર શાસ્ત્રમાં શું કહ્યું છે તેનું સંક્ષિપ્તમાં વિશ્લેષણ કરેલ છે. જેમની પાસે સમય ઓછો છે તેવા મુમુક્ષુઓને પૂરા સમયસારનો સાર સમજવા માટે પુસ્તક ઘણું ઉપયોગી છે. આચાર્ય શ્રી કુંદકુંદદેવ જે કહેવા માગે છે તે સીધું સમજવું અઘરું પડે છે તેથી આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે ટીકા લખી અને તેને પૂજ્ય ગુરુદેવશ્રીએ ઘણું સરળ કરી આપણને ગુજરાતીમાં સમજાવવામાં આવ્યું છે. આ સમયસાર નામનું પરમાગમ છે. આચાર્ય કુંદકુંદદેવે બે હજાર વર્ષ પહેલાં આ પવિત્ર ભારતભૂમિ પર બનાવ્યું. જો આચાર્ય કુંદકુંદ દિગમ્બર જૈનાચાર્યોની પરંપરાના શિરોમણિ આચાર્ય છે તો શુદ્ધાત્માનો પ્રતિપાદક તેમનો આ સમયસાર ગ્રંથ - ૧૫૧ - વિસર્જકની વિચારસૃષ્ટિ) સંપૂર્ણ જિનવાણીનો શિરમોર છે. ભગવાન આત્માનો પ્રતિપાદક આ ગ્રંથાધિરાજ સમયસાર જિનાગમનું અજોડ રત્ન છે. આચાર્ય અમૃતચંદ્ર આ ગ્રંથને જગતનું અદ્વિતીય અક્ષય ચક્ષુ કહે છે. તેઓ કહે છે કે જગતમાં આનાથી મહાન કંઈ પણ નથી. આચાર્ય કુંદકુંદ પોતેજ સમયસારનું સમાપન કરતાં અંતમાં લખે છે કે જે વ્યક્તિ આ સમયસાર ગ્રંથાધિરાજનો સ્વાધ્યાય તત્ત્વથી અને અર્થથી કરશે એટલે કે તેના પ્રતિપાદક તત્ત્વને વસ્તરપથી જાણશે તે નિશ્ચયરૂપથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ કરશે, અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ કરશે, મુક્તિની પ્રાપ્તિ કરશે એવો મહાન ક્રાંતિકારી ગ્રંથ છે આ ! લાખો લોકોનું જીવન આ સમયસારના અધ્યયનથી બદલાયું છે. કવિવર બનારસીદાસજી, શ્રીમદ્ રાજચંદ્રજી, આધ્યત્મિક સત્પુરુષ શ્રી કાનજીસ્વામી - એ બધાના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાવાળો આ ગ્રંથાધિરાજ સમયસાર જ છે. સમયસાર જેનોની ગીતા, કુરાન અને બાઈબલ છે. આમાં એ શુદ્ધ આત્માનું વર્ણન કરેલ છે કે જે શુદ્ધાત્માના આશયથી સમ્યગ્દર્શન, સમ્યગ્દાન અને સમ્યચ્ચારિત્ર પ્રાપ્ત થાય છે. સમય શબ્દના આમ તો ઘણા અર્થ થાય છે. સમય એટલે કાળ, સમય એટલે દેશ વા ક્ષેત્ર, સમય એટલે શાસ્ત્ર, સમય માને મત: ત્યાં સુધી કે સમય એટલે યુદ્ધ પણ થાય છે, પણ અહીં સમય શબ્દ આત્માના અર્થમાં છે. સમય શબ્દના અસલમાં બે અર્થ થાય છે - એક અર્થ છે છ દ્રવ્ય અને બીજે અર્થ છે આત્મા. જ્યારે આપણે સમય શબ્દનો અર્થ એ દ્રવ્ય કરીએ છીએ તો સાર શબ્દનો અર્થ એક થાય છે કે - છ એ દ્રવ્યોમાં સર્વશ્રેષ્ઠ સારભૂત પદાર્થ આત્મા છે. “સાર પદારથ આત્મા સકલ પદારથ જાન". સંપૂર્ણ પદાર્થોમાં આ આત્મા જ એક સારભૂત છે. જો આપણે સમયનો અર્થ આત્મા કરીએ છીએ તો સારનો અર્થ - દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નૌકર્મથી રહિત શુદ્ધ આત્મા થાય છે. જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને તેની ૧૪૮ કર્મપ્રકૃતિઓ જ દ્રવ્યકર્મ છે. આત્મામાં જે મોહ-રાગ-દ્વેષના ભાવ ઉત્પન્ન થાય છે, તેને ભાવકર્મ કહે છે. શરીર, સ્ત્રી-પુરુષ, મકાન, સંપત્તિ, રૂપિયા, પૈસા વિગેરે બધા પદાર્થોને નૌકર્મ કહે છે. જીવન ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો. • ૧૫૨
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy