SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સર્જકની વિચારસૃષ્ટિ) જ્ઞાનધારા) ગુરુ આજ્ઞાથી સંતબાલજી અવધાન પ્રયોગોના પ્રદર્શન બંધ કર્યા હતા, સુધારણાના કાર્યક્રમો અને આંદોલનોના અડાબીડ જંગલો વચ્ચે પણ ધર્માનુબંધ વિશ્વદર્શન અને આગમોની વિવેચના લખી અધ્યાત્મનું નંદનવન સર્જતા મુનિશ્રી સ્વપર સાધના માટે ખૂબ જાગૃત હતા. પ્રત્યેક સાધક માટે એકાત્મતાનો અનુભવ કરતાં તેઓના આ શબ્દો પ્રત્યેક સાધકને પોતાના બનાવી દે છે. સાધકનો વિકાસ મારો પ્રમોદ છે. સાધકોનું સુક્ષ્મ પતન પણ મારું આંસુડ છે. ગુજરાત નવનિર્માણ આંદોલન પછી રાજકીય આગેવાન પ્રધાનમંડળની રચના માટે મુનીશ્રીની સલાહ લેવા અમદાવાદથી ચીંચણ આવે છે અહીં પ્રત્યેક વર્ગમાં મુનિશ્રીની લોક્શાહનના દર્શન થાય છે. બંગલા દેશમાં મુજબીર રહેમાનની હત્યા પ્રસંગે ઉપવાસ કરતાં મુનિશ્રીમાં પ્રબુધ્ધ કરુણાના દર્શન થાય છે. ૩ મૈયાના આરાધક વિશ્વ વાત્સલ્યના સંદેશવાહક મુનિશ્રી સંતબાલજીના જીવનમાં નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. વક્તવ્ય અને કર્તવ્યને એક રેખા પર રાખનાર આ આત્મસ્થ સંતે ૨૬-૦૩૮૨ના ગુડીપડવાને દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો પૂર્વપંતપ્રધાન મોરારજી દેસાઈના અધ્યક્ષ સ્થાને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભામાં ચિંતક ચીમનલાલ ચકુભાઈ સહિત અનેક સંઘોના પ્રમુખો શ્રેષ્ઠીઓએ શ્રદ્ધાંજલિ આપી. અંતિમ સંસ્કારમહાવીરનગર ચીંચણીના દરિયા કિનારે થયા અને ત્યાં જ સમાધી બનાવવામાં આવી એ આત્મમસ્તીમાં જીવનાર લોક માંગલ્યના કાર્યો કરનાર શતાવધાની ક્રાંત દટા હતાં. વિપુલ સાહિત્યનું સર્જન કરનાર વ્યુત સાધક મુનિશ્રીને અભિવંદના. સમયસારનો સાર: ડૉ. હુકમચંદ ભાઈરલ્લની વિચારસૃષ્ટિ - ડૉ. ઉત્પલા કાન્તિલાલ મોદી (ડૉ. ઉત્પલાબહેન M.A., Ph.D. છે. ભવન્સ સોમાની કૉલેજના ફિલોસોફી વિષયનાં હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ છે. તેમનો “જૈન જ્ઞાનસરિતા’ નામે અભ્યપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે). ડૉ. હુકમચંદજી ભારિલ્લનું નામ આજે જૈન સમાજના ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં થાય છે. જેઠ વદ-આઠમ, વિ.સં. ૧૯૯૨, શનિવાર, તા. ૨૫ મે, ૧૯૩૫ના દિને લલિતપૂર (ઉ.પ્ર.) જિલ્લાના બરોદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ. ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ. પીએચ.ડી. છે. સમાજ દ્વારા વિદ્યાવાચસ્પતિ, વાણી વિભૂષણ, જૈનરત્ન, પરમાગમ વિશારદ, તત્ત્વવેતા, અધ્યાત્મશિરોમણિ આદિ અનેક ઉપાધિઓથી સમય-સમય પર તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ, સુબોધ, તર્કસંગત તેમજ આકર્ષક શૈલીના પ્રવચનકાર ડૉ. ભારિલ્લ આજે સૌથી વધારે લોકપ્રિય આધ્યાત્મિક પ્રવકતા છે. એમને સાંભળવા માટે દેશવિદેશમાં પણ હજારો શ્રોતા હંમેશાં ઉત્સુક રહે છે. આધ્યાત્મિક જગતમાં કોઈ એવું ઘર નહીં હોય, જ્યાં રોજ તેમનાં પ્રવચનોની કૅસેટ ન સાંભળતાં હોય, અને જ્યાં તેમનું સાહિત્ય ન મળતું હોય. ધર્મના પ્રચાર અર્થે તેઓએ અનેકવાર વિદેશયાત્રા પણ જેમ માનસરોવર ઉપર હંસલાઓ આવે છે, ઊતરે છે, મોતીનો ચારો ચરે છે, એમ જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં જતા હશે ત્યાં ત્યાં શુભ તત્ત્વોનો જ આસ્વાદ લેતા હશે. કરી છે. ડૉ. ભારિલે આજ સુધીમાં નાનાં-મોટાં ૫૧ પુસ્તકો લખ્યાં છે અને અનેક ગ્રંથોનું સંપાદન કરેલ છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આજ સુધીમાં આઠ ભાષાઓમાં તેમની ૪૦ લાખથી પણ વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી ચૂકી છે. સૌથી વધુ વેચાણવાળા જૈન આધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન હિંદી તથા ૧૫૦ ૧૪૯
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy