SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ( જ્ઞાનધારા) નામો એકસાથે કહેવાની શક્તિ અને તત્કાલ નવિન કાવ્યો રચવાની શક્તિ એ ત્રણેય શક્તિને કારણે તેઓ ઉગ્રવાદીઓ સાથે વાદ-વિવાદમાં પણ અજોડ હતા અને શાસ્ત્રજ્ઞાન તેઓની વાચા પર હરહંમેશ રહેતું, કોઈ પણ નિરવઘ વિદ્યા કે ઉત્તમ કળા એવી ન હતી કે જેમાં તેઓની બુદ્ધિ પ્રસાર પામતી ન હોય. દૂષણરહિત વીરતા ધારણ કરનાર અનેક વિદ્વાનો વચ્ચે પણ પ્રસાર પામતી ઉત્કર્ષવાહી બુદ્ધિ ધારણ કરનાર વિદ્વાન શ્રી મુનિસુંદરસૂરિ મ.સા. અજોડ અને અનન્ય હતા. “સહસાવધાની” શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.ને દક્ષિણના મુત્સદ્દી વિદ્વાન પંડિતોએ ગુરભગવંતના વર્ણ અને જ્ઞાનને કારણે પ્રભાવિત થઈને "કાલી સરસ્વતી''નું બિરૂદ આપ્યું હતું. એ ઘટના સૂચન કરે છે કે પૂજ્ય ગુરુભગવંતે યા તો દક્ષિણ ભારતમાં વિહાર કર્યો હશે અથવા તો તેઓનું સાહિત્ય તે પ્રદેશમાં પ્રસાર પામ્યું હશે યા તો તે પ્રદેશના પંડિતવાદીઓને શાવાદમાં પરાસ્ત કર્યા હશે. ૧૦૮ વાટકાના અલગ અલગ ધ્વનિથી કોઈ પણ ક્રમથી તે વાટકો પડે અને ધ્વનિ નીકળે તો તેઓ તેને વ્યવસ્થિત ક્રમમાં ઓળખી બતાવતા હતા. કવિત્વ ઉપરાંત તર્ક-ન્યાયમાં પણ નિપુણ હતા. તેઓને મુસ્લિમ બાદશાહ મુઝફરખાન તરફથી “વાદી ગોકુળ પઢ"નું બિરૂદ મળેલ. સ્મરણશક્તિ, SCHARSH BH A RUSI, Memory, imagination and reasoning faculty BALL ત્રણેય મગજની શક્તિ છે. આ ત્રણેય શક્તિ એક જ પુરુષમાં વિકસ્વર થયેલી હોય તેવાં ઉદાહરણો જવલ્લે જ જોવા મળે છે. સુરિમંત્ર સ્મરણ કરવાની વિસ્મયકારક શક્તિની દક્ષતા તેઓએ કેળવી હતી. મરકી (પ્લેન) જેવા મહાન રોગશત્રુને નાથવા રાજ્યના રાજાએ શિકારનો ત્યાગ અને અમારી પ્રવર્તનનો અમલ તેઓના ઉપદેશથી કરેલ. મહાન સાક્ષાત્ ચમત્કારી એવા શાંતિકર સ્તોત્ર કે જે વર્તમાનમાં પણ નવસ્મરણમાં સ્થાન ધરાવે છે તેની શિઘરચના પૂજ્ય ગુરુભગવંત શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.એ કરેલ છે. આ સૂત્રની રચના શિવપુરમાં કરેલ. પૂજ્ય ગુરભગવંતની રચનાઓ (૧) ત્રિદશતરંગિણી (૨) ઉપદેશ રત્નાકર (૩) અધ્યાત્મ કલ્પદ્રુમ (૪) સ્તોત્ર રત્નકોષ (૫) મિત્રચતુષ્ક કથા (૬) શાંતિકર સ્તોત્ર (૭) પાક્ષિક સિત્તરી (૮) અંગુલ સિત્તરી (૯) વનસ્પતિ સિત્તરી (૧૦) તપાગચ્છ પદાવલી (૧૧) શાંતરસરાજ આ ગ્રંથો વર્તમાન સમયમાં લભ્ય છે. જૈન ધર્મ અભ્યાસીઓ, વાચક ગુરભગવંતો અને આત્મજ્ઞાન અભ્યાસ ઇચ્છુક તમામ ભાવિકોને વિવેચકશ્રી વાંચન કરવા અનુરોધ કરે છે. મહંમદ તઘલખ વંશના અતિવિકટ રાજ્યકાળમાં અવ્યવસ્થિત સમાજસ્થિતિમાં મહદઅંશે જાનમાલ અને ધર્મવ્યવસ્થા જોખમમાં હતાં. રાજ્યક્રાંતિ વારંવાર - ૭૫ સર્જકની વિચારસૃષ્ટિ થતી અને મહમુદ બેગડો (ગાંડો) પણ રાજ્યકર્તા તરીકે આવી ગયેલ હતો, પરંતુ અધ્યાત્મવાંછુ અલ્પ જ્ઞાતિઓ અને પંડિત પુરુષોના જનગણ માટે ગુરુભગવંતો આ પ્રકારનાં શાસ્ત્રોની રચના કરતા. જ્ઞાનપ્રવાહ ક્ષીણ થયો હશે પણ લુપ્ત થયો ન હતો. ગચ્છના ભેદો અગિયારમા અને બારમા સૈકામાં શરૂ થઈ ગયેલ પણ જ્ઞાન અને શાસ્ત્રશિક્ષણ અંગેના વ્યવહારો રહેતા હતા. એકબીજા માટે સન્માન અને વિનય માટે પ્રશંસનીય હતાં. આજે વર્તમાન સમય જેવી કપરી સ્થિતિ ન હતી. અન્ય કોમ કરતાં જૈન કોમને રાજ્યકર્તાઓ તરફથી ગુરભગવંતોને કારણે ઘણી જ મદદ અને સગવડતાઓ અને સુરક્ષા વિધર્મી રાજાઓ તરફથી પણ મળી રહેતા. સાધુ-સાધ્વી, ભગવંતોની સંખ્યા વિપુલ હતી. જ્ઞાનાભ્યાસ, ક્રિયા, તપ અને આચાર, પરિગ્રહ બાબતે નિર્દોષ હતાં. શ્રાવક વર્ગ જ્ઞાન, ક્રિયા અને તપમાં નૈતીક રીતે સુદઢ ને સાત ક્ષેત્રના દ્રવ્યવ્યવહારમાં ઉત્સાહી રહેતો હતો. પરમ પૂજ્ય શ્રી મુનિસુંદરસૂરિ મ.સા.નું સ્વર્ગગમન સંવત ૧૫૦૩માં થયું. તેઓનું આયુષ્ય ૬૭ વર્ષનું, ૬૦ વર્ષ દીક્ષા પર્યાય પાળ્યો, ૨૫ વર્ષ આચાર્યપદવી અને ૪ વર્ષ ગચ્છધિપતિપણાનો ભાર વહન કર્યો. જીવનના અંત સુધી શ્રાવકોનાં હિતચિંતન અને સાહિત્ય સર્જનને પ્રાધાન્ય આપ્યું. મહાન શારા સાહિત્ય “અધ્યાત્મ કલ્પદ્રમ” ગ્રંથના લેખક, અનુવાદક અને વિવેચક સૌહાર્દમૂર્તિ, “મૌક્તિક" બહુશ્રુત શાસ્ત્ર સાહિત્યકાર, સંસ્કારમૂર્તિ અને જૈન સમાજના ઉત્થાનના કર્મનિષ્ઠ ભેખધારી, આત્મશુદ્ધિ અપ્રમાદી, વર્તમાન જૈન સાહિત્ય રચનાઓના દટા શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા એ વર્તમાન સમયના અધ્યાત્મ સાહિત્યના કલ્પવૃક્ષ સમાન વિદ્વાન લેખક અને વિવેચક છે. એક નૈતિક રીતે સુદઢ અને પ્રમાણકિ સમાજ જ સમયાંતરે આવા ધિંગાપુરુષોનું સર્જન કરી શકે. આવા મહાન પુરુષો જે તે કામ-સમયને ઓળખી, પોતાના જ્ઞાની આત્માઓથી વાસીત સમાજને અન્ય મિથ્યાત્વી સંસ્કૃતિઓ, મિથ્યાત્વી વિચાર વ્યવહાર પદ્ધતિના આક્રમણમાં પોતાના શ્રેષ્ઠ અને સમૃદ્ધ સંસ્કારવારસાને સાચવે તેવા માર્ગદર્શક સાહિત્યની રચના કરે. ભવિષ્યની પેઢીની સંસ્કારિતા વિચલિત ન થાય તેવી ખેવના માટે સતત અને સતત જાગૃત રહી, અભ્યાસ, ચિંતન અને આલેખન કરે એવા સમૃદ્ધ વિચારોની સૃષ્ટિ ધરાવતા શ્રી મોતીચંદનો જન્મ ભાવનગર શહેરના કાપડના વ્યાપાર ધરાવતા અગ્રણી પરિવારમાં વિ.સં. ૧૯૩૬ માં. વ. ૨, તા. ૭-૧૨-૧૮૭૯માં થયેલ. બાલ્યકાળથી જ પૂજ્ય કાકા જૈન શાસ્ત્રના પંડિત શ્રી કુંવરજીભાઈ પાસે જૈન શાસ્ત્રોનું પાયાનું શિક્ષણ ઊંડાણપૂર્વક મેળવ્યું. કઠોર અને શિક્ષાબદ્ધ - ૭૬
SR No.034386
Book TitleGyandhara 12 Sarjakni Vichar Srushti
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherPravin Prakashan P L
Publication Year2015
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy