SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ 39 L જ્ઞાનધારા અભ્યાસ પદ્ધતિથી તેઓએ વ્યવહારિક ભાષાઓ ગુજરાતી, હિંદી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, માગધી, અર્ધમાગધી, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને દેવનાગરી જેવી અન્ય અનેક ભાષાઓ પર પણ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. જે ભાષામાં અનુવાદક કરવો હોય અને જે ભાષાનો અનુવાદ કરવાનો હોય તે બન્ને ભાષા પરનું પ્રભુત્વ ખૂબ જ જરૂરી છે. વિવેચન માટે તે ભાષાના વ્યાકરણ ઉપરાંત શબ્દોની સંવેદના પણ અતિઆવશ્યક રીતે પ્રગટ થવી જોઈએ અને અશુદ્ધિ એ સ્ખલના અંગે તેઓ હંમેશાં ચિંતિત રહેતા અને શૈલી જળવાઈ રહે તે અંગે તેઓ હંમેશાં જાગૃત રહેતા હતા. મહાત્મા ગાંધીજી જે કૉલેજમાં અમુક વર્ષો પહેલાં જ ભણી ચુક્યા હતા તે ભાવનગરની જગવિખ્યાત શામળદાસ કૉલેજમાં તેઓઅ B.A. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ B.A. LL.B. મુંબઈમાં કરેલ. ભાવનગરમાં મરકી (પ્લેગ)ના રોગચાળામાં સ્થળાંતર કરી બાજુના અકવાડા ગામમાં રહેવાનું થયું, પૂજ્ય કાકાશ્રી કુંવરજીભાઈ અને શ્રી અમરચંદ ઘેલાભાઈની પ્રેરણા, શુભેચ્છા અને સાહિત્યપ્રાપ્તિ મદદથી તેઓએ આ “અધ્યાત્મ કલ્પદ્રુમ’’ ગ્રંથની સરળ અને સચોટ લોકભોગ્ય ભાષામાં રચના કરી. વ્યવહારિક અભ્યાસ અને અન્ય કાર્ય વ્યસ્તતાને કારણે લગભગ છ વર્ષમાં આ ગ્રંથ તૈયાર થઈ વિ.સં. ૧૯૫૫માં પ્રથમ આવૃત્તિ સ્વરૂપે ભાવગનરના પ્રાચીન અને વિખ્યાત ગ્રંથભંડાર “શ્રી જૈન પ્રસારક સભા” દ્વારા પ્રકાશિત થયો. ત્રણ આવૃત્તિ બાદ ચતુર્થ આવૃત્તિ ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’” મુંબઈ દ્વારા પ્રકાશન થયું. પ.પૂ. વલ્લભસૂરિ મ.સા.ની પ્રેરણાથી વિશ્વવિખ્યાત “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’”ના પણ તેઓ સ્થાપક અને પાયાના પત્થર રહ્યા હતા. તેઓએ ભાવનગરમાં શાળા અને કૉલેજના અભ્યાસ, દરમ્યાન વિશ્વવિખ્યાત ‘‘બાર્ટન લાઈબ્રેરી’’ને પોતાના આભ્યાસનું . વાંચનનું કેન્દ્ર બનાવેલ. તેઓના તે વખતના વાંચક સમકાલિન, ભાવનગરના સાહિત્ય સુવર્ણકાળના તારલાઓ, યુગપુરુષો શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, કૃષ્ણલાલ ત્રિવેદી, બળવંતરાય ઠાકોર, રણજીતરાય મહેતા, કવિ કાન્ત, રવિશંકર રાવળ, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી, ઝવેરચદ મેઘાણી, પ્રભાશકરભાઈ પટ્ટી, રવિશંકર મ. જોષી, ગિરધરલાલ મોહનલાલ શાહ, સાહિત્ય પંડિતો અને સહાધ્યાયીઓ તેઓના સમકાલિન રહી ચુક્યા છે. મોહનલાલ ક. ગાંધી, સ્વામી વિવેકાનંદ અને શ્રી વીરચંદ ગાંધી જેવા તત્વવતા અને સાહિત્યકારોથી તેઓ ઘણા જ પ્રભાવિત હતા અને આવા ઉમદા ચારિત્રવાન પુરુષોને તેઓ આદર્શરૂપે જીવનમાં વણી ચુક્યા હતા. તેઓ શાસ્ત્રવાંચન અને લેખનકાર્ય હંમેશાં સામાયિકમાં રહીને કરવાનો નિયમ ધરાવતા ܀ ૭૭ હું સર્જકની વિચારસૃષ્ટિ હું હું હતા. ‘‘જૈન ધર્મપ્રકાશ’” માસિકને તેઓ હંમેશાં લેખો અને સાહિત્ય નિયમિત આપતા તેથી તે સામયિકના સુજ્ઞ અને સામાન્ય વાચકોનો બહોળો વર્ગ અભ્યાસ કરતો થયો અને સુત્રજ્ઞાન । સાથે શાસ્ત્રજ્ઞાન પણ સામાન્ય શ્રાવક-શ્રાવિકાઓને સરળતાથી પ્રાપ્ય થયું. અભ્યાસ અને ચિંતન એ આત્મશુદ્ધિના શ્રેષ્ઠ માધ્યમ તરીકે માનતા શ્રી મોતીચંદભાઈએ અન્ય અનેક રચનાઓ કરી અને પ્રકાશિત પણ થઈ. શ્રી ઉપમિતિભવ પ્રપંચાકથા, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ.પૂ. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયકૃત શાંત સુધારસ ભાગ-૧-૨, આત્મનિરીક્ષણ લેખમાળા, જૈન દષ્ટિએ યોગ, આનંદઘનજીના પદો ભાગ૧-૨, ચરિત્રગ્રંથ સિદ્ધહસ્તયુગપ્રધાન શ્રી સિદ્ધર્ષિ, ચરિત્રગ્રંથ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમંદ્રાચાર્ય, ચરિત્રગ્રંથ ‘‘મુંબઈના નામાંકિત નાગરિક શેઠ મોતીશાહ, પંડિત શ્રી હિરવિજયજીનું જન્મચરિત્ર, ચરિત્ર ગ્રંથ યશોધર ચરિત્ર, બહુત ગઈ, થોડી રહી યાને દાક્ષિણ્યનિધિ ક્ષુલ્લક - નવલકથા ભાગ-૧-૨, પ્રવાસલેખન ‘યુરોપના સંસ્મરણો’, નવયુગનો જૈન, સાધ્યના માર્ગે, કૉલેજજીવન અને ધાર્મિક શિક્ષણ, ધર્મકૌશલ્ય, વ્યવહાર કૌશલ્ય, વ્યાપાર કૌશલ્ય, આનંદઘનજી કૃત ચોવિશી, શ્રી ઉમાસ્વાતિકૃત ‘પંશમરતિ ગ્રંથ' અર્થતથા વિવેચન, કર્મગ્રંથના બે ભાગનું વિવેચન, મહાવીર ચરિત્ર ૨૬ પૂર્વભવ, મહાવીરસ્વામી ૨૭મો ભવ વિગેરે અનેક પ્રકારે સાહિત્ય સંપુટની રચના અને પ્રકાશન થયાં. પોતે B.A. LL.B. સોલિસીટર હોવાથી અત્યંત વ્યસ્ત અને આગવી શૈલીના વ્યવસાયિક હોવા છતાં અનેક સંસ્થાઓ અને સમાજના સંનિષ્ઠ કાર્યકર અને માર્ગદર્શક હતા. તેમના અંગત મિત્ર નરોત્તમભાઈ ભાણજી કાપડિયા, કુંવરજીભાઈ કાપડિયા, નેમચંદભાઈ કાપડિયા સતત તેમના સાહિત્ય સર્જનના મદદગાર અને ઉત્સાહપ્રેરક રહ્યા હતા. સતત અપ્રમાદ, આત્મશુદ્ધિનો પુરુષાર્થ, ધર્મક્રિયાઓ, શાસ્ત્રવાંચન, શ્રવણલેખન અને લોકકાર્યમાં સતત ગતિશીલ રહેવું એ જ સંસ્કારિતા, ધર્મતત્વ, સત્વ અને અજોડ પરંપરા ટકાવશે એ જ વિચારસૃષ્ટિ તેમના તમામ સાહિત્યસર્જનમાં દષ્ટિપાત થતી રહે છે. ૭૨ વર્ષની વયે વિ.સં. ૨૦૦૭, ફા. વ. ૫, તા. ૨૭-૦૩-૧૯૫૧ના રોજ મુંબઈ મુકામે તેઓનું પૂર્ણ સમતા સાથે સ્વર્ગગમન થયું. પરિવારજનો, સમાજને અને આવનારી અનેક પેઢીઓને તારનાર સ્થાવર શાસ્ત્ર-સાહિત્ય આપતા ગયા અને અનેક યુવાન વિદ્યાર્થીઓનાં ચારિત્રઘડતરના માધ્યમ સ્વરૂપ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય’' જેવું આવલંબન રચતા ગયા. “અધ્યાત્મ કલ્પદ્રુમ’” ગ્રંથનું ગૌરવ, શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.ની આ રચના અને શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા દ્વારા થયેલ નવસર્જન એ આઠ વખત પુનઃપ્રકાશન પામેલ અજોડ શાસ્ત્ર-સાહિત્યના ગુણાનુવાદને અત્રે હું અલ્પવિરામ આપું છું. * ७८ 39 R
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy